Book Title: Safaltani Sidi
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 64
________________ બીજું: પછ? તે સફળતાની સી છે, એ કાલાંતર પરિણામ છે. અત્રને રસ થાય, રસનું રક્ત થાય, રક્તનું માંસ થાય, માંસને મેદ થાય, મેદનાં અસ્થિ થાય, અસ્થિની મજા થાય અને મજાનું શુક થાય ત્યારે શરીરની પુષ્ટિ થઈ ગણાય છે. તેથી કેઈપણ ક્રિયાનું પરિણામ તાત્કાલિક ન દેખાય તે એમ માની લેવાની જરૂર નથી કે તે નિષ્કલ ગઈ છે. તાત્પર્ય કે પુરુષાર્થ કરનારના પુરુષાર્થની સફલતા તરત વેળાએ ન દેખાય તે પણ ભાગ્યબલની અનુકૂલતા પ્રમાણે ભવિષ્યમાં અવશ્ય પ્રાપ્ત થાય છે. અહીં એ પ્રશ્ન પૂછી શકાય કે “એક મનુષ્ય દશ હજાર રૂપિયાની મૂડીથી એક ધંધાની શરૂઆત કરે છે અને તેને જમાવવા માટે રાતદિવસ મહેનત કરે છે, પણ તેવામાં લડાઈ ફાટી નીકળે છે કે બળ થાય છે, અથવા તે એકાએક આગ લાગે છે યા જલપ્રલય થાય છે, અને તેમાં તે બધી મૂડી ગુમાવી દે છે, તે તેણે કરેલા પુરુષાર્થનું પરિણામ શું આવ્યું? અને તેને સફલતા કેવી રીતે મળવાની ?' - આ પ્રશ્નને ખુલાસો એ છે કે “દશ હજાર રૂપિયાની મૂડી રેકીને ધધ કરનારા મનુષ્ય જે પુરુષાર્થ સાચી દિશામાં કર્યો હશે, તે તે દ્વારા કેટલેક અનુભવ તથા કેટલીક લાગવગ જરૂર પ્રાપ્ત કરી હશે. અનુભવ અને તે લાગવગ એની સાચી મૂડી છે. મતલબ કે તે દ્વારા તે નવી મૂડી ભેગી કરી શકશે, ફરીને ધ જમાવી શકશે અને ભાગ્યનું જોર હશે તે તેમાં સફલતા મેળવશે જ મેળવશે. ' જ બાવ સુખના સાધનોમાં ભાગ્યબલના પ્રધાન છે અને પુરુષાર્થ ગણ છે. આત્મવિકાસની સિદ્ધિમાં પુરુષાર્થ મુખ્ય છે; કમસતા ગણુ છે. અને તેમાં તે એકાએ કરેલા

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82