________________
બીજું ?
સફળતાની સીલ નહિ, એ ભાવની શરૂઆત છે. તેને ઉત્તરોત્તર વિકાસ મંત્રી, પ્રમદ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવના સુધી પહોંચે છે.
ધર્મનું આ સ્વરૂપ વિશ્વવ્યાપી છે, સહુ કેઈને વિકાસની એક સરખી તક આપનારું છે અને કેઈપણ જાતના કદાગ્રહ કે કુટિલ તત્વથી રહિત છે. તેથી જ નિગ્રંથ મહર્ષિઓએ તેને વિશ્વધર્મ કે સામાન્યધર્મ તરીકે જાહેર કર્યો છે. અને તેને અનુસરવાની આગ્રહભરી ભલામણ કરેલી છે.
મેક્ષ એટલે સકલ કર્મકલેશેમાંથી મુક્તિ, અંતરમાં રહેલા વિષય-વિકારની સંપૂર્ણ સાફસુફી અથવા વાસનાઓને સમૂળગો ક્ષય.
જે કારણને લીધે જીવને અપાર-અનંત સંસાર-સાગરમાં પરિભ્રમણ કરવું પડે છે અને દુખની અનંત પરંપરાના ભોગ બનવું પડે છે, જે કારણને લીધે આત્મા પિતાના ભવ્ય સ્વરૂપમાં સ્થિર થઈ શકતો નથી, જે કારણને લીધે ચૈતન્ય શક્તિને વિકાસ પરિમિત બને છે, અને જે કારણને લીધે પરમ આનંદના મહાસાગરમાં મગ્ન બની શકાતું નથી, તે કારણ કર્મ હોય, કલેશ હેય, ઉપાધિ હોય, અવિદ્યા , વાસના હોય કે ગમે તે નામે ઓળખાતું હોય પણ છેડવા ચોગ્ય છે. એને છોડવાની પ્રવૃત્તિ પરમ પ્રયાસથી કરવી, ગમે તે ભેગે અને ગમે તે જહેમતે કરવી તે સાચે પુરુષાર્થ છે અને તે જ સફલતાની સાચી, સુંદર, સબળ અને સુદઢ સીડી છે.