________________
ધબોધ-ચંથમાળા પર
જ્યાં સુધી જીવ ત્યાં સુધી સુખેથી જીવ એટલે કે જરાયે દુઃખ, તકલીફ કે મુશીબત ઉઠાવ નહિ અને પાસે પૈસે ન હોય તે બીજાનું દેવું કરીને પણ માલમલીરા ઉડાવ, કારણ કે આ શરીર બળી ગયા પછી આવવાનું નથી.” તેમને પણ ધર્મના વર્ગમાં સ્થાન નથી, કારણ કે તેમાં દુરાચાર અને અનીતિને પષવાને જ વનિ રહેલો છે.
મનુષ્ય ગમે તે રાષ્ટ્રને હોય, ગમે તે જાતિમાં જન્મે હોય, ગમે તે વંશની ઓલાદ ગણતે હોય અને ગમે તે ધંધેરોજગાર–વ્યવસાય કરતો હોય તે પણ દાન-શીલ–તપ–ભાવયુક્ત ધર્મનું આચરણ શક્તિ મુજબ કરી શકે છે.
(૧) કમાણી કે મિલકતમાંથી ધનને મહ ઉતારી કાંઈક પણ સારા માર્ગે ખર્ચવાની વૃત્તિ રાખવી અને ગરીબ તથા નિઃસહાયને મદદ કરવી એ દાનની શરૂઆત છે. તેને ઉત્તરત્તર વિકાસ અભયદાન સુધી પહોંચે છે.
(૨) સસ મહાવ્યસનમાંથી બચી જવું. એ શીલની શરૂ આત છે. તેને ઉત્તરોત્તર વિકાસ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને મમત્વ- ત્યાગ સુધી પહોંચે છે.
(૩) નાનું સરખે પણ નિયમ રાખે એ તપની શરૂ આત છે. તેને વિકાસ ઉપવાસ, ઉનેદરતા, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ, સંસીનતા, પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, કાર્યોત્સર્ગ અને ધ્યાન સુધી પહોંચે છે. જેથી છેવટે ઈરછાઓને નાશ થાય છે.
(૪) સહુનું ભલું ઈચ્છવું, પણ કેઈનું બૂરું ઈછવું