________________
બીજું
સફળતાની સીડી સેવામાં હાજર છું તેથી આપને જે કાંઈ વસ્તુની જરૂર હોય તે સુખેથી માંગી લે. તે આપને હું તાબડતોબ પૂરી પાડીશ.”
મહાત્મા પુરુષે તેને જવાબ આપેઃ “હું પરમાનંદને ઈચ્છું છું. શું તે વસ્તુ તું મને આપી શકીશ? તું તૃષ્ણને માર્યો, અભિમાનને માર્યો મુક–મુકમાં ફરતો રહે છે, ત્યાંની પ્રજાના તમામ સુખ સાધને તરવારના જોરે લૂંટી લેવામાં મજા માણે છે, ત્યાં તારી પાસે આવી વસ્તુ હેય કયાંથી ? માટે એ સિકંદર ! તું તારા રસ્તે પડ અને મને મારી પરમાનંદપ્રાપ્તિની સાધનામાં મશગુલ થવા દે.” -
સિકંદરે એ મહાત્માને ફરી ફરીને નમસ્કાર કર્યા અને ભારતને જિતવાને વિચાર માંડી વાળી પિતાના દેશમાં પાછો ફર્યો.
કહેવાની મતલબ એ છે કે-જેઓ સાચા જ્ઞાનવૃદ્ધ છે, તેઓ કેયનીએ તાબેદારી સ્વીકારતા નથી કે લક્ષ્મીની લાલચમાં પડતા નથી.
બીજી વાત એ છે કે-સુખને માટે લક્ષમી મેળવવાને પ્રયત્ન કરે એ ડુંગરને બેદીને ઉંદર કાઢવા બરાબર છે, કારણે તેના દ્વારા જે સુખ પ્રાપ્ત થાય છે, તે ક્ષણિક હોય છે. બીજી રીતે કહીએ તે સુખને આધાર લક્ષમી ઉપર નથી, પણ પિતાની સમજ ઉપર, પિતાના જ્ઞાન ઉપર જ છે. તેથી એક ફકીર, એક સાધુ, એક ત્યાગી કે એક ગરીબ સુખ માણી શકે છે અને એક રાજા, એક અમીર, એક ધનિક કે એક શ્રીમંત અનેક પ્રકારે દુખી હોય છે. વળી એક ગરીબ મનુષ્યને હજાર