________________
બીજું:
સફળતાની સીડી કેટલે સમય અનુભવાય છે? આંખે જોયેલું અનુપમ રૂપ ક્યાં સુધી સુખ આપી શકે છે? અને કાને સાંભળેલે મધુર સ્વર કેટલા વખત માટે સુખનું નિમિત્ત થાય છે?
જે વિષયનું સુખ સાચું સુખ હતા તે તેનાથી તૃપ્તિ જણાઈ હેત, તેનાથી સંતોષ અનુભવાયો હોત અને તેનાથી મનનું સુંદર સમાધાન થયું હોત; પણ અનુભવ તેથી ઉલટો જ છે. એટલે કે જેમ જેમ વિષયસુખ ભેગવાતું જાય છે, તેમ તેમ તેની લાલસા તીવ્ર થતી જાય છે અને પરિણામે એવા ભયંકર અસંતેષને જન્મ આપતી જાય છે કે જેથી કઈ પણ પ્રકારની શાંતિનો અનુભવ થઈ શકતું નથી.
ખરેખર! " ददति तावदमी विषयाः सुखं, स्फुरति यावदिदं हृदि मूढता । मनसि तत्वविदां तु विचारके,
क विषयाः क सुखं क परिग्रहः ॥" “ હદયમાં જ્યાં સુધી મૂઢતા રહેલી છે, ત્યાં સુધી જ આ વિષયે સુખને આપી શકે છે. પરંતુ તત્વવિદેના વિચારક મનમાં નથી તે વિષયનું આકર્ષણ, નથી તે તેના ઉપયોગમાં સુખની કલ્પના કે નથી તેના અંગેનાં સાધને મેળવવાની કઈ જાતની ઉત્કંઠા ! મતલબ કે તે વિષયસુખ અને તેનાં સાધનેને મહત્ત્વ આપતાં નથી. ”