________________
ધર્મબોધ ગ્રંથમાળા
પરંતુ દિલગીરીની વાત એ છે કે – “મિક્ષા તાર નીમવારે,
शय्या च भूः परिजनो निजदेहमात्रम् । वस्त्रं विशीर्णपटखण्डमयी च कन्था, हा हा तथापि विषयान् न परित्यजन्ति ॥" ભિક્ષા માગીને ખાવાનું હોય અને તે પણ નીરસ તેમજ એક વાર સૂવાનું સેંય પર હોય, સગાંવહાલાંમાં જે ગણે તે પિતાને જ દેહ હોય અને વમાં એક તદ્દન ફાટી તૂટી જીર્ણ લંગોટી હોય, તે પણ મનુષ્ય વિષય સુખને છોડતા નથી.”
" विकम्पते - हस्तयुगं वपुःभीः प्रयाति दन्ता अपि विद्रवन्ति । मृत्यावुपागच्छति निर्विलम्ब,
तथापि जन्तुविषयाभिलाषी ॥" “બંને હાથ થરથર ધ્રુજતા હોય, શરીર ડગમગતું હોય અને દાંત પણ એક પછી એક પડી રહ્યા હોય; વળી મૃત્યુ વિના વિલંબે નજીક આવી રહ્યું હોય, તે પણ પ્રાણી વિષયની અભિલાષાને છોડતો નથી!”
વિષયસેગનું સુખ ક્ષણિક છે, તે વાત સહને પ્રતીત છે. શરીરને સુંવાળો સ્પર્શ થાય તેનું સુખ કેટલી વાર ટકે છે? જીભ વિવિધ વાનીઓનો આસ્વાદ લે તેનું સુખ કેટલી વાર જણાય છે? નાક જુદી જુદી જાતની સુગંધ લે તેનું સુખ