________________
ધમધ-ચંથમાળા : ૪ : રોગ જરાપણ હંઠવાને નહિ. આવાં રૂપપ્રદર્શને છેવટે પતનના માર્ગે લઈ જાય છે, એ વાત પણ ભૂલવા જેવી નથી. તેથી લાલસા એ આધ્યાત્મિક ઉન્નતિમાં મેટે અંતરાય છે અને તેથી જ બ્રહ્મચર્યના પાલન માટેના ખાસ ફરમાનમાં વિભૂષાત્યાગને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે.
મનુષ્યને ખુશામત ભરેલાં શબ્દ ખૂબ ગમે છે, એ એક જાતની નબળાઈ નહિ તે બીજું શું છે? આપણે કેવા છીએ તે આપણે જાણ બહાર હેતું નથી, છતાં કેઈ આપણને મહાન કહે, મહાગુણવાન કહે કે મહાસમર્થ કહે તેથી ફૂલાઈ જઈએ તે અવલ પ્રકારની બેવકૂફાઈ નહિ તે બીજું શું છે? જે માણસે કડવાં વચને સાંભળવા જેવું શૈર્ય કેળવી શકતાં નથી તેઓ ઉત્તમ પ્રકારને પુરુષાર્થ કરવા માટે યોગ્ય નથી, કારણ કે ત્યાં અનેક જાતના પરિષહ સહન કરવા પડે છે, જેમાં કટુ વચનને પરિષહ પણ ભારે હોય છે.
સંગીતને વધારે પડતે નાદ પણ ઈષ્ટ નથી જ. તેના લીધે મનુષ્યનું મન નાચરંગના જલસાઓ તરફ, સિનેમાની ફીમે તરફ અને ગાનારીઓના સમૂહ તરફ જલદી દેરાઈ જાય છે, જે આખરે અવનતિનું કારણ બને છે.
વળી હંમેશા સંગીતના પ્રિય સ્વરે જ કાને પડે અને દુઃખ-નિરાશાની કરુણું બૂમ કાને ન અથડાય, તે આ જગતમાં બનવું સંભવિત નથી. કહ્યું છે કે – - " क्वचिद् वीणावादः कचिदपि च हाहेति रुदितम् ,
कचिद् विद्वद् गोष्ठी कचिदपि च सुरामत्तकलहः ।