Book Title: Safaltani Sidi
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 52
________________ બીજું: : ૫ ? સફળતાની સીડી નવાં તેની બનાવટ કરવામાં અને બાગબગીચા તથા ફલવાડીએને મેળવવામાં તથા ખીલવવામાં એટલા ઓતપ્રેત બની જાય છે કે તેમને બીજી બાજુનું લક્ષ્ય જ રહેતું નથી. આવા મનુષ્યને બીજા મનુષ્યની વાસ આવે છે, તેથી તેઓ એમની નફરત કરતાં શીખે છે, અને એ રીતે ઘણે તિરસ્કાર, ક્રોધ વિગેરેનું સેવન કરતાં થાય છે. રૂપની લાલસા ભયંકર છે. મનુષ્ય રૂપાળા દેખાવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, એ ખર્ચ મેળવવા માટે અનેક જાતનાં પાપ કરે છે અને પરિણામે અમૂલ્ય મનુષ્યભવને હારી જાય છે. મોટાનું દેખીને નાના શીખે છે, એટલે ધનવાનોની નકલ મધ્યમ વર્ગના લેકે કરે છે અને મધ્યમ વર્ગના લોકોની નકલ ગરીબ લોકો કરે છે. એ નકલ કરવામાં તેઓ પોતાના ગજવાને ભૂલી જાય છે, સાદી સમજને વિસરી જાય છે અને એક જાતના વાહથી એવા પીડાય છે કે કર્તવ્ય અને અકર્તવ્યને ખ્યાલ પણ ચૂકી જાય છે. - દિવસમાં પાંચ વખત પિશાક બદલવા, ઘરેણાને ઠઠારા કર, પફ-પાવડર અને લીપસ્ટીકને ઉપયોગ કરે તથા અમર્યાદિત અને અસત્ય રીતે વ પરિધાન કરવાં એમાં કઈ જાતનું ડહાપણ સમાયેલું છે ? શું એથી વાસ્તવિક સૌંદર્યમાં વૃદ્ધિ થાય છે? શું એથી ઉત્તમ ગણવાને અધિકાર આપોઆપ આવી જાય છે? કે છટકેલ મનનાં એ બધાં છબરડાં છે? - સાદા પિશાકમાં અને સુઘડ રહેણીકહેણીમાં સાચું સૌદર્ય છે. તે વાત જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી આ રૂપપ્રદર્શનને

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82