________________
અમાધ-ચંથમાળા
૪ઃ
પુષ જય છે અને તેથી તે પ્રાણને ગુમાવી દે છે. આ દાખલાઓ લઈને મનુષ્ય જે એ વિચાર કરે કે એક ઇન્દ્રિયની પરાધીનતા આટલું દુઃખ આણે છે, તે પાંચ ઇન્દ્રિયની પરાધીનતા જોગવનાર મારા શું હાલ થશે?
ઇંદ્રિયસુખની અતિ લાલસા મનુષ્યના જીવનને અનેક રીતે અધઃપાત કરે છે. જેઓ સ્પર્શ સુખના અધિક લાલચુ છે એટલે જેઓ કામવાસનાની વારંવાર તૃપ્તિ કરવા ઈચ્છે છે તેનું પરિણામ શું આવે છે? આવા મનુષ્યનાં આયુષ્ય અતિ ટૂંકા થઈ જાય છે, તેમને અકાલમરણને ભય ખૂબ રહે છે અને જેટલે સમય જીવે છે તેટલે સમય એક જાતની ભયંકર અતૃપ્તિમાં જ પસાર કરે છે. આવા મનુષ્યોને અનેક જાતના રેગ લાગુ પડે છે, અને તેમનાં નાણુની બરબાદી થવામાં કાંઈ બાકી રહેતી નથી. વળી આ જાતની વિષયાસતિમાંથી સ્વચ્છેદાચાર પેદા થાય છે, વ્યભિચારની વૃત્તિ ઉત્પન્ન થાય છે, વેશ્યાગમન કરવાનું મન થાય છે અને છેવટે તે રસ્તે જતાં અધઃપાત સંપૂર્ણ બને છે. એથી ઍડલૌકિક અને પારલૌકિક અને કલ્યાણને માર્ગ નષ્ટ થાય છે.
જેઓ રસના અતિ સ્વાદિયા બને છે, તેમની હાલત પણ છેવટે બૂરી જ થાય છે. તેઓને અજીર્ણ, અપચો, ઝાડા, મરડા, સંગ્રહણી અને એવા જ બીજા રોગ લાગુ પડે છે અને તેની નાગચૂડમાંથી તેઓ કદી પણ સંપૂર્ણ મુક્ત થઈ શકતા નથી. દુનિયામાં જે મનુષ્યએ દીર્ધાયુષી તરીકે નામ નેંધાવ્યાં છે, તેમાંના ઘણાખરા મિતાહારી અને જીભ પર કાબૂ રાખનારા હતા.
સુગંધના શેખીને નવાં નવાં અત્તરે મેળવવામાં, નવાં
'
'
ા
છે.