Book Title: Safaltani Sidi
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 46
________________ બીજુ : : ૩૯ : સફળતાની સીડી લંબી અને સ્વાધીન છે અને તેના અનુષ્ઠાતાને કદી ધનવાન કે લક્ષમીનંદની આગળ કોઈ વસ્તુની માગણી કરવાની જરૂર પડતી નથી. જેઓ જ્ઞાનવૃદ્ધ છે, તેઓનું સ્થાન તે વિદ્યાવાન કરતાં પણ અનેકગણું ઊંચું છે. તેઓ લક્ષ્મીને મહત્વ આપે જ કેમ ? અને જે તે લક્ષ્મીને મહત્વ આપતા હોય તે તેઓ જ્ઞાનવૃદ્ધ નથી તેઓ લક્ષમીને ચંચલ, અસ્થિર, અનેક દુર્ગની જનની અને વિખવાદનું મૂળ સમજે છે. લેકમાં પણ કહેવત છે કે “જર, જમીન અને જરૂ, એ ત્રણે કજિયાનાં છે એટલે જ્ઞાની પુરુષો આત્માની મસ્તીમાં જ મોજ માણે છે અને દુનિયાની દેલત કે સંપત્તિને તૃણવત્ સમજે છે. - જ્ઞાનવૃદ્ધ તે આનું નામ! હિંદને જિતવા આવેલો સિકંદર સિંધુ નદીના તટે રહેતા એક મહાત્માને મળવા ગયે. ખરું કહીએ તો એ જોવા ગયે કે આ દેશના મહાત્માઓ કેવા છે? તે જ્યારે મહાત્માપુરુષની પાસે પહોંચે ત્યારે તેઓ પ્રાત: રવિના બાલકિરણે પોતાના દેહ પર ઝીલી રહ્યા હતા. સિકંદર તેમની નજીક એવી રીતે ઊભે રહ્યો કે જેથી તેને પડછાયે તેમના દેહ પર પડવા લાગ્યું. પરંતુ મહાત્મા પુરુષ કાંઈ બેલ્યા નહીં. તેઓ પોતાના ચિંતનમાં મસ્ત હતા. સિકંદરે જોયું કે આ મહાત્માએ પિતાની સામે કોણ ઊભું છે, તે જોવાની દરકાર કરી નહી. એટલે પિતાનું આગમન તે જણાવવા બેલ્યા કે-પ્રણામ હો મહાત્મન ! ગમે છે? તે કિરn “ ઊભી

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82