________________
બીજું:
: ૩૭ :
સફળતાની સીડી અને ખુશામતખારો એક યા બીજા રસ્તે ચડી ગયા. પછીથી આ કટેકટીને સમય. શેઠે નાખેલે માટે દાવ ઊંધો પડે, પરંતુ આ ઘટનાએ તેમને બમણે સટ્ટો કરવાને ઉશ્કેર્યા, કારણકે હાર્યો જુગારી હંમેશાં બમણું રમે છે. પરંતુ એ દાવ પણ નિષ્ફળ ગયે અને શેઠ વધારે ખાડામાં ઉતરી પડ્યા. આ વખતે સાચી સલાહ આપનાર તેમની પાસે કેઈપણ હતું નહિ અને જે કઈ હતા તે નીચે પ્રકૃતિના હતા, વળી સ્વાથી હતા. એટલે છેવટે શેઠ ગળાબૂડ પેટમાં ઉતરી ગયા અને મકાને, માળાઓ, મિલો અને મીલકત વેચવાનો વખત આવ્યું. જ્યારે તેમનું સર્વ કાંઈ વેચાઈ ગયું ત્યારે ખેટનો ખાડે માંડમાંડ પૂરા. તે દિવસથી તેઓ છેક મુફલીસ બની ગયા.
કહેવાનું તાત્પર્ય એ છે કે-લામી આવે છે ત્યાં હલકી પ્રકૃતિનાં માણસો ભેગાં થાય છે, તેઓ સ્વાર્થવશાત્ ખોટી સલાહ આપે છે અને લક્ષમીનંદનેને તે સાકર જેવી મીઠી લાગે છે. જ્યારે સાચાબેલા, વફાદાર અને સજજન માણસેનું તેમની પાસે કોઈ સ્થાન રહેતું નથી.
કેટલાક કહેશે કે લક્ષમીમાં આવા દુર્ગણે ભલે હેય પણ સંસારમાં તે તેની જ બોલબાલા છે. કહ્યું છે કે –
વિદ્યાવૃદ્ધાતોદ્ધા, જે ૨ વૃદ્ધા વદુતારા
सर्वे ते धनवृद्धस्य द्वारे तिष्ठन्ति किङ्कराः ॥" “જેઓ વિદ્યાવૃદ્ધ છે, જેઓ તપોવૃદ્ધ છે અને જેઓ બહુશ્રુત હોવાથી જ્ઞાનવૃદ્ધ છે, તે સર્વે ધનવૃદ્ધના દ્વારે કિંકરો તરીકે ઊભા રહે છે. ”