________________
ધર્મબોધ-ગ્રંથમાળા ઃ ૩૬ ઃ
: પુષ્પ કે “મુનિમજી! જીભને વધારે પડતી લાંબી કરવાની કોઈ જરૂર નથી. મારી સાથે કેવી અદબથી વાત કરવી જોઈએ તે પણ તમે ભૂલી ગયા છો, માટે હવે પછી જે બીજી વાર આવું કરશે તે પાણીચું પરખાવી દઈશ!” | મુનિમે કહ્યું: “આપ સટ્ટો કરે અને હું ગાદી પર બેસું તે વાત બનવાની જ નથી. જે આપને એ નિશ્ચય આખરી જ હોય તે આ રહી તિજોરીઓની ચાવીએ અને આ રહ્યા ચોપડા. આ હાલતમાં હું એક ક્ષણ પણ નોકરી કરવા તૈયાર નથી.”
શેઠ મુનિમ સામું જોઈ રહ્યા. તે વિચારવા લાગ્યા કે “હું માલદાર થાઉં કે ગરીબ બની જાઉં તેથી સાથે આ મુનિમને શું લાગેવળગે? એ તે એના પગારને ભાગીદાર તેમ છતાં એ ડોઢ ડાહ્યો થઈને મને શિખામણ આપવા આવે છે અને હું શિખામણ ન માનું તે નોકરી છેડી દેવાની ધમકી આપે છે, તેથી તેને કોઈ પણ કેડું આપવું નહિ.” અને તેમણે મુનિમની પાસેથી તિજોરીઓની ચાવીઓ અને ચેપડા સંભાળી લીધા.
મુનિમ સલામ ભરીને ગાદીએથી નીચે ઉતર્યો. તેની નેકરી છૂટી ગઈ. પણ તેને એક વાતને પરમ સંતેષ હતો કે તેણે એક મરણ પામતાં માલિકને આપેલા વચનનું પાલન બરાબર કર્યું હતું.
મુનિમજી ચાલ્યાં જતાં શેઠ પર સર્વ અંકુશ દૂર થશે. ખુશામતખોરનું ચડી વાગ્યું અને તેમની શિખામણ પ્રમાણે શેઠ સટ્ટામાં યાહેમ ઝંપલાવ્યું. એ સટ્ટાએ પ્રારંભમાં યારી આપી અને કેટલાક લાખનો નફો થયે. પેલા સ્વાથી