________________
: ૨૨ :
સફળતાની સીડી તમને ભલામણ એક જ કરવાની કે જ્યાં સુધી તમે ગાદી પર હે ત્યાં સુધી મારે પુત્ર સટ્ટો ન કરે તે જોશે. એ બાબતનું તમે વચન આપો એટલે મને નિરાંત થાય.” વફાદાર મુનિએ તે પ્રમાણે વચન આપ્યું. હવે શેઠ ગુજરી ગયા અને બધી મિલકત યુવાન શેઠના હાથમાં આવી. સરેવર ભર્યું હોય ત્યાં અનેક પક્ષીઓ આવી પહોંચે છે, એ ન્યાયે આ યુવાન શેઠ આગળ જુદી જુદી જાતના અનેક માણસો જમા થવા લાગ્યા. તેમાં કેટલાક સિનેમા અને નાટકના શોખીન હતા, કેટલાક દારૂડિયા હતા, કેટલાક ગુપ્ત વ્યભિચાર કરનારા હતા અને કેટલાક સટેડિયા હતા.
શેઠના બાળપણનાં સંસ્કારે સારા હતા અને તેમના પિતાએ ધાર્મિકતાને પણ કેટલેક વારસે આપ્યો હતો, તેથી તે બીજી રીતે બગડ્યા નહિ, પણ સટેડિયા મિત્રએ તેમના મનમાં એ વાત મજબૂત ઠસાવી દીધી કે તેઓ પોતાના ધનના જોરે અને ખાસ કરીને ભાગ્યના જોરે સટ્ટા દ્વારા કોડ રૂપિયા કમાઈ શકશે. આ વાતને વધારે મજબૂત કરવા માટે તેઓ કેટલાક જેશીઓને તથા હસ્તરેખા-વિશારદને બોલાવી લાવ્યા અને તે અગમ-નિગમની વાત જાણનાર મહાપુરુષોએ (?) શેઠને કહી દીધું કે “તમારા ગ્રહ અતિ બળવાન છે અને હવે પછીના વર્ષોમાં લક્ષ્મીની રેલછેલ થશે.'
પછી પૂછવું જ શું? શેઠે સટ્ટો ઉપાડવાને વિચાર કર્યો અને તેને લગતી બધી તૈયારી કરી. તે વખતે પેલા વફાદાર યુનિમે કહ્યું: “હે શેઠ ! આપના પર લમીની મહેર છે. આપની