________________
બીજી:
સફળતાની સીડી પાસે કાંઈ પણ ન હોય, ત્યારે મનમાં એમ થાય છે કે “દસવીસ રૂપિયા મળી જાય તે સારું ? જ્યારે દસ-વીસ રૂપિયા મળી જાય ત્યારે મનમાં એ વિચાર આવે કે “હવે સે–બસો રૂપિયા મળી જાય તે સારું. ' જ્યારે એ પ્રમાણે સો-બસે રૂપિયા પણ મળી જાય છે ત્યારે મનમાં એમ થવા લાગે છે કે હવે “હજાર-બે હજાર મળે તે સારું' એ તે લક્ષ્મીની સાથે તૃષ્ણા વચ્ચે જ જાય છે. એમ કરતાં લક્ષાધિપતિ થવાને કેડ જાગે છે, લક્ષાધિપતિમાંથી કેટ્યાધિપતિ થવાને કેડ જાગે છે અને કેટયાધિપતિમાંથી અન્નાધિપતિ થવાને કેડ જાગે છે. આ તૃષ્ણને અંત કયાં? આ લાલસાને છેડે ક્યાં? એટલે લક્ષ્મીના આગમનની સાથે લેભ વધતો જાય છે, તૃષ્ણ અધિક થતી જાય છે અને આસક્તિ માઝા મૂકે છે, એ નિર્વિવાદ છે. - લક્ષ્મીની સાથે આવનારો દુર્ગુણ કર્કશ વચનપ્રયોગ છે. પહેલાં જે વાણમાં નમ્રતા હોય છે, વચનમાં મધુરતા હોય છે, જે વાક્યપ્રયોગોમાં મીઠાશ ભારોભાર ભરેલી હોય છે તે જ વાણી, તે જ વચને અને તે જ વાક્યપ્રયોગો લક્ષ્મી આવ્યા પછી તે છડાઈવાળાં, કડવાશભરેલાં અને સંપૂર્ણ કર્કશ બને છે. પહેલાં જ્યાં “ભાઈ“બંધુ,” “મહાશય, “મહદય” એવાં સંબોધન થતાં હોય છે, ત્યાં “એ” “અલ્યા” “મૂર્ખ” “ગઢા” એવાં સંબંધને થવા લાગે છે. અને આખી દુનિયા જાણે મૂર્ખ હેાય અને પોતે જ એક ડાહ્યો હોય તેમ વાતવાતમાં તે અન્ય લેકેને “મૂર્ખ લકે” “બેવકૂફ માણસો” “અક્કલના ઓથમીર” “બુદ્ધિના બારદાન” એમ કહીને સંબોધે છે. વળી વિચિત્ર વાત તે એ છે કે–જેને દુનિયા પૂજતી હોય છે, જેના