________________
બીજી
સફળતાની સીડી પ્રાપ્તિના હેતુથી થાય છે. આ ચાર પ્રકારના હેતુમાંથી પ્રથમ અર્થના બે હેતુઓ એટલે અર્થ અને કામને હેય ગણવામાં આવ્યા છે, કારણ કે તેનાથી મનુષ્ય જીવનનો મહાઉદેશ જે પરમાનંદની પ્રાપ્તિ છે, તે થઈ શકતી નથી. '
અર્થની હેયતા. અનેક દુર્ગણોને ઉત્પન્ન કરવામાં નિમિત્તભૂત છે. કહ્યું છે કે – " निर्दयत्वमहङ्कारस्तृष्णा कर्कशभाषणम् । नीचपात्रप्रियत्वं च पञ्च श्रीसहचारिणः ॥"
“ લક્ષમીની સાથે પાંચ વસ્તુઓ હાજર થાય છે. (૧) નિર્દયતા (૨) અહંકાર (૩) તૃષ્ણ (૪) કર્કશ વચનપ્રયોગ (૫) હલકી કેટિના માણસો પ્રત્યે પ્રેમ.
આ કથન સર્જાશે સત્ય ભલે ન હોય, પણ મહદ્ અંશે સાચું છે. મનુષ્ય પાસે જરૂર કરતાં ધનસંચય વધારે થવા લાગ્યું કે તે પોતાના મૂળ મિત્રને એક પછી એક છેડતે જાય છે અને નવા સાથે દેસ્તી બાંધે છે. સગાંવહાલાંને પણ તરછોડવા લાગે છે અને ગરીબની ગતિ છેક જ વિસરી જાય છે. વળી વડીલો અને માતા પિતા પ્રત્યે તેની વર્તણૂકમાં ફેર પડી જાય છે અને જે સ્ત્રી આજ સુધી પોતાની સાથે મુશીબતે ઉઠાવવામાં, આફત ઝીલવામાં અને તમામ પ્રકારના વિકટ પ્રસંગમાં સાથ પૂરતી હતી, તેમજ નિરાશામય સગોમાં આશ્વાસનનાં વચને કહીને તેને ટટાર રાખતી હતી, તે સ્ત્રી તેને સામાન્ય “ગ્યતા વિનાની ” “પિતાના માટે નકામી ? અને “રૂ૫–ગુણવિહીન” જણાય છે, તેથી તેના પર બીજી