________________
બીજું :
: ૨ઃ
સફળતાની સીડ “gઝાઝવામિ, પરિદ્રયનિપ્રદ પવનચઃ | दण्डत्रयविरतिश्चेति संयमः सप्तदशभेदः॥"
હિંસા, જૂહ, ચોરી, મૈથુન અને પરિગ્રહ એ પાંચ બાબતોથી વિરમવું; પાંચ ઇદ્રિનો નિગ્રહ કરે, ક્રોધ, માન, માયા અને લોભને જિતવા; તથા મનથી, વચનથી અને કાયાથી પાપ કરતાં અટકવું; એ રીતે સંયમ સત્તર પ્રકારનો છે.” " मिथ्या वक्तं न जानामि, सारं किश्चित्तव कथयामि । गुप्तित्रितयं समितीः पञ्च, यावजीवं खलु मा मुश्च ॥"
એક શિષ્ય પૂછ્યું કે “હે પૂજ્ય ગુરુદેવ! ચારિત્ર કેને કહેવાય ? ચારિત્ર કેવું હોય ? ચારિત્રના પ્રકારો ક્યા? ચારિત્ર પામવા શું કરવું જોઇએ? વગેરે બાબતનું રહસ્ય મને જણાવો” તે વખતે ગુરુએ જવાબ આપે કે “હે શિષ્ય ! મને બહુ બેલતાં આવડતું નથી. એટલે તને ટૂંકમાં જ જવાબ આપી દઉં કે જ્યાં સુધી તું જીવે ત્યાં સુધી ત્રણ ગુપ્તિ અને પાંચ સામતિને છોડીશ નહિ, અર્થાત્ ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિના પાલનમાં સમ્યક્ ચારિત્રનું તમામ રહસ્ય આવી જાય છે.”
ત્રણ ગુપ્તિ એટલે મને ગુપ્તિ, વચનગુપ્તિ અને કાયમુસિ. જેનાથી મન પર કાબૂ રખાય તે મને ગુપ્તિ, વચન પર કાબૂ રખાય તે વચનગુપ્તિ અને કાયા પર કાબૂ રખાય તે કાયગુપ્તિ.
પાંચ સમિતિ એટલે ઈસમિતિ, ભાષાસમિતિ, એષણસમિતિ, આદાનનિક્ષેપસમિતિ અને પારિષ્ઠાપનિકાસમિતિ. અહીં સમિતિનો અર્થ સાવધાની કે જ્યણાપૂર્વકની પ્રવૃત્તિ સમ