Book Title: Safaltani Sidi
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 32
________________ બીજું : ૫ ર૫ ' સફળતાની સીડી " दानशीलतपःसम्पद्भावेन भजते फलम् । स्वादः प्रादुर्भवेद्भोज्ये, किं नाम लवणं विना ? ॥" દાન, શીલ, તપ અને સંપત્તિ ભાવવડે જ ફલને ધારણ કરે છે. રસોઈમાં મીઠું ન હોય તો સ્વાદ કયાંથી ઉત્પન્ન થાય ? અર્થાત્ જે સ્થાન રસવતીમાં મીઠાનું છે, તે જ સ્થાન, દાન, શીલ અને તપમાં ભાવનું છે.” સમ્યગદર્શન એટલે સાચી દૃષ્ટિ કે સુદૃષ્ટિ, તેનાવડે જગત અને જીવનના પ્રશ્નોને સાચી રીતે જોઈ શકાય છે. તે માટે અનુભવી પુરુષોએ કહ્યું છે કે – "धनेन हीनोऽपि धनी मनुष्यो,यस्यास्ति सम्यक्त्वधनं प्रधानम् । धनं भवेदेकभवे सुखाय, भवे भवेऽनन्तसुखी सुदृष्टिः ।।" ધનથી રહિત હોવા છતાં તે મનુષ્ય ધનવાળે છે કે જેને શ્રેષ્ઠ સમ્યકત્વ એટલે સમ્યગદર્શન કે સુદૃષ્ટિની પ્રાપ્તિ થઈ છે. જ્યારે ધન બહુ બહુ તે એક ભવમાં જ સુખ આપી શકે છે ત્યારે સુદષ્ટિવાળે. મનુષ્ય જે કાંઈ ભ ધારણ કરવા પડે, તે દરેક ભવમાં અનંત સુખને સ્વામી થાય છે.” “दानानि शीलानि तपांसि पूजा, सत्तीर्थयात्रा प्रवरा दया च । सुश्रावकत्वं व्रतपालनं च, सम्यक्त्वपूर्णानि महाफलानि ॥" દાનના વિવિધ પ્રકારો, શીલના ભિન્ન ભિન્ન અંગે, નાના પ્રકારનું તપ, પૂજ્ય તારક તીર્થોની યાત્રા, ઉત્તમ દયા, સુશ્રાવકપણું અને વ્રત પાલન કરવાની શક્તિ એ સમ્યક્ત્વનાં જ મહાલે છે. ”

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82