________________
* પુષ
બધ-ચંથમાળા : ૨૪: - “ખરેખર ! મનુષ્યનું શીલ કુલની ઉન્નતિ કરનારું, પરમ ભૂષણરૂપ અને ન ચાલ્યું જાય તેવું ઉત્તમ ધન છે. વળી પવિત્ર શીલ સુગતિને લાવનારું, દુર્ગતિને દલનારું અને પાવન યશરૂપ છે. તેમ જ શીલ એ શાંતિને પરમ હેતુ છે. તેથી શીલ એ જ આ જગમાં સાચું કલ્પદ્રુમ છે.”
તપ–વિષે કહ્યું છે કે – " जहा महातलायस्स सन्निरुद्धे जलागमे । उसिचणाए तवणाए कमेणं सोसणा भवे ।। एवं तु संजयस्सावि, पावकम्मनिरासवे । भवकोडीसंचियं कम्म, तवसा निरिजइ ।।"
જેમ કે મોટા તળાવમાં પાણી આવવાનાં માર્ગ રૂંધવામાં આવે અને પછી તેને ઉલેચવામાં કે તપાવવામાં આવે તે તે તળાવનું પાણી ક્રમે ક્રમે શેષાઈ જાય છે, તેમ સંવત પુરુષ નવાં પાપકર્મો કરતાં અટકે અને તપને આશ્રય લે, તો તેનાં કોડે ભવનાં સંચિત થયેલાં કમે પણ ખરી પડે છે.”
ભાવ-વિષે કહ્યું છે કે – ." तकविहूणो विजो, लक्खणहीणो अ पंडिओ लोए । भावविहूणो धम्मो, तिन्निवि नूणं हसिजंति ॥"
જે વૈદ્ય રાગ પારખવામાં કે ઔષધ આપવામાં અક્કલને ઉપગ કરતું નથી, જે પંડિત પિતાના વિચારમાં અને આચારમાં વિદ્વત્તાનાં કાંઈ લક્ષણે બતાવતા નથી અને જે ધર્મ ભાવથી રહિત હોય છે, તે ત્રણે, ખરેખર ! હાંસીને પાત્ર થાય છે.”