Book Title: Safaltani Sidi
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 29
________________ ધર્મબંધ-ચંથમાળા : ૨૨ : ઃ પુષ જોડા, આવી વિવિધ વસ્તુઓ અને સ્ત્રી એ સ્પર્શસુખનાં સાધન છે. વિવિધ જાતનાં ખાણાં, વિવિધ જાતનાં પીણાં, વિવિધ જાતનાં મેવા-મિઠાઈ અને વિવિધ જાતનાં મુખવાસ એ રસસુખનાં સાધન છે. કેશર, કસ્તુરી, અગર, ચંદન, વિવિધ જાતનાં તેલે, વિવિધ પ્રકારનાં અત્તર અને સુવાસિત પુપિ એ ગંધસુખનાં સાધન છે. મનહર વસ્ત્રો, મનોહર અલંકારો, મનહર રૂપ અને મનહર દેખાવ એ વર્ણસુખનાં સાધન છે. તથા સુંદર શબ્દો, પ્રિય વાકયે, મધુર ગીત, મનહર અવાજ, રુચિકર તાલ કે વિવિધ આરોહ-અવરોહને અનુસરતી સ્વરશ્રેણી એ શબ્દસુખનાં સાધનો છે. તાત્પર્ય કે–એક પ્રકારના મનુષ્ય જે કાંઈ પ્રવૃત્તિ પરિશ્રમ, વ્યાપાર-વ્યવસાય કે ધંધા-રોજગાર કરે છે, તેને હેતુ કંચન, લક્ષ્મી, સુવર્ણ, દ્રવ્ય, નાણું, ધન, પિસે આદિ નામથી ઓળખાતા અર્થની પ્રાપ્તિ હોય છે અને તે દ્વારા જ્યારે તેઓ વિવિધ ભેગ-ઉપભોગની સામગ્રી એટલે “કામ મેળવી શકે છે ત્યારે પોતાની મહેનત ફળી ”—પોતાને સફળતા મળી.” એમ માને છે. ધર્મ અને મેક્ષ. આધ્યાત્મિક ઉન્નતિનું સાધન, દાન–શીલ-તપ-ભાવવાળો. ધર્મમાર્ગ કે સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રવાળો મેક્ષમાર્ગ ગણાય છે. કહ્યું છે કે – "दानं सुपात्रे विशदं च शीलं, तपो विचित्रं शुभभावना च । भवार्णवोत्तारणसत्तरण्डं, धर्म चतुर्धा मुनयो वदन्ति ॥"

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82