________________
બીજી
: ૧ :
સફળતાની સી
“ ન્યાયથી નેતા, વિનયથી શિષ્ય, શિયળથી નારી, સમતાથી સાધુ, જીવથી દેહ, સુકૃતથી આત્મા અને ધન કે લક્ષ્મીથી ગૃહસ્થ છે. તેનાથી રહિત હોય તે કાંઇ નથી. તાત્પર્ય કે ન્યાય—નીતિતું જાણકારપણું અને તે પ્રમાણે વર્તવાને સ્વભાવ ન હોય તેા નેતા બની શકાતું નથી. યાગ્ય વિનય ન હાય તેા શિષ્ય બની શકાતુ નથી. શિયળ એ સ્ત્રીનુ ભૂષણ છે, તે વિના સ્ત્રી શેાભતી નથી. સમતા ગુણ પ્રકટ્યા વિના સાચા સાધુ બની શકાતું નથી, છત્ર હોય તે જ ઢેડુની કિ'મત છે, નહિ તે ‘ જલ્દી કરેા, વખત જાય છે’ એમ કહીને તેને બાળી મૂકવામાં આવે છે. સુકૃત કરવામાં આવે તે જ આત્મા શેાલે છે, નહિ તેા દુષ્ટ રીતે વર્તતે આત્મા પાતે જ પોતાને વૈરી છે, અને ધન ન હોય તેા ગૃહસ્થનુ ઘર શાલતું નથી. કહા કે તે સ્મશાન તુલ્ય ગણાય છે.
""
અને તેથી જ નીતિકારોએ કહ્યું છે કે
"वरं वनं व्याघ्रगणैर्निषेवितं द्रुमालये पत्रकलैश्च भोजनम् । तृणैश्च शय्या वसतं च वल्कलं, न बन्धु मध्ये धनहीन जीवितम् ॥"
વાઘથી ભરેલા વનને સેવવું સારું, જંગલમાં રહીને પત્ર અને લથી નિર્વાહ કરવા સારા, ઘાસની પથારી પર સૂઈ રહેવું સારું, વસ્ત્રોમાં છાલનાં કપડાં પહેરવાં સારાં, પરંતુ સગાંવહાલાંની વચ્ચે ધન વિના રહેવું સારું નહિ,
કામવડે સ્પસુખ, રસસુખ, ગધસુખ, વસુખ અને શબ્દસુખ માણી શકાય છે. સુંવાળી પથારી, સુંવાળા વસ્ત્રો, સુંદર ગાદીતકિયા, સારું રાચરચીલું, વીજળીના પંખા, છત્રી,