________________
બીજું :
ક ૧૯
સફળતાની સીડી ઈષ્ટ પરિણામનું સૂચક છે, તેથી જે ક્રિયા કે જે પ્રવૃત્તિ, લાભવાળી હોય, ઈષ્ટ પરિણામને લાવનારી હોય તે સફલ કહેવાય છે અને જે ક્રિયા કે જે પ્રવૃત્તિ લાભ વિનાની હોય, ઈષ્ટ પરિણામ લાવવાને અસમર્થ હોય, તે નિષ્ફલ કહેવાય છે.
એક વિદ્યાથી વિદ્યાભ્યાસ કરીને ઊંચા કમે ઉત્તીર્ણ થાય તે સફલ થયે ગણાય છે અને ઉત્તીર્ણ ન થાય તે નિષ્ફળ થયો ગણાય છે. એક ખેડૂત ખેતી કરીને સારું અનાજ પકવી શકે તે સફલ થયે ગણાય છે અને કાંઈ અનાજ પકવી ન શકે તે નિષ્ફલ થય ગણાય છે. એક વકીલ પિતાના અસીલને કેસ ચલાવીને જિતી જાય તો સફલ થયે ગણાય છે અને હારી જાય તે નિષ્ફળ ગયે ગણાય છે. તે જ રીતે એક મનુષ્ય પુરુષાર્થ કરીને મનુષ્યને સફલ કરી શકે તે સફલ થયે ગણાય છે અને તેમ ન કરી શકે તે નિષ્ફલ થયે ગણુય છે.
સીડી એટલે ચડવાનું સાધન. સીડી એટલે ક્રમિક પગથિયાં. સીડી એટલે વ્યવસ્થિત સોપાનમાળા.
એટલે જે સાધન વડે, અથવા જે પગથિયાનું ક્રમશઃ અવલંબન લઈને અથવા તો જે પાનમાળાની વ્યવસ્થાને અનુસરવાથી મનુષ્ય પિતાને પ્રાપ્ત થયેલા અતિદુર્લભ મનુષ્યત્વનું સાર્થક્ય કરી શકે તે સફલતાની સીડી છે.
તાત્પર્ય. સફલતા શબ્દ અહીં મનુષ્ય જીવનની સાચી સફલતા કે જે પરમાનંદ વડે પ્રાપ્ત થાય છે, તેને ઘાતક છે અને સીડી શબ્દ, મનુષ્ય પરમાનંદની પ્રાપ્તિ માટે કરવા જોઈતા પુરુષાર્થને