________________
ધમધ-ગ્રંથમાળા કે તેથી પંથ જલ્દી કપાય છે. ખાટલો પાટીદાર હોવા જોઈએ કે જેથી સૂવા ટાણે આરામ મળી શકે. નિશાળીઓ પાટીદાર હવે ઘટે કારણ કે પાટી વિના તે ભણી શકે નહિ. અને સરદાર પાટીદાર હોય તે જ માન પામે કારણ કે પાટી વિનાનાજાગીર વિનાના સરદારને સમાજમાં કાંઈ જ પડતો નથી.
સામાન્ય અર્થ. સફળતાની સીડીને સામાન્ય અર્થ એ છે કે “સફલતા માટેની સીડી.” “સફલતા મેળવવા માટેની સીડી” અથવા સફલતા જેનાથી મેળવાય તે પ્રકારની સીડી.” જેમ પાણીના ઘડાને અર્થ પાણી ભરવાનો ઘડે છે, જેમ અથાણુની બરણી નો અર્થ અથાણું ભરવા માટેની બરણી છે અને પૂજાના ઓરડાનો અર્થ પૂજા કરવા માટેનો ઓરડો છે, તેમ અહીં સફળતાની સીડીને અર્થ સફળતા મેળવવા માટેની સીડી છે.
વિશેષ અર્થ. સફલતા એ કાર્ય કે પરિણામ છે અને સીડી એ કરણ કે સાધન છે, તેથી સફલતારૂપી પરિણામ લાવનારું જે સાધન તે સફળતાની સીડી છે.
જેમ મલિનપણનો ભાવ કે મલિનત્વ એ મલિનતા છે, જેમ સાક્ષરપણાને ભાવ, કે સાક્ષરત્વ કે એ સાક્ષરતા છે અને જેમ દક્ષપણને ભાવ કે દક્ષત્વ એ દક્ષતા છે, તેમ સફલપણને ભાવ કે સફલત્વ એ સફલતા છે. - સફલ શબ્દ બે પનો બનેલો છે. ૪+૪. તેમાં “ક” પદ સહિતપણાનો અર્થ બતાવે છે અને “ઢ” પદ લાભ કે