________________
ધર્મબોધ-ગ્રંથમાળા : ૨૦ :
* પુપ પ્રતિપાદક છે. એટલે જે પુરુષાર્થ વડે પરમાનંદની પ્રાપ્તિ થાય એ સફળતાની સીડી છે.
પુરુષાર્થના પ્રકારે. આપણે આપણા જીવન દરમિયાન જે કાંઈ પુરુષાર્થ કરીએ છીએ તેને બે વિભાગમાં વહેંચી શકાય. એક તે સાંસારિક સુખને માટે થતો અને બીજો આધ્યાત્મિક ઉન્નતિને માટે તે. તેમાં પ્રથમ પુરુષાર્થનું પ્રયોજન “અર્થ ” અને “કામ” હોય છે, તથા બીજા પુરુષાર્થનું પ્રયોજન “ધર્મ ” અને “મેક્ષ' હોય છે.
અર્થ અને કામ. અર્થ વડે ખાનપાન મેળવી શકાય છે, વસ્ત્ર–અલંકાર મેળવી શકાય છે, મંદિર-મહેલ અને બાગબગીચા મેળવી શકાય છે તથા યશ, કીર્તિ અને અધિકાર પણ મેળવી શકાય છે. વળી દાસદાસીઓ, નોકરચાકર, સેવકસેવિકાઓ તથા સ્ત્રીઓ પણ મોટા ભાગે તેને જ આધીન હોય છે. કહ્યું છે કે" तावन्माता पिता चैव, तावत् सर्वेऽपि बान्धवाः । तावद्भार्या सदा हृष्टा, यावल्लक्ष्मीः स्थिरा गृहे ॥"
માતાપિતા ત્યાં સુધી જ માન રાખે છે, સગાંવહાલાં ત્યાં સુધી જ સ્નેહ રાખે છે અને સ્ત્રી પણ ત્યાં સુધી જ હરખાયેલી રહે છે કે જ્યાં સુધી લક્ષ્મી ઘરમાં સ્થિર હોય છે.” "नयेन नेता विनयेन शिष्यः, शीलेन नारी प्रशमेन साधुः । जीवेन देहः सुकृतेन देही, वित्तेन गेही रहितो न किञ्चित् ।।"