Book Title: Safaltani Sidi
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 39
________________ ધમધ-ચંથમાળા કર : માટે લેકના મનમાં ઊંડે આદર હોય છે અને જેના સાધુત્વ વિષે કઈ જાતની શંકાનું કારણ હતું નથી તેવા મનુષ્યને પણ તેઓ “ભામટા” “લેભાગુ” “ડળઘાલ” અને “બદમાશ” કહેવાની હદ સુધી પહોંચી જાય છે! આથી વધારે વચનકર્ક, શતા બીજી કઈ હોઈ શકે ? લક્ષમીની સાથે આવનારો પાંચમે દુર્ગણ હલકી કેટિના માણસે પ્રત્યેનો પ્રેમ છે. મનુષ્ય પાસે પૈસા થવા લાગ્યા કે તેની આસપાસ લેભી, લાલચુ અને ખુશામદખેરેની જમાત એકઠી થવા લાગે છે. આ “હાજી હા” કરનારની ટળી દિવસને રાત અને રાતને દિવસ કહેતાં પણ અચકાતી નથી ! તેઓ દરેક વાતમાં એક જ પ્રતિપાદન કરતા હોય છે કે “આપ જેવા આ જગમાં કે ઈશાણું નથી.” “આપ જેવા આ જગમાં કઈ બુદ્ધિમાન નથી.” “આપ જેવા આ જગતમાં કઈ દાની નથી.” “આપ ગુણવંત છે, બહાદુર છે, વીર છે, પરાકમી છે, અને દેવને પણ ટપી જાઓ તેવા તેજસ્વી અને ભાગ્યવાન છે. લક્ષ્મીવંતને આવી ચાપલુસીભરી વાત ગમવા લાગે છે, કારણ કે તેનાથી તેમના અભિમાનનું પોષણ થાય છે. અને તેથી તેમની પાસે સાચાબોલા, વફાદાર કે ડાહ્યા માણસેનું સ્થાન ઝપાટાબંધ ઘટતું જાય છે. વફાદાર મુનિમ. એક લક્ષમીનંદને મરતી વખતે પિતાના વફાદાર મુનિમને કહ્યું કે “હું મરતી વખતે મારી પાસે એટલું ધન મૂક્ત જાઉં છું કે મારી સાત પેઢી સુધી પણ તે ખૂટશે નહિ. પણ

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82