Book Title: Safaltani Sidi
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 18
________________ બીજું : : ૧૧ સફળતાની સીડી પરિણામે ઘણાં જ ખતરનાક છે. આ ભયંકર વ્યસનને લીધે સુખમય સંસાર સળગી જાય છે, પૈસો ટકો પલાયન થાય છે, શરીર પાયમાલીના પંથે પડે છે અને મન સદા વ્યાકુળ રહે છે. | દારૂડિયાની હાલત કેવી કરુણ થાય છે, તે છાતીએ કતરી રાખવા જેવું છે. તેઓ ઠેકાણે-કઠેકાણે ગમે ત્યાં પટકાઈ પડે છે, તેમનાં ફાટી રહેલાં મોઢામાં કૂતરાઓ પેશાબ પણ કરી જાય છે ! દારૂની લતે ચડનાર મનુષ્ય જુગાર, ચેરી અને વ્યભિચાર જેવા મહાન દુર્ગણમાં સરલતાથી ફસાઈ જાય છે, તેથી ઉન્નત વિચારો અને ઉન્નત આચારને અપનાવવાનું તેમને માટે અશક્ય બને છે. તેથી જ તે માનવ જીવનને નિષ્ફળ બનાવનાર “મદિરાપાન કરશે નહિ.” (૫) પરસેવન કરશે નહિ. પંચની સાક્ષીએ જે સ્ત્રીનું પાણિગ્રહણ કરવામાં આવ્યું હોય તે સિવાયની કોઈ પણ સ્ત્રીને સમાગમ કર એ પરસ્ત્રીગમન છે. એનાં ભયંકર પરિણામે કેવાં આવે છે, તે જાણવા માટે લંકાપતિ રાવણનું દષ્ટાંત વિચારવું જોઈએ. તે અનેક વિદ્યાને જાણકાર હતો, મહાન બળિયે અને પરાક્રમી હતો, પરંતુ આ એક જ કુલક્ષણથી અધઃપતનની ઊંડી ગર્તામાં સરી પડશે અને કાયમને માટે કાળી ટીલી લઈને આ જગતમાંથી વિદાય થશે. | ગુજરાતના વાઘેલા રાજા કરણને પણ આ જ નાદ લાગે હતો. પ્રધાનની સ્વરૂપવંતી સ્ત્રીએ તેના મનને પરાધીન બનાવ્યું હતું. આ કારણે તેણે જે ઉપાય લીધા અને પરિણામે માધવે

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82