________________
પુ,
ધિમાળા : ૧૦: - આ જગમાં ખાવાની વસ્તુઓ કયાં ઓછી છે કે મનુષ્ય માંસભક્ષણ કરવું જોઈએ? જે મનુષ્ય એમ માને છે કે માંસભક્ષણથી જ શારીરિક બળની વૃદ્ધિ થાય છે, તેમણે ગૂર્જરેશ્વર કુમારપાળ તથા મંત્રીશ્વરો વસ્તુપાલ-તેજપાલ, વિમલશા, ભામાશાના દાખલાઓ વિચારવા કે જેઓ નિર્માસાહારી હેવા છતાં, અનેક લડાઈઓમાં વિજય મેળવી પરાક્રમી તરીકે પંકાયા. પશુઓમાં હાથી, અશ્વ અને સાંઢની શકિત તપાસવી જોઈએ. જીવનમાં કઈ પણ વાર માંસભક્ષણ ન કરવા છતાં તેમનામાં કેટલી બધી તાકાત હોય છે? આ વાતની વિરુદ્ધ કદાચ એમ કહેવામાં આવે કે હાથી, અશ્વ અને સાંઢ બળવાન છે, પણ તેને નિત્ય માંસાહાર કરનારે સિંહ મારી શકે છે, માટે વનસ્પતિના આહાર કરતાં માંસાહાર વધારે તાકાતવાળે છે. પરંતુ આમ કહેવું યથાર્થ નથી, કારણ કે કેટલીયે વાર હાથીઓએ સિંહ, વાઘ અને દીપડાને પગ તળે ચગદીને સૂંઢવડે ચીરી નાંખ્યાના દાખલાઓ બનેલા છે. વળી ગીરની ભેંસોથી સિંહ બીએ છે, એટલે કે તેને છેડવાની હિમ્મત કરી શકતા નથી. તેથી માંસાહારથી જ બળવૃદ્ધિ થાય છે, એમ માનવું નિરર્થક છે.
વળી માંસાહારથી જડતા વધે છે, તમે ગુણ વધે છે, મનનાં પરિણામે જલદી હિંસક થાય છે અને વિચારોની સૂક્ષ્મકોટિ સુધી પહોંચી શકાતું નથી. માટે “માંસ-ભક્ષણ કરશે નહિં,
(૪) મદિરાપાન કરશે નહિ. દારૂ, સુરા, વારુણ, સમરસ, કાદંબરી કે એવાં જ બીજા અન્ય નામે ઓળખાતા માદક પદાર્થોનું સેવન કરવું તે મદિરાપાન છે, જેનાં સામાજિક, આર્થિક, શારીરિક અને માનસિક