Book Title: Safaltani Sidi
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 21
________________ ધમધ-થથમાળા : ૧૪૩ શુ અધિકાર છે? શું આપણને જીવવું ગમે છે અને તે પ્રાણીએને જીવવું ગમતું નથી તે પછી અન્યાયને આચરવાને અર્થ શું? વળી જે પશુઓ મૂંગા છે, તૃણને આહાર કરનારાં છે અને નદી-નાળાં તથા ઝરણાનાં પાણી પીનારાં છે, તેને ગળી કે તીરનું નિશાન બનાવવામાં કઈ જાતની બહાદુરી સમાયેલી છે? ધિક પડે એ પુરુષાર્થને કે જે અશરણ મૂંગા પ્રાણીઓનું નાહક બલિદાન લે છે અને તેના કરનારને પાપથંકમાં રગદેવે છે! તેથી જ “શિકારના છંદે ચડશે નહિ.” ભેંયતળિયું આ રીતે મહામેંઘા માનવભવને નિષ્ફલ બનાવનારી નાપાક નસરણી સાત પગથિયાંની બનેલી છે કે જેના પરથી હૃદય ઉઠાવી લીધા વિના સફળતાની સીડી પર આરોહણ કરી શકાતું નથી, એટલું જ નહિ પણ સફલતાની સીડીને ટેકવવાનું ભૈયતળિયું જ પ્રાપ્ત થતું નથી. - ભેંયતળિયું નરમ હોય તે સંભવ છે કે તેના પર ગઠવાયેલી સીડી અંદર ઉતરી જાય; ભેંયતળિયું પિચું હોય તે સંભવ છે કે તેના પર ગોઠવાયેલી સીડી આડીઅવળી ખસી જાય. તેથી સીડી ગોઠવનારે ભેંયતળિયું સખત અને મજબૂત હેય તેની પૂરી ખાતરી કરી લેવી જોઈએ. ઉપર જણાવેલી નિગ્રંથ મહર્ષિઓની સાત આજ્ઞાનું પાલન આવું સખત અને મજબૂત જોયતળિયું પૂરું પાડે છે.

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82