________________
ધિમધ-ગ્રંથમાળા
કપુપ જે રીતે તેને બદલે લીધે. એ આપણે ઇતિહાસની એક કમનશીબ કરુણ કહાણી છે. એ પરસ્ત્રીલંપટ કરણના પાપે જ ગરવી ગુજરાત પર અલ્લાઉદ્દીનને ખૂની પંજે પડે અને તેણે કાયમને માટે પોતાનું સાર્વભૌમત્વ ગુમાવી દીધું.
જેવી આપણી મા દીકરીએ તેવી જ બીજાની મા દીકરીઓ. જે આપણે બીજી સ્ત્રીઓ તરફ કુદષ્ટિ કરીએ, તે બીજા આપણી સ્ત્રી પર કુદષ્ટિ કરે એ સ્વાભાવિક છે. એટલે સ્વાર્થરક્ષાની ખાતર પણ મનુષ્યએ આ બદીમાંથી મુક્ત થવું જોઈએ.
પારકા ભાણે મેટે લાડ” એ મનુષ્ય-સ્વભાવની નબળાઈનું પ્રતિબિંબ છે. ઘરની સ્ત્રી પવિની જેવી હોવા છતાં સુંદર લાગતી નથી અને બીજાની કુવડ જેવી સ્ત્રી પણ સુંદર લાગે ! ! ખરેખર ! મનુષ્યની મૂઢતાને કઈ છેડે જ નથી.
ગૃહસ્થાશ્રમની દૃષ્ટિએ લગ્નની પ્રણાલિકાએ મનુષ્યને જાતિય જીવન માટે જે વ્યવસ્થા કરી આપેલી છે, તેમાં સંતોષ માને અને તે સંબંધોને પણ ઉત્તરોત્તર સંયમની ઉચ્ચ ભૂમિકાએ લઈ જવા એમાં મનુષ્યનું શ્રેય છે, જીવનનાં કલ્યાણના અંશે છે, એમાં જીવતરની સફલતાનાં બીજે છે. તેથી પરસ્ત્રીગમન કરશે નહિ.”
(૬) વેશ્યાગમન કરશે નહિ. દેહવિક્રયનો ધધ કરનારી જે સ્ત્રીઓ તે વેશ્યાના નામથી ઓળખાય છે, તેમના છંદમાં પડવું એ વેશ્યાગમન કહેવાય છે. એ જાતના છંદમાં પડતાં પહેલાં તે પૈસાની ખુવારી ખૂબ થાય છે, બીજું અનેક જાતના ચેપી રેગે લાગુ પડે છે, ત્રીજું