Book Title: Safaltani Sidi
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 20
________________ બીજું: ૧ ૧૩ સફળતાની સીડી સામાજિક પ્રતિષ્ઠાને નાશ થાય છે, ચોથું ગૃહજીવનમાં આગ ઊઠે છે અને પાંચમું પરલોકનું હિત બગાડે છે. જે સ્ત્રીને ચેરચખાર, ભાંડભવાયા, મવાલીગુંડા અને બદમાશ બેવકૂફેએ ભેગવી હોય તેને પુનઃ ભેગવવામાં કઈ જાતનું શાણપણ છે? જે સ્ત્રી કૃત્રિમ હાવભાવ અને બાહ્ય દેખાવથી મનુષ્યને પ્રથમ પ્રલોભન આપીને તેને રસકસ ચૂસી લે છે અને તે કસ વિનાને થયે તેને હરાયા ઢેરની જેમ હાંકી કાઢે છે, તેના સ્નેહમાં પડવામાં કઈ જાતનું ડહાપણ રહેલું છે ? ક્ષણિક વિષયતૃપ્તિ માટે ધન, આબરૂ અને ધર્મની આહુતિ આપવી એ કેટલા અંશે વ્યાજબી છે, તેને વિચાર પ્રત્યેક સુજ્ઞ મનુષ્ય તટસ્થભાવે કરી લેવું ઘટે છે. વેશ્યાગમન કરનાર પૂરો પરાધીન બને છે, મલિન જીવનમાં સબડ્યા કરે છે અને ઉચ્ચ આદર્શોથી રહિત થાય છે, તેથી વેશ્યાગમન કરશે નહિ.” (૭) શિકારના છેદે ચડશે નહિ. શિકારને શેખ એ નિર્દયતાની સૂચક એક બૂરી લત છે. મનુષ્ય એકવાર તે નાદે ચડો કે પછી તેને વારંવાર શિકાર ખેલવાનું મન થયા જ કરે છે. તેમાં કેટલીક વાર તે પ્રાણુની આહુતિ પણ આપવી પડે છે, અનેક શિકારીઓના દેહને વાઘ-વરૂઓએ ફાડી ખાધાના દાખલાઓ ઈતિહાસના પાને મોટી સંખ્યામાં સેંધાયેલા છે. * શિકારને છંદ કઈ પણ રીતે વ્યાજબી નથી, આપણા શેખની ખાતર એક નિર્દોષ પ્રાણને જાન લેવાને આપણને

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82