________________
: : ૨ : સફલતાની સીડી.
“સફલતાની સીડીને વાસ્તવિક અર્થ શું છે, તે સમજી લેવાની જરૂર છે, કારણ કે જુદા જુદા હેતુઓ ધરાવનારાઓ એક જ વાકય કે એક જ શબ્દનો અર્થ જુદી જુદી રીતે કરે તે બનવા ચગ્ય છે. આ વાતને વધારે સ્પષ્ટ ખ્યાલ નીચેના ઉદાહરણે પરથી આવી શકશે.
ભીલ રાજાની ત્રણ રાણુઓ. એક ભીલ રાજા પિતાની ત્રણ રાણુઓને સાથે લઈને દરના કોઈ ગામ તરફ જઈ રહ્યો હતો. તે વખતે એક રાણીએ કહ્યું“હે નાથ ! મને બહુ તરસ લાગી છે, માટે પાણી લાવી આપે. બીજી રાણીએ કહ્યું: “હે સ્વામી ! મારાથી હવે ભૂખે રહેવાતું નથી, માટે કેઈક પ્રાણીને શિકાર કરે.” અને ત્રીજી