________________
ઉમાધ-માળા જન મળવાને લીધે તે મેટે ચાર બને અને ચોરીના કામમાં જ ખરી બહાદુરી માનવા લાગ્યો. એમ કરતાં તેણે ચેરેની એક ટૂકડી જમાવી અને તેની મદદથી અવારનવાર મોટાં ખાતર પાડવા લાગ્યું. તેની આ રંજાડથી શહેરમાં બૂમ ઊઠી કે “કઈ માટે ચાર પામે છે, નહિ તે અવારનવાર તાળાં કેમ તૂટે અને ખાતરે કેમ પડે?” આ બૂમાટાને લીધે રાજ્યના કર્મચારીઓ સાવધ બન્યા અને ચેરને પકડી પાડવા માટે વિવિધ પ્રયાસ કરવા લાગ્યા.
માણસ ગમે તેવો હોંશિયાર અને કાબેલ હોય તે પણ કઈક વાર ભૂલ કરે છે, એટલે આ વિધવા-પુત્ર એક વાર પિતાની ભૂલને લીધે આબાદ સપડાઈ ગયે અને તેને ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવામાં આવ્યું. તેના પર ઘર ફાડવાના, ગાઈ કરવાના, ચોરી કરવાના એમ અનેક જાતનાં તહોમતે હતાં, એટલે ન્યાયાધીશે તેને ફાંસીની શિક્ષા ફરમાવી.
ફાંસીએ લટકાવતાં પહેલાં સામાન્ય રીતે દરેક ગુનેગારને પૂછવામાં આવે છે કે “તેની છેલ્લી ઈચ્છા શું છે? તે મુજબ આ વિધવા-પુત્ર ચેરને પણ પૂછવામાં આવ્યું કે “તારી છેલ્લી ઈરછા શું છે?” તે વખતે એ વિધવા-પુત્ર ચેરે કહ્યું કે મારી છેલ્લી ઈચ્છા મારી માને ચરણસ્પર્શ કરવાની છે, માટે તેને અહીં હાજર કરે. રાજ્યાધિકારીઓએ તે વાતને અમલ કર્યો અને તેની માતાને હાજર કરવામાં આવી. તે વખતે આ વિધવાપુત્ર ચરણસ્પર્શ કરવાના બહાને તેની નજીક ગયો અને તેનું નાક કરડી ખાધું ! - આ જોઈ સર્વત્ર હાહાકાર થયો અને પૂજ્ય માતાને