Book Title: Prabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 31
________________ Regd. No. MH. By South 54 Licence No. : 37 પ્રબુદ્ધ જીવન પ્રભુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૪૨ : અંક : ૪ મુંબઈ, ૧૬ જૂન, ૧૯૭૯, શનિવાર વાર્ષિક લવાજમ રૂ. ૧૫, પરદેશ માટે શિલિંગ : ૪૫ મુંબઈ જૈન યુવક સંધનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ રૂ. ૦-૭૫ તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહે સેકસ ઋતુભૂરા વિશ્વ વિદ્યાપીઠ (મૂળ શકિતદળ) ‘શકિતદલ’ના નામે માસિક પ્રકટ કરે છે. તેમાં, તેના તંત્રી શ્રી પૂર્ણિમાબહેન પકવાસાના લખાણો દીદીની ચિઠ્ઠી એ નામે પ્રકટ થાય છે. શકિતદળના ફેબ્રુઆરી ૧૯૬૦ ના અંકમાં સેક્સ : ડાયરીના પાનાં’ એ મથાળે તેમનું લખાણ પ્રકટ થયું હતું. જે વાંચી મને આશ્ચર્ય થયું એટલે મે તેના જવાબ લખી મોકલ્યો. મારો જવાબ શકિતદલના એપ્રિલ – મે ના અંકમાં પ્રકટ થયા છે. તે સાથે બહેન મૂર્ણિમાબહેનના લખાણનું સમર્થન કરતાં બીજા બે લખાણ, એક જમનાદાસ લાદીવાલા અને બીજું હરજીવન થાનકીના પ્રક્ટ થયા છે. એ બધા લખાણા, પૂર્ણિમાબહેનનું મૂળ લખાણ અને મારો જવાબ તથા જમનાદાસ લાદીવાલા હરજીવન થાનકીના લખાણા અહીં પ્રકટ કર છું. અને પૂર્ણિમાબહેનનું લખાણ મેં વાંચ્યું ત્યારે મને લાગતું હતું કે, તેમાં રજનીશની છાયા છે. પછી પૂર્ણિમાબહેને મને તેમની ડાયરી વાંચવા આપી ગયા તે ઉપરથી જાણ્યું કે, તેમની ડાયરીમાં એ નોંધ તેમણે ૫-૧૨-૬૮ ને દિને કરી છે. તેમાં જણાવ્યું છે કે: “શ્રી જૈન યુવક સંધને આશ્રયે યોજાયેલી વ્યાખ્યાનમાળાનાં છેલ્લે દિવસે આચાર્ય રજનીશનું ‘પ્રેમતત્ત્વ’ ઉપર વ્યાખ્યાન હતું . વ્યાખ્યાન દરમ્યાન એમણે સેક્સના વિચારને ઘણી વિશદતાથી ચર્ચો હતો. જો કે સ્કૂલ સેકસનો પુન: પુન: ઉલ્લેખ જરા અરુચિકર લાગ્યો. પણ એ બાબત જેમ વિચારતી ગઈ, તેમ ઊંડાણ સધાતા ગયા, નવા નવા પેનારમાં સ્પષ્ટ થતા ગયા.” પછી તેમનું લખાણ આવે છે. તે ભ્રમ રજનીશનું એ વ્યાખ્યાન સંવત્સરીને દિવસે હતું. સાંભળ્યા પછી રજનીશ વિષે પરમાનંદભાઈના ભાંગી ગયો અને ત્યાર પછી તેમણે રજનીશને ફરી આમંત્રણ ગાર્યું નહિ. પૂર્ણિમાબહેનને નવા નવા પૅનારમા સૂઝયા. મને લાગે છે તે સમયે તેમણે પેાતાની ડાયરીમાં જે નોંધ કરી તે મોટે ભાગે રજનીશે પોતાના વ્યાખ્યાનમાં જે કહ્યું તેને સાર હશે. ૧૯૬૮ માં કરેલ આ નોંધ ૧૯૭૯ માં પ્રકટ કરી તે ઉપરથી હું એમ માનું છું કે એ વિચારો હજુ કાયમ હશે, કદાચ વધારે દૃઢ થયા હશે, તેના સમર્થનમાં આધ્યાત્મના અભ્યાસી લેખાતા જમનાદાસ લાદીવાલાએ લખાણ આપ્યું તેથી મને લાગે છે આવા વિચારોને ફેલાવા થાય તે ઈષ્ટ માનવામાં આવતું હશે . હું આધ્યાત્મના અભ્યાસી નથી. અધ્યાત્મના અનુભવ મને નથી. પૂર્ણિમાબહેન અને જમનાદાસભાઈ અધ્યાત્મનું શિક્ષણ આપવા વર્ગીય ચલાવે છે. રજનીશના વિચારો ઘણાં જ આગળ વધ્યા છે અને સંભાગમાંથી સમાધિ સુધી પહોંચ્યા છે. મારા વાંચન અને અલ્પ અનુભવથી હું આ વિચારોને હાનિકારક માનું છું. કામમાંથી ધર્મ કે આધ્યાત્મ પેદા ‘થાય એવું કોઈ ધર્મે કહ્યું હોય તેમ હું જાણતો નથી. બલ્કે, બુદ્ધ, મહાવીર, ગીતા વગેરે બધા મહાપુરુષો અને ધર્મગ્રંથોએ કામને, ધર્મ કેઅધ્યાત્માનુભૂતિ માટે બાધક માન્યો છે. ગીતામાં કહ્યું છે. (વિનાબાજીની ગીતાઈમાંથી ટાંકું છું.) ધ્યાન વિષયોનું ધરે લાગતા સત્સંગ તેહની, સંગથી જન્મે કામ, કામથી ક્રોધ નિશ્ચિત ક્રોધમાં મોહના મૂળ માહથી, સ્મૃતિલાપ છે. • બુદ્ધિનાશ સ્મૃતિ ાપે, એટલે સર્વનાશ છે. બુદ્ધ અને મહાવીરે પણ એ જ કહ્યું છે. આ અનુભવની વાણી છે, સનાતન સત્ય છે. વર્તમાન સમયમાં છે. આવા વિચારો જુનવાણી માનવામાં આવે નવી પેઢીને આ નવા વિચારોનું ઘણું આકર્ષણ છે. ફ્રોઈડે આ વિચારોને ફેશનેબલ બનાવ્યા. આધ્યાત્મ અને સેક્સને જોડી દઈએ એટલે આ વિચારોને ઘણુ પાષણ મળે છે. કોઈ સ્વતંત્ર રીતે વિચારે તે માટેઆ લખાણો અહીં પ્રકટ કર છું. સૌ ૧૨-૬-૭૯ -ચીમનલાલ ચકુભાઈ સેકસ : ડાયરીના પાનાં પ્રિય બહેન, સભ્ય અને સંસ્કૃત સમાજ માટે ભારે આઘાતજનક ભયપ્રદ અને પડકારરૂપ બનેલા આ શબ્દવાળું મથાળું વાંચીને સંકોચ અનુભવવાના સંભવ છે. પરંતુ આ શબ્દ હવે એટલા સામાન્ય બની ગયો છે કે સાહિત્યમાં તેમજ મિત્રમંડળમાં તે વિષે છૂટથી ચર્ચાઓ થાય છે. તે છતાં જ્યારે વ્યાખ્યાનમાં તે વિષયની છણાવટ થાય છે, અને તેમાંયે ધાર્મિક તહેવારોનાં ઉપલક્ષ્યમાં યોજાતા વ્યાખ્યાનોમાં આ વિષયને ચર્ચવામાં આવે છે ત્યારે ઘણાં લોકોનાં મન ઊઁચા થાય, અને નાપસંદગીના ભાવ વ્યક્ત થતા હોય છે. આ બાબતના સૂક્ષ્મતા સાથે વધારે સંબંધ છે. સ્થૂળ સેકસના ઉલ્લેખ અરુચિકર લાગે છે. આ વિષય પર જેમ જેમ વધારે વિચાર ચિંતન થયું, તેમતેમ ઊંડાણ સધાતાં ઘણા નવા નવા પેનેરમા સ્પષ્ટ થતા ગયા . વિચારની એક ભૂમિકામાં ચારે બાજુ દષ્ટિ કરતાં ચોમેર સ્થૂળ અને સૂક્ષ્મ સેક્સ સિવાય કશું દેખાયું નહીં, અધિકાંશ બધે દિવ્ય સેક્સની જ વિસ્તાર લાગ્યો. સૌપ્રથમ તો સ્થૂળને સૂક્ષ્મ ભેટે છે ત્યારે જ જ્ઞાનનો ઉદય થાય છે. તે સેકસ થઈ ખરી કે નહીં? તેવો વિચાર આવ્યા. આવા ઘણાં ઘણાં યુગલો આપણી દષ્ટિસમીપ અને અનુભવમાં આવે છે. ઉદાહરણાર્થે અશાંતિ - શાંતિ, પ્રકૃતિ - પુરુષ, જડ – રચૈતન્ય, અસત્ય - સત્ય, અંધકાર પ્રકાશ, અજ્ઞાન - શાન, અણુ - શકિત, આદિ આદિ આ બધામાં સતત સૅકસની પ્રક્રિયા ચાલ્યા જ કરતી રહે છે. વિર્ચારોનાં ઊંડાણમાં જતાં અને સૂક્ષ્મ ભૂમિકા સધાતાં આ બધાનું બહુ જ સ્પષ્ટ રીતે દર્શન થાય છે, અને અનુભવ પણ થાય છે. અને ત્યારે આપણી સામે વિરાટ પેનારમા જાણે પોતાને સ્પષ્ટ કરતા હાય, પાતાને વ્યક્ત કરતો હોય, ખુલી જઈને જાણે પોતાનાં રહસ્યોને છતાં કરતા હોય તેવા અનુભવ થાય છે. સ્થૂળ અને સૂક્ષ્મ બેઉ પ્રકારોનું તાતાની રીતે મહત્ત્વ છે. છતાં આપણી દષ્ટિમાત્ર સ્થૂળ પર જ હોય છે. કારણકે સૂક્ષ્મમાં ઊંડા ઉતરવાની અને એ રીતે જોવાની દૃષ્ટિ સાંપડીનથી. અને તેથી જ આપણી પાસે સંતુલિત મન નથી, અને એ અસંતુલિત મન

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158