Book Title: Prabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 117
________________ (6) તા. ૧૬-૧-૯ બુલ કવન શિષ્યો તેમને ભારે આદર કરતા, તેમને પૂછતા, છતાં ગુર્દજિયેફ પોતાને “ભગવાન” મનાવવા ઈચ્છતા ન હતા. બુદ્ધની જેમ પોતે સામાન્ય માનવી છે– સરેરાશ માનવીથી ભલે એકાદ અંગુલ ઊંચો એ સામાન્ય માનવી છે એમ ભારપૂર્વક જણાવતા. ધુમ્રપાન કરતા, દારૂ ઢીંચતા અને બીજા બધાને એમ કરવા પ્રેરતા. જાતીય વ્યવહારમાં પણ તે નિરંકુશ હતા. પત્નીના અવસાન પછી ગુર્દેજિયેફે તરત એક મિસ્ટ્રેસ રાખી હતી તથા જે શિષ્યા અનુકૂળ હોય તેની સાથે વિહાર કરવામાં સંકોચ અનુભવતા નહિ. ગુર્જફિ એટલું સમજતા હતા કે કુદરતના કેટલાક ગુપ્ત કાનુને પ્રવર્તે છે અને આપણે પરિસામે ભેગવ્યા વિના સ્વૈર વિહાર કરી શકીએ નહિ. પરિણામે ભેગવવાં જ પડે છે, કયારેક સારાં કયારેક માઠાં. તેમાંથી છૂટી શકતું નથી. જૈન અને હિન્દુ દર્શનના કર્મવાદની જ આ વાત થઈ. કરે તેવું ભોગવે. આ પાયાની વાત જગતમાં જે સાર્વત્રિક રીતે સમ જાય અને સ્વીકારાય તે ગુનાખેરી નામશેષ બની રહે. ગુજિયેફના મૃત્યુ પછી તેમના શિષ્યો ગુપ્તતાના સોગંદથી મુકત થયા અને ૧૯૫૦માં તેના મુખ્ય શિષ્ય આઉસ્પેન્ઝીના ગ્રંથ 'ઈન સ ઓફ ધ મિરેક્યુલસીના પ્રકાશન પછી જ બાહ્ય જગતને ગુÉજિયેફ અને તેના તત્ત્વ દર્શનની ઝાંખી થઈ. ગુર્ઘજિયેફ અલબત્ત એમ માનતા કે ગ્રંથે વાંચ્યું જ્ઞાન ન મળે. બેનેટ ગુર્દેફિને પહેલીવાર મળ્યા ત્યારે બેનેટે તેમને પોતે ઉપજાવેલા પાંચમા પરિમાણની વાત કરી હતી. વિશ્વના રહસ્યને એથી તાગ મળતો હતો. ગુર્દષેિકે ત્યારે તેને જવાબમાં કહેલું: ‘તમારી ધારણા બરાબર છે. ઉચતર પરિમાણ અથવા વધુ ઉચ્ચતર ક્ષેત્ર છે જયાં માનવીનાં ઉચ્ચતર બુદ્ધિકૌશલ નિર્ણપણે પ્રવર્તે છે. પણ સિદ્ધાંતિક રીતે આ ક્ષેત્રના અભ્યાસને અર્થ શો? ધારો કે પાંચમું પરિમાણ ખરેખર પ્રવર્તે છે એ વાત તમે ગાણિતિક રીતે સિદ્ધ કરી શકયા, પણ જયાં સુધી તમે આ દુનિયામાં છો ત્યાં સુધી તેને તમને શો ઉપયોગ છે?” - ગુર્દેજિયેફને આ પાંચમાં પરિમાણ તરફની યાત્રા કઈ રીતે કરી શકાય તેમાં વધુ રસ હતે. - હિંમતલાલ મહેતા તેમને ધમકાવ્યા અને હવે જયાં ગાડી ઊભી રહેશે ત્યાં તેમને ઊતારી. મકવાની ધમકી આપી. ગુર્દેજિયેફ એ પછી બિછાનામાં ઢળ્યા. ત્યાં વળી પાણી પીવાની ઈચ્છા થઈ અને સિગારેટ માગી. આમ સવારમાં ચોર સુધી ચાલ્યા કર્યું, જયારે છેવટે એ નિદ્રાધીન થયા. બીજો દિવંસ એથી યે ખરાબ ગયે. ડાઈનિગ કારમાં ગુર્દાજેમેકે ખોરાક સંબંધમાં વાંધાવચકા કાઢયા જ કર્યા અને છેવટે યોગર્ટ માગ્યું. લગભગ દરેકને ઉત્તેજિત કર્યા પછી શાંતિથી અમેરિકન બ્રેકફાસ્ટ ખાવા બેઠા. દિવસ દરમિયાન ધૂમ્રપાન કરતા રહી તેમણે ઉતારુઓને સતત ઉશ્કેર્યા કર્યા. ડબામાં ધ્રુમપાનની મનાઈ હતી. મદ્યપાન પણ ખૂબ કર્યું. અને ગંધાતી પનીર-ચીજ-કાઢીને ખાતા રહ્યા. ઉતારુઓ ગુસ્સે થતા ત્યારે ખૂબ ખૂબ માફી માગી લઈને એમને શાંત કરતા અને થોડીવાર પછી કંઈક એવું કરતા કે બધા અસ્વસ્થ થઈ જાય, શિકાગોમાં પીટર્સે કહ્યું કે હવે હું મારે માર્ગે જઈશ ત્યારે ત્યાં એકત્ર થયેલા શિષ્ય સમુદાય સમક્ષ ગુર્દેજિયેફે કાગારોળ કરી મૂકી અને પ્રવાસમાં પીટર્સે કેવી રીતે પેતાને હેરાન કર્યો તે વિશે ફરિયાદ કરી ! શિષ્યો બધા પીટર્સ પ્રત્યે ધૃણાથી જોવા લાગ્યા છેવટે વાજ આવી જઈને પીટર્સ આવાસ છોડી ગયો અને પોતાને ન્યુયોર્ક પાછા લઈ જવાની ગુર્દજિયેફની વિનવણીને કાને ધરી નહિ. આ બધાને શું અર્થ? ગુર્દજિયેક એક ઝઘડાળુ અને ધાંધલિયા વૃદ્ધ હોય એવું લાગે; પણ તેમના તત્ત્વજ્ઞાનને સમજાવતાં ગંભીર પુસ્તકો પૈકી એક પર નજર નાખતાં જ આ છાપ ભુંસાઈ જાય. તેઓ નિર્વિવાદપણે એમના સમયના એક મહાન તત્ત્વજ્ઞ હતા. ગુર્દેજિયેફ આ રીતે માત્ર ‘અભિનય’ કરતા હતા. આપણામાં અખૂટ શકિત ભરેલી પડી છે. તાકીદના સમયે આપણે તેને કામે લગાડતાં હોઈએ છીએ. આનું સૌથી જાણીતું સ્વરૂપ ‘સેકન્ડ વિન્ડની પ્રક્રિયાનું છે, જયારે થાક એકાએક નૂતન શકિતમાં પલટાઈ જાય છે. ગુર્દાજિક તેમના શિષ્યોને તેઓ ‘સેકન્ડ વિન્ડને આશ્રય લે તેટલી હદે ધકેલવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મર્યાદાને ઉલ્લંઘવા લોકોને સામાન્યથી વધુ હદ સુધી ધકેલવા પડે, જેથી સામાન્યપણે તે કરવા ઈચ્છતા નથી હોતા તેવા પ્રયાસો કરવા પ્રવૃત્તા બને. * સુષુપ્ત રહેલી અનામત શકિતઓને જાગ્રત કરવાની ગુર્દેજિક મહદ અંશે ક્ષમતા ધરાવતા હતા. તેમનું વિચિત્ર વર્તન સંભવત: આ પ્રાણશકિતના ઉદ્રકને અવિર્ભાવ હોય, યા નિ:શંક તેઓ એ દ્રારા પીટર્સ જેવા શિષ્યને કસોટીએ ચડાવતા હોય. આશ્રમમાં ગુર્દાજિક પીટર્સને લોન કાપવાનું કામ સોંપતા અને ઉત્તરોત્તર તેમાં વધુ ને વધુ પરિશ્રમ કરવા પ્રેરતા, તે એટલે સુધી કે એક જ દિવસમાં એકરાના વિસ્તારમાં હરિયાળી કાપવાનું દેખીતી રીતે અશકય કામ તેઓ પાર પાડી શકતા. આ વાત પીટર્સે તેના ‘બાયહૂડ વિથ ગુર્દેજિયેફ પુસ્તકમાં વર્ણવી છે. આ કાર્ય પદ્ધતિ ડી. એચ. લોરેન્સ જેવાને આકર્ષે શકી ન હતી ઈન્સ્ટિટયૂટ અર્થાત આશ્રમના જીવનના કેન્દ્રમાં પરિકામ હતો. વિદ્યાર્થીએ પિતાની સરેરાશ મર્યાદાને ઉલ્લંધી જાય એટલી હદે પરિશ્રમ કરે એમ ગુર્દેજિયેફ ઈચ્છતા. બાગકામ, આંતરિક સુશોભનનું કાર્ય, રોજિંદુ ધરકાર્ય –આ બધામાં વિદ્યાર્થીઓ સવારથી રાત મચ્યા રહેતા અને દરમિયાનમાં પોતાની જાતનું નિરીક્ષણ કરવા મથતા તથા નવા અને સતત વધુ ને વધુ ગૂંચવણભર્યા નર્તનના પ્રકારો શીખતા. ગુર્દષેિફની એક પાયાની વિભાવના ‘આત્મસ્મરણ’ની હતી. તે કહેતા કે તમે આંખ મીચી દો અને તમે ફકત ‘તમારા વિશે જ સભાન બની રહે. તમારે સમગ્ર લક્ષ તીર બનીને તમારી અંદર કાયેલું. હોય. તમે તમારી કાંડા ઘડિયાળ તરફ જ ઓ છો ત્યારે તમારે ધ્યાન બહારની બાજુ વળેલું હોય છે. પણ હવે તમારી ઘડિયાળ તરફ એ રીતે જોવા પ્રયાસ કરો. અને ‘તમે તેના તરફ જોઈ રહ્યા છો? એવી સભાનતા જાળવી રાખવા પ્રયાસ કરો. બીજા શબ્દોમાં, તીરને એકી સાથે અંદર અને બહાર તાકવા પ્રયાસ કરો. થોડાક મહાવરાથી એ તરત સમજાઈ જશે કે એક સમયે આ માત્ર થોડી ક્ષણે માટે જ થઈ શકે. છતાં એ પણ સ્પષ્ટ છે કે આંતર મુકિતની એ ક્ષણે, વર્ડઝવર્થની ‘અનંતતાની ઝંખી’ની જાણ જ માત્ર એવી છે જે તમારે માટે આમ સ્મૃતિની ક્ષણ છે. “શું, હું, અહીંએવી તમને લાગણી થાય છે અને આસપાસના પરિસરના જેટલા જ. તમારી જાત વિશે તીવ્રપણે સભાન હો છે. ગુર્દજિયેફના શિષ્યોએ તેઓ કામ કરતા હોય ત્યારે આત્મસ્મરણ માટે સતત પ્રયાસો કરવાના હોય છે.. “સઉને .... મુબારક સઉને સઉની ચાલ મુબારક સઉની રહેજે ખાલ મુબારક, સઉની હો ગોલ મુબારક. સઉને સઉની ચાલ મુબારક, સઉની રહેશે છાલ મુબારક. સઉની હાજે હાલ મુબારક, - સઉની રહેજો ટાલ મુબારક, સઉની હાજે ડાલ મુબારક. સઉને સઉની ઢાલ મુબારક, સઉને સઉની તાલ મુબારક. સઉની રહેજે થાલ મુબારક, સઉની હોજો દાલ મુબારક. સઉની રહેજો નાલ મુબારક, સઉને સઉની ફાલ મુબારક, સઉને સઉના બાલ મુબારક, સઉની રહેજો ભાલ મુબારક, સઉને સઉના માલ મુબારક, સઉને સઉના હાલ મુબારક." સઉને સઉના લાલ મુબારક, સઉના રહેજે વાલ મુબારક, સઉને મળજે શાલ મુબારક, સઉને હજો સાલ મુબારક. (અ) સૌને સૌના હાલ મુબારક. - હેમચન્દ્ર નરશી

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158