Book Title: Prabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 126
________________ ૧૨૬ પત્ની એને હોસ્પિટલમાં મળવા આવી ત્યારે થોડી ક્ષણ સુધી તે એ કારનેલિયસને ઓળખી પણ શકી નહોતી! આખરે એણે જ્યારે એને આળખ્યા ત્યારે એના મોંમાથી એક આહ નીકળી ગઈ. કોરનેલિયસ નોંધે છે કે મારા અહં પર આ આહ એક મોટા પ્રહાર સમાન હતી. નપુંસકત્ત્વ આવે એટલે પ્રોસ્ટેટોકટોમી કરાવવાની ના પાડનાર વ્યકિતના અહં કેટલા બળવાન હશે. અને એ અહં પર ઘા પડે અને એને એ નિ:સહાય થઈને જોયા કરવું પડે એવી કરુણ સ્થિતિનું તાદશ્ય આલેખન પણ કોરનેલિયસે પેાતાના પુસ્તકમાં કર્યું છે. કોરનેલિયસ નોંધે છે: “કંથેરીનના મોંમાથી આહ નીકળી પડતી જયારે મેં સાંભળી ત્યારે મેં દૃઢ નિશ્ચય કરી લીધા કે હવે મારે શાંતિની ઝંખના કરવી નથી. હવે તે વેદનાને જ કાયમી સંગીની બનાવીને આગળ ચાલવું છે.....અત્યારે જે ચિહના ઉપસી રહ્યાં છે તે કદાચ મૃત્યુ સાથે ગાઢ સંબંધ ધરાવતાં પણ હાય. હવે તે મારે મારી બુદ્ધિને શકય એટલી વધારે ચાબૂક મારીને દોડાવવી છે. બુદ્ધિની આ દોડ અને સતત થતી વેદના એ જ મારે માટે તે આજે સ્વાસ્થ્યની ગરજ સારે એમ છે.” પ્રબુદ્ધ જીવન અને કોરનેલિયસના જીવનની બીજી એક કારમી કરણના એ હતી કે કિારાવસ્થા પસાર કરી ચૂકેલાં એના બન્ને બાળકો- એક પુત્ર અને બીજી પુત્રી- માબાપથી વિમુખ થઈ ગયાં હતાં. કારણકે કેન્સરને કારણે કારનેલિયસ અપંગ બની ગયા હતા અને કેથેરીનનું સમગ્ર ધ્યાન કારનેલિયસમાં કેન્દ્રિત થયેલું હતું. એટલે બાળકોની ઉપેક્ષા થતી ગઈ હતી. આખરે પુત્ર નશાબાજ દ્રવ્યોની લતે ચઢીને, એ લતમાંથી છેડાવનારા આશ્રમમાં જઈ પહોંચ્યો અને પુત્રી, માબાપની છત્રછાયા છેાડીને બીજાને શરણે ગઈ! આખરે આખા કુટુંબ વચ્ચે પાછા એખલાસ કેમ સ્થપાયા એનું એક પ્રણ પણ કોરનેલિયમ્સે લખ્યું છે અને પ્રકાશકો સાથેના કોન્ટ્રેકટો રદ ન થાય એ માટે કોન લિયસને થયેલાં કેન્સરના દર્દની વાત છુપી રાખવા માટે કેવાં આયાજના કરવાં પડયાં હતાં અને કેવા ધંધાદારી નિર્ણય લેવા પડયા હતા એનું વર્ણન કરતું એક પ્રકરણ પણ એમાં છે. આવી તરકીબ કોલિયસને એ માટે કરવી પડી હતી કે એને કેન્સર માલમ પડયું ત્યારે, “એ બ્રિજ ટુ ફાર”નું એક પાનું પણ લખાયું નહતું જયારે એ અંગેના કોન્ટ્રકટો તા થઈ ગયા હતા. એ પુસ્તક જયારે લખાયું પણ નહોતું ત્યારે કોર્નેલિયસના પ્રકાશકો “સાઈમન એન્ડ શુસ્ટરની ક્ચેરીમાં બેસીને કોરનેલિયસે પુસ્તકની વિગતો આપતી જાહેર ખબર પણ લખી આપી હતી. મૃત્યુએ, કોર્નેલિયસની ફરતે ભરડો લીધા હતો ત્યારે પણ પોતાના ધંધાદારી હિતોને એણે જોખમાવા દીધાં ન હતાં! કોઈકે આ અંગે ટીકા કરતાં કહ્યુ હતું: “ટિપિકલ અમેરિકન એટિટયૂડ.” કોર્નેલિયસ કાંઈ સંત નહોતા. શબ્દોના સ્વામી પણ નહાતા, ઊડું તત્ત્વચિન્તન પણ એનાથી ઘણું દૂર હતું. એની પત્નીનું પણ એવું જ હતું. પણ આ બે સામાન્ય માનવીઓએ ભેગાં મળીને જે છેલ્લું પુસ્તક લખ્યું છે તે વાંચતાં હૃદય ભરાઈ આવે એવું છે. કોને લિયસની ઈચ્છા હતી કે દુનિયા એને એક ઇતિહાસકાર તરીકે સ્વીકારે. આથી જ્યારે એને ફ્રેન્ચ લિજિયન ઓફ ઓનર તથા મેંબરશીપ એક્ ધ સાસાયટી ઓફ અમેરિકન હિસ્ટોરિઅન્સ તરફથી માન આપવામાં આવ્યું ત્યારે, એને લાકડીના ટેકા વડે ચાલવું પડતું હોવા છતાં લાકડી ફેંકી દઈને, એ માન સ્વીકારવા એ “દાંડી ગયો હતો, પરંતુ અમેરિકન હિસ્ટોરિઅન્સના પ્રણાલિકાગત ભાજન સમારંભમાં હાજરી આપવા જતાં અરધે રસ્તે જ એ બેભાન બની ગયો હતો. એક વખત કોર્નેલિયસે પેાતાની પુત્રીને લખ્યું હતું : “ વીકી, જો તમે ઈચ્છા થાય તે તારી માને કહે કે મારી કબર ઉપરના પથ્થર પર બીજું કાંઈ લખાણ ન કરે, માત્ર એટલું જ લખે : કારનેલિયસ રાયન – રિપોર્ટર”. કેથેરીને કોરનેલિયસની આ ઈચ્છાનું અક્ષરશ: પાલન કર્યું હતું. .. આ પુસ્તક વાંચતાં એક વિચાર એ આવ્યો કે મને પોતાને કારનેલિયસના જેવા રોગ થયો હોય તો મારી માનસિક સ્થિતિ કેવી થાય ? મારી પરિસ્થિતિનું રોજ-બ-રોજનું વર્ણન લખવા જેવી મારી માનસિક સ્થિતિ રહે ખરી? વાચકો વિચાર કરી જુએ. તા. ૧-૧૧-’૭૯ વૃત્તાન્તનિવેદકો છે. પહેલી કથા હેાન ગ્રંથરે લખી હતી એના પુત્રને થયેલા જીવલેણ રોગનું વર્ણન કરતી. એ કથાનું નામ છે ડેથ બી નેટ પ્રાઉંડ. ” બીજી કથા ગાર્ડિયન ” અખબારના વિખ્યાત વૃત્તાન્તનિવેદક વિક્ટર ર્ઝાએ, એની પુત્રીને થયેલાં કેન્સર અંગે લખી છે અને એમાં એણે એની પુત્રીને થતી વેદના અને એ વેદના જોઈને ઝાઝએ અને એની પત્નીએ અનુભવેલી યાતનાનું હૃદયદ્રાવક વર્ણન છે. એ પુસ્તકનું નામ, મારી સ્મૃતિ જો મને દોષ ન દેતી હાય તા “ડેથ ઓફ એ ડૉટર ” કે એવું કાંઈક છે. ત્રીજું પુસ્તક આ કોર્નેલિયસનું છે. એનું લખાણ પણ વાંચતા દિલમાં ડુમો ભરાઈ આવે એવું છે, પરંતુ એ પુસ્તક ઉકત બન્ને પુસ્તકોથી જુદું એ રીતે પડે છે કે એમાં કૅન્સરના દરદીએ પોતે જ પેાતાનું વર્ણન કરેલું છે જ્યારે ઉકત બન્ને પુસ્તકો પોતાનાં બાળકોનાં દર્દ ઉત્પન્ન કરેલી સંવેદનાને વાચા આપે છે. પણ એ ત્રણે પુસ્તકોમાં એક સમાનતા પણ છે. એ પુસ્તકો વાંચી રહે ત્યારે તમારી આંખમાંથી આંસુ સર્યા વિના નહિ રહે. અત્રે એક વિશિષ્ટ સંયોગની યાદ આવ્યા વિના રહેતી નથી. કેન્સરની યાતનાને, કેન્સર થવાની ખબર પડયા પછી થતી મનેવ્યથાને અને કેન્સરના દર્દીની પોતાની મન : સ્થિતિને ચિત્રિત કરતી ત્રણ વિખ્યાત થાઓ લખાઈ છે અને એ ત્રણે લખનારા રિપોર્ટરો --મનુભાઇ મહેતા સ્વ. ખીમજી માડણ ભુજપુરિયા ; શાકપ્રસ્તાવ તા. ૨૭–૧૦-૧૯૭૯ના રોજ મુંબઈ શ્રી જૈન યુવક સંઘની વ્યવસ્થાપક સમિતિએ ખીમજીભાઈ ભુજપુરિયાના અવસાન અંગે પસાર કરેલા શાકપ્રસ્તાવ નીચે મુજબ છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વ્યવસ્થાપક સમિતિની તા. ૨૭–૧૦-૧૯૭૯ના રોજ મળેલ સભા, રાંઘના એક વખતના પ્રમુખ શ્રી ખીમજી માડણ ભુજપુરિયાના તા. ૧૨-૧૦-૧૯૭૯ ના રોજ નીપજેલ અવસાન બદલ ઘેરા શાકની લાગણી અનુભવે છે. સ્વર્ગસ્થી આ સંસ્થાના ઈ. સ. ૧૯૫૩થી ૧૯૬૩ સુધી સુકાની હતા. એક દાયકાના એમના નેતૃત્વ હેઠળ સંઘના અયોગ્ય દક્ષા અંગેના આંદોલનને અને સંઘની વૈચારિક પ્રવૃત્તિઓને સારો વેગ મળ્યા હતા. એમની નિસ્પૃહતા, સરળતા અને એમની ઉપયોગી થવાની ભાવનાથી તેઓ સૌના આદરણીય બન્યા હતા. તેઓશ્રીની સેવા વિવિધ ક્ષેત્રે હતી. તેઓશ્રી કચ્છી સમાજના અગ્રણી હતા અને સ્રી કેળવણીના પ્રખર હિમાયતી હતા તેમ જ આ દિશામાં સક્રિય બની, પ્રબળ ઉદાહરણ પૂરું પાડયું હતું. કેટલીક સંસ્થાઓના તેઓશ્રી પ્રણેતા હતા; એ પૈકી છૂટક વેપારીઓના એસોસિયેશન માટે તેઓશ્રી છેવટ સુધી પ્રાણરૂપ બની રહ્યા. તદુપરાંત રાષ્ટ્રીય સ્તરે કૉંગ્રેસના અદના કાર્યકર તરીકે અને મુંબઈ પ્રદેશ કોંગ્રેસ કમિટીના કોષાધ્યક્ષ તરીકે એમણે બજાવેલી સેવા યાદગાર બની રહેશે. આવા સેવાંભાવી સજ્જન સ્મૃતિશેષ થયા છે ત્યારે એમના કુટુંબીજનો પર આવી પડેલાં દુ:ખમાં સહભાગી થવા સાથે, આજની સભા, સ્વર્ગસ્થના આત્માને શાસનદેવ ચિર શાંતિ અર્પે એવી પ્રાર્થના કરે છે. ભૂલ--સુધાર ગતાંકમાં પાના ૧૧૮ ઉપર શ્રી. અરવિંદ તથા “શ્રી માતાજીનું જીવનદર્શન ” વાળા લેખમાં પહેલી કોલમમાં છઠા પેરેગ્રાફમાં પાંચમી લીટીમાં અને સાતમી લીટીમાં તેમ જ અાઠમા પેરેગ્રાફમાં પ્રથમ લીટીમાં “અતિમનસ ” શબ્દ છપાયા છે તેને બદલે - એ ત્રણે જગ્યાએ “ અધિમનસ ” એમ વાંચવું. * ભીનાશ સ્વ. પરમાનંદભાઈના પુત્રી કવિયત્રી ગીતાબહેન પરીખની કાવ્યોપાસના વિશે આપણામાંની ઘણાની જાણકારી છે જ. તેમનું પ્રથમ પુસ્તક “પૂર્વી ” પ્રગટ થયેલું. તાજેતરમાં “ ભીનાશ નામનું તેમનું બીજું પુસ્તક પ્રગટ થયું છે. તેના આમુખમાં શ્રી અનંતરાય રાવળ લખે છે કે, “ ગીતાબહેન પાસે નારીહૃદયુની ભાવાશ્મિઓથી ભીનું સંવેદનશીલ ને ચિંતનશીલ કવિહૃદય અને ‘ભીનાશ’ છે, સંગ્રહની ઘણી રચનાઓમાં અનુભવાય છે. સહ્રદયો એને ઘટતા ઉમળકાથી સત્કારશે. ” આ ૮૦ પાનાના કાવ્યસંગ્રહ છે. તેનું મૂલ્ય રૂા. ૭/- છે. સંઘના સભ્યો, આજીવન સભ્યો તેમ જ પ્રબુદ્ધ જીવનના ગ્રાહકોને રૂા. ૬/-માં સ્તંભના કાર્યાલયમાંથી મળશે. કાર્યાલયમ ત્રી

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158