________________
૧-૧૧-૭૯
ધી જીવન
સાહિત્ય શા માટે?
આજે જે જાતનું સાહિત્ય સર્જાઈ રહ્યું છે, અને જે ઝડપે સર્જાઈ રહ્ય છે તે જોતાં લાગે છે, કે એમાંથી કોઈ સાહિત્ય લાંબા સમય એની છાપ પાડી શકવાનું નથી, ભાદરવાના ભીંડા જેમ ઊગી નીકળ્યું છે, એને જથ્થા, જે ફકત જથ્થા જ છે, કસ વિનાનો, સાહિત્ય કેવું જોઈએ તે વિષે કવિવર ટાગાર અને શરદચંદ્રની વચ્ચે જે પત્રવ્યવહાર થયા છે તે વાંચવા જેવા છે. તેમાં સાહિત્ય શા માટે? અને શરદચંદ્ર જેવા ફકત મનોરંજન માટે જ સર્જે, કે ફકત વર્તમાન કાળને જ લક્ષમાં લઈને સ તે કેમ ચાલે? વગેરે સરસ પત્રા છે; કોઈવાર આપણે તે જોઈશું, આજે તો કાકા કાલેલકર સાહિત્ય વિષે શું કહે છે અને ગાંધીજીએ એમને શું કહ્યું હતું તે જ જરા જોઈએ. ગાંધીજીએ કાકા કાલેલકરને કહ્યું:” તારે કેવળ મનારંજન કે લેાકરંજન જ કરવાનું નથી, લોક શિક્ષણ પણ કરવાનું છે. લાક ચારિત્ર્ય પણ ઘડવાનું છે, સાહિત્ય દ્વારા.” “જાણું છું કે સાહિત્યમાં પ્રવાસવર્ણનને સ્થાન છે. પરંતુ તેમાંયે લાકદર્શન, તે કાળનું સમાજનું સાંસ્કૃતિક દર્શન, દેવદર્શન, પણ આવે જ, અર્થાત ફકત હકીકતનો થોકડો જ ન બનતાં પ્રેરણાદાયક બનવું જોઈએ.” કહે છે કે ગાંધીજી એ પણ કહેતા કે” દ્વિગ્નથી ભાષા બોલવી કે લખવી એ ભાષાનું અપમાન છે. અર્થાત સત્યના પુજારી પાસે “ નરોવા કુંજરોવા” જેવા શબ્દોને પણ સ્થાન નથી, ન હાવું જોઈએ.” કાકા કહે છે કે હું કદી વાર્તા કે નવલકથા વાંચતા નથી. કારણ કે એમાં સમયનો દુરૂપયોગ જ થાય છે, અને બીજું કરવાનું ઘણુ છે તે ટલ્લે ચડે છે. છતાં મારે એક નવલકથા વાંચવી પડી, અને કે કેવી જાણા છે, “લેડી ચેટર્લીસ લવર.”
“કારણ, એમ બન્યું કે ગુજરાતની કોલેજમાં ગયો, ત્યારે મારી ઉમ્મર લગભગ ૭૫ની. વિદ્યાર્થીઓએ પુછ્યું કે તમે એ ચાપડી વાંચી છે? મેં કહ્યું ના, તો “લાલીતા” વાંચી છે! મેં કહ્યુ, ના.” તો પછી આપ ચોરેને ચૌટે ગવાયેલી નવલકથા ન વાંચો, આજના ટ્રેન્ડન જાણો તો અમને તમે માર્ગદર્શન કયા આધારે આપી શકશો? લોકોને શું ગમે છે, શું વાંચે છે, શેમાં રસ છે એ તે તમારા જેવા સમાજશાસ્ત્રીએ તે ખાસ વાંચવું જ જોઈએ.”
અને પછી એ પુસ્તકો વાંચ્યાં., કહા કે વાંચવાની ફરજ પડી, અને પછી એક્વાર વિનોબાને મળવા ગયો, કહ્યું: ‘હમણાં હમણાં આવી જાતનું સાહિત્ય વાંચી રહ્યો છું, એ વાંચ્યા પછી નવી પેઢીનું માનસ હું સમજવા લાગ્યા છું. અને વિનેબાએ કહ્યું એ સમજવા માટે શંકરાચાર્યને પર કાયા પ્રવેશ કરવા પડયા હતા. માર કે તમાર તો પુસ્તકોથી જ પત્યું. !!!
કાકા સાહેબ કહે છે કે “આજે દુનિયામાં જેમ પોપ્યુલેશન એકસપ્લાઝેશન થયા છે તે જ રીતે સાહિત્યમાં Sex Explosion થયું। છે અને કહે છે કે એને મેં “કામવાસનાના સ્ફોટ” એવું નામ આપ્યું છે.
કાકા કહે છે કે, “યુગ બદલાયો છે તે મને માન્ય છે, પરંતુ આજના સાહિત્યકારોના, લેખકોનો મુખ્ય ધંધા જ જાણે કે એ થઈ ગયા છે કે સ્ત્રી-પુરુષના સંભાગનું વર્ણન કરી કરી વાંચકોને ઉદ્દીપ્ત કરવાનો, અને એમ કરીને પોતાની કૃતિના વાચક વર્ગ વધારવાના અને પૈસા પ્રાપ્ત કરવાના અર્થાત એમનું કહેવું છે કે “સમાજને જે નીતિ નિયમો માન્ય છે તે તદ્દન નકામા છે, કાલગ્રસ્ત છે, વ્યર્થ છે. મનુષ્યના સ્વભાવથી વિર ુદ્ધ છે, એમ સાબિત કરી સમાજના આદર્શ શિથિલ કરવા અને એથીયે વિશેષ સમાજને ઉત્તેજીત કરી એક જાતનું ઉચ્છંખલ વાતાવરણ ઊપજાવવું એમાંજ ઈતીશ્રી માને છે. વિચારમાં, લખાણમાં અને આચારમાં “They are justifying weakness and beautifying passion". સાહેબ લખે છે કે સમાજનું માર્ગદર્શન બે જ કરી શકે, એક શિક્ષક અને બીજો સાહિત્યકાર. શિક્ષકના ધર્મ શિક્ષક પાળશે, પર ંતુ સાક્ષરનું શું? તે લોકો તો સાર કહી દે કે અમે નખશી ખ વિદુષકની ન્યાતના છીએ, લાકરજન' કરીને પૈસા કમાવા ખ્યાતિ મેળવવી એજ અમાર' ધ્યેય છે. એટલું કહી દે પછી હું કશી ફરિયાદ નહિ કર”
આગળ કાકા
“આજના સાહિત્યકારો, એમાંના ઘણાખરા તો પશ્ચિમનું એઠું ખાઈને જીવનારા પશ્ચિમના જ એ ચેલાઓ, વિચાર કરવાનું કામ પશ્ચિમ કરે, અહીંના તો ફકત એની કાર્બન કોપી જ ઉતારે. પતિ પત્નિીની નિષ્ઠા, ત્યાગ એ બધું ન ગમ્યું. એટલે ઊભા કર્યો ત્રિકોણ. એક તરફ
૧૨૯
હતો પ્રેમ, અત્યંત નિષ્ઠા, ત્યાગ ને બીજી તરફ ઊભા થયા અવિવાહિત પ્રેમ, આકર્ષણ અને એમાંથી ઉત્પન્ન થતી ચારી અસત્ય, કુરતા, દંભ અને તેમાંથી ઉત્પન્ન થનારી ભયાનક કે દુ:ખદાયક સ્થિતિ, આ બધાનું ચિત્રણ સાહિત્યમાં પૂર જોસમાં થવા લાગ્યું છે, અને પહેલાં તો ત્રિકોણને પણ કંઈક બંધન હતાં ત્યારે આજે એને જ યોગ્ય સ્વરૂપ મનાવા લાગ્યું છે. પરિણામે ધીરે ધીરે આપણુ માનસ પણ વિકૃત બનવા લાગ્યું છે.
અને આ પણ જયારે એ સાહિત્યક રે'ને, એરસવીરોને ફકકું લાગ્યું ત્યારે એમણે અંદરના માનસને ડોળવા માંડયું છે. માનસશાસ્ત્રની અગમ નીગમની વાતો કરીને એમના સ્વૈરવિહારને વિહાર કરવા માટે ગંદુ ક્ષેત્ર ઊભું કરવા માંડયું છે.”
“સામાન્ય વ્યભિચારીને પણ જે સંબંધની ઘૃણા થાય, એવા સંબંધો, પતા પુત્રી, માતા પુત્ર, ભાઈ બહેન, સસરો વહુ, દિયર ભાજાઈ વગેરેના ગંદા સંબંધોનું ચિત્રણ કરવા માંડયું છે. પુરુષ પુરૂષના, સ્રી સ્ત્રીના સબંધને પણ લખાણમાં, સાહિત્યમાં, અરે વાત વિચારમાં આપતાં સંકોચ રહ્યો નથી એને કંઈજ અઘટતું પણ માનવા તૈયાર નથી.”
હવે એટલાથી પણ તૃપ્તિ ન થઈ એટલે એમાં હિંસા, કપટ, દુરાચાર, અને ખુનખુમારી લાવ્યા છે; થાય છે કે આપણે શીખ૨ પરથી સરી પડયા છીએ ને પતનની ખાઈમાં જઈ પડયા છીએ.
ગાંધીજીએ એક અંગ્રેજી પુસ્તકના તરજુમા ો હતા?? મૂળ હતું. Towards the moral bankruptcy ગુજરાતી પુસ્તકનું નામ છે “ નીતિનાશને માગે” કર્યાં એ વિચારો ને કર્યાં. આજના ?” એકવાર હેવલોકએલીસનું પુસ્તક “સાયકોલોજી ઓફ સેકસ” વાંચ્યું (આજે એ જ તે ચર્ચાઈ રહ્યુ છે અને વાંચત ઘણીવાર થાય છે કે ડુક્કર જેમ આપણે ગંદવાડમાં આળોટી આવ્યાં અને કાકા કહે છે કે મને લાગ્યું કે જાણે નરકમાં જઈ આવ્યો.” i
અંતે કાકા લખે છે, કે આશા રાખીએ કે આવા સાહિત્યનું, વાંચનનું, વિચારનું આકર્ષણ એક દા'ડો ઘટશે, લોકોમાં એના તરફ તિરસ્કાર જાગશે ત્યાં ફરી સારી સાહિત્ય સર્જાશે, અને એવા સાહિત્ય પાસેથી જે આશા રાખીએ છીએ તે પૂર્ણ થશે.
–રભાબહેન
શ્રમણી વિદ્યાપીઠ
નાની એક અતિ અગત્યની સંસ્થા અગિયાર વરસથી ઘાટકોપરમાં ચાલે છે.
તેમાં, સ્થાનકવાસી તેમજ મૂર્તિપૂજક સાધ્વીઓ, તથા ગૃહસ્થી બહેનો લાભ લે છે. આશ્રમ ઢબે ચાલતી આ સંસ્થાના લાભ બધા જૈન ફિરકાઓ લ્યે એવી અપેક્ષા છે. અહીં શી ફી લેવામાં આવતી નથી. બહેનેાએ માત્ર પેાતાના વસ્ત્રો ઘેરથી લાવવાના હાય છે. પાંચ વરસની કાર્સ નિયત થયેલા હોય છે. વાર્ષિક પરીક્ષાઓ કોલેજ ઢબે લેવાય છે, વર્ષ દરમ્યાન બે વેકેશનની રજા પડે છે. ત્યારે સહુને અન્ય સ્થળે હરવા ફરવાની છૂટી હોય છે. હાલ પંદર સાધ્વીઓ તથા ત્રીસ બહેનો લાભ લે છે. સાક્વિઆ કોર્સ પૂરો કર્યા પહેલાં કોઈ સ્થળે ચાતુર્માસ કે પ્રવચન માટે જઈ નથી શકતાં.
જે બહેનોને જૈન તત્વજ્ઞાન અર્ધમાગધી, સંસ્કૃત વ્યાકરણ, ધર્મગ્રંથે, હિંદીભાષા શીખવાના શોખ હોય તેઓ જોડાઈ શકે છે. અહીં અભ્યાસ કરનારને પાસ થયા પછી દીક્ષા લેવાની કોઈ ફરજ નથી.
શકિતશાળી તેજસ્વી બહેને તેમજ સાધ્વીઓ અધ્યાપિકા કિંવા સંચાલીકા તરીકે જોડાઈ શકે છે. વ્હેનોને સારા દરમાયાથી રોકવાની સગવડ છે.
દાખલા તરીકે કચ્છમાં લાકડીયા ગામ તથા મધ્ય પ્રદેશમાં ઈ દાર ગામે વિદ્યાપીઠ શરૂ કરવાની હિલચાલ થઈ રહી છે.
આ સંસ્થાના મકાનમાં એક સુંદર ગ્રંથાલય પણ ચાલુ છે. વધુ સંખ્યાની સગવડ માટે મકાનમાં એક વધુ મજલા બાંધવાની તૈયારી ચાલે છે. ધર્મપ્રેમીઓ વધુ રસ લે તે “નાલંદા”ની કક્ષા ઉપર આ સંસ્થાને મૂકી શકાય તેમ છે.
હાલ આ સંસ્થા મુંબઈના સ્થા. જૈન મહાસંઘના નેજા નીચે ચાલે છે.
– દુભજી ખેતાણી