Book Title: Prabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 130
________________ ૧૩૦ પ્રબુદ્ધ જીવન તા. ૧-૧૧-૭૯ જ અંદરની પ્રસન્નતા એ જ ખરી ખુશી કેમ છો? મજામાં ને? જયારે આપણે બીજાને મળીએ છીએ ત્યારે હંમેશાં આમ પૂછીએ છીએ અને સામેથી “મજામાં છીએ, આનંદ છે.’ એમ ચોક્કસ ઉત્તર મળતું હોય છે. આપ્તજને અને સ્નેહી મિત્ર સાથેના પત્રવ્યવહારમાં પણ અમે મજામાં છીએ. ને તમે ખુશીમજામાં હશે,’ એમ અચૂક આપણે લખીએ છીએ. આ આપણે એક શિષ્ટાચાર છે, બાકી ખર પૂછો તે આપણે એકદમ પ્રજામાં હોઈએ, પૂરીપૂરી અંતરની ખુશી ભેગવતા હોઈએ એવી પળે આપણા જીવનમાં ભાગ્યે જ આવતી હશે. બનેલા બનાવની અંદર ગડમથલ ચાલતી હોય, કોઈ વિચારો અકળાવતા હોય, કોઈ વાત માટે રોષ-ઉદ્વેગ ભર્યો હોય, કોઈના પર ગુસ્સો હોય, કશી ચિતા. સતાવતી હોય, અને છતાંય બનાવટી હાસ્ય અને પિકળ પ્રસન્નતા ચહેરા પર લપેટીને આપણે સૌની સાથે હાથ મિલાવીએ છીએ, ખુશી આનંદ બતાવીએ છીએ અને કોઈ ખબર અંતર પૂછે તે તરત કહીએ છીએ, “મજામાં છીએ, ખૂબ મજામાં છીએ પણ હકીકતમાં આપણા બાહ્ય અને ભીતર સ્થિતિ વચ્ચે ભાગ્યે જ મેળ હોય છે. મારે ત્યાં એકવાર એક સંબંધી બહેન આવેલાં, પૈસાદાર ખુબ, એટલે એમનાં કપડાં, ઘરેણાં, ગાડી બધું જ સરસ હતું. મેં ખબર પૂછયા એટલે તરત બોલ્યાં: ‘જલસા છે જલસા! આપણે વળી શું ઉપાધિ !' અને થેડીવારની વાતે પછી તક મળતાં તેમણે પોતાના ઘરસંસારની ઘણી વેદના મારી પાસે ઠાલવી. પૈસાના જલસા છતાંય આ હૈયાવરાળ આ દાખલો આપીને કહેવાનું તાત્પર્ય એટલું જ છે, કે આપણી પાસે ઘણું બધું બાહ્ય સુખ અને સાધન સગવડ હોય એટલે એને સાચું સુખ માની લેવાની ભ્રમણા સેવી મનની તાલીમ તરફ કદી બેદરકાર રહેવું ન જોઈએ. મનની તાલીમ પર જ સાચું સુખ અને ખરો આનંદ ઊભાં થઈ શકે છે. મન કેળવાયેલું હશે તો આપણે જીવનમાં ઘણો સામનો કરી શકીશું. અને પ્રતિકૂળતાઓ વચ્ચે પણ અંદરની પ્રસન્નતા ભોગવી શકીશું. મનની તાલીમ નહિ હોય તે આથી ઊલટું જ બનવાનું. “ખુશીમાં છીએ, આનંદમાં છીએ એ કૃત્રિમ નહિં, પરંતુ ખરેખરી સ્થિતિ બની રહે એ માટે આપણે કેટલી તે જહેમત ઊઠાવવાની છે! મનને કેટલું તે કેળવવાનું રહે છે ! શારીરિક તાલીમ જેટલી જ માનસિક તાલીમની જરૂર છે. આપણી આંતરિક સ્થિતિ ડામાડોળ અને વિકારોથી ભરેલી હોય છે. એને લીધે સહજ રીતે પ્રાપ્ત થતા જીવનના ધણા આનંદ અને ખુશીના પ્રસંગેને આપણે ચૂકી જઈએ છીએ. દા.ત. સરસ સંગીત વાગતું હોય, નજર સામે હરીભરી કુદરત હોય, ભાવતું ભોજન મળ્યું હોય, ગમતા માણસને સથવારો સાંપડયો હોય કે આપણને ગમનું બીજું કંઈ પણ પ્રાપ્ત થયું હોય- આપણી શાંતરિક અવસ્થા કામડોળ અને ખળભળતી હોય છે. ત્યારે એ આનંદને આપણે મોકળા મનથી નથી ભોગવી શકતા. દા.ત. હસતું, ખેલતું કોઈ બાળક આપણી પાસે દોડીને આવશે, પણ જો એ બાળકનાં માબાપ સાથે આપણે ઝઘડો થયે હશે તો એ ખટપટના ઉદ્ગમાં બાળકના નિર્દોષ હાસ્ય અને ગમ્મતને આપણે નહિ માણી શકીએ, કે નહિ બાળકને પૂરા દિલથી આવકારી શકીએ. ઘરમાં ખટપટ થઈ હોય અને એજ વેળા કોઈ મહેમાન આવશે તે આપણે બનાવટી ઉમળકો બતાવીને તેમને આદર સત્કાર તે કરીશું, પણ આપણી અવ્યવસ્થિત માનસિક દશાને લીધે મળવા હળવા અને વાતચીતને જે આનંદ લેવો જોઈએ તે નહિ લઈ શકીએ. ઘણી હોંશથી પિકનિક પાર્ટીમાં, નાટકસિનેમામાં, હરવા ફરવાનાં સ્થળામાં કે મોંઘાદાટ હિલસ્ટેશન પરખૂબ ખર્ચ કરીને જઈશું, પણ આપણી પાસે તંદુરસ્ત મન નહિ હોય તે તે આપણે જે રીતે એને આનંદ લેવો જોઈએ તે રીતે નહિ લઈ શકીએ. માથેરાન, મહાબળેશ્વર, ખંડાલા, લોનાવલા જેવાં રમણીય સ્થળોએ જઈને પણ માણસે જાતજાતની સાંસારિક ખટપટમાં પડી કદરતની ભરી ભરી શોભા જોવાનું ચૂકી જાય છે. એ પણ જોવા મળ્યું છે. એવા માણસેની ટીકા કરવાનો કોઈ ઈરાદો નથી. એમ વિચારીએ તો આપણે સૌ કંઈ ને કંઈ મનની માંદગી ભોગવીએ છીએ, અને એની સાથે એવા તો જકડાઈને રહીએ છીએ કે કદી પૂરેપૂરા. ખીલી શકતા નથી, જયાં જઈએ ત્યાં આપણે એ માંદું મન સાથે જ હોય છે, જે આપણને નિરાંત લેવા દેતું નથી. આ સ્થિતિ આપણે ચલાવી લેવી ન જોઈએ. પ્રબળ પુરુષાર્થથી મનને એવી તાલીમ આપવી જોઈએ કે તે રાગ-દ્વેષ, ક્રોધ, ભય જેવા ભાવે, વિચારોની ગડમથલ, લાગણીના ખળભળાટ અને હરેક પ્રકારની ઉત્તેજનાથી મુકત બની સ્થિર અને શાંત અવસ્થામાં રહે. આવી સ્થિતિ એજ 'આપણામાટે ‘આનંદમાં છીએ, ખુશીમાં છીએ, ની ખરેખરી સ્થિતિ છે. મેટાં દુ:ખે અને મુશ્કેલીઓ જ આપણને અકળાવે છે એવું નથી, નાની નાની અનેક બાબતોની આપણા મન પર અસર પડે છે, દા.ત. આપણી વધતી ઉંમરને લક્ષમાં લઈ કોઈ આપણને ‘માજી, કાકા’ જેવા સંબોધનથી બોલાવશે તે આપણું મન છુપે આઘાત અનુભવશે કે આપણે હવે વૃદ્ધ થયા છીએ. આપણા માથા પર સફેદ વાળ વધશે કે દાંત ધીમે ધીમે વિદાય લેશે તે એથી પણ આપણું મન અમુક ગમગીનીને અનુભવ કરશે. આપણું મન આવા તો કંઈક ઝીણા-મેટા ગમો અણગમાના આઘાત પ્રત્યાધાતોથી બેચેન રહેતું હોય છે કે ખરેખરી જે પ્રસન્નતા આપણી પાસે હોવી જોઈએ તે હોતી નથી. આ સ્થિતિમાં પરિવર્તન લાવવા મનને અભ્યાસ અને તાલીમ ખૂબ જરૂરી રહે છે. ધ્યાન, પ્રાર્થના, વાચન, સત્સંગ વગેરે, અમુક મર્યાદામાં આપણને સહાય કરી શકે છે. પરંતુ ખરેખરી તાલીમ તે આપણા પળે પળના રોજિંદા જીવન વ્યવહારોમાંથી જ મળે છે. ઘણીવાર આપણે પ્રતિકળતાથી એવા તો ઘેરાઈ જઈએ છીએ કે એવા સંજોગોમાં ધીરજ જાળવી રાખવી અતિ મુશ્કેલ બની જાય છે. પણ વિચારીએ તે આમાંથી જ આપણને સાચી તાલીમ મળી રહે છે. બધું બરાબર ચાલતું હોય ત્યારે શાંત પ્રસન્ન રહેવું એ તદન સહેલી વાત છે, પણ સંજોગે આપણને ઘેરી વઢયા હોય ત્યારે ખામોશ રહેવું એ ખરી કસેટીની વાત છે. રોજિંદા વ્યવહારોમાંથી આપણુ જે ઘડતર થાય છે તે બીજા કશાથી નથી થતું. માટે આપણે સૌએ રોજે રોજ પોતાની જાતના અભ્યાસ કરતાં રહી મનને એવી તાલીમ આપવી જોઈએ, કે તે સ્વસ્થ અવસ્થામાં રહેતાં શીખે. આવી સ્થિર પ્રશાંત સ્થિતિ એ જ આપણા માટે ‘મામાં છીએ, આનંદમાં છીએ’ની ખરી અવસ્થા છે; નહિ કે લાગણીના ઉશ્કેરાટ અને આવેગે, કે ભૌતિક પ્રકારનાં સુખ આનંદો. જિંદગી તે સુખદુ:ખથી ભરેલી છે. પણ આપણે આપણાને તાલીમ આપી એવી શકતિ કેળવી શકીએ છીએ કે મન આઘાત પ્રત્યાઘાત સામે ‘પ્રફ’ જેવું બની રહી અંદરની સાચી પ્રસન્નતા માણી શકે. આ રિથતિ આપણી જાતને નિરંતર અભ્યાસ કર્યા વિના પ્રાપ્ત થઈ શકતી નથી. ગીતા કહે છે. અભ્યાએન તુ કૌન્તય વૈરાગેણ ચ ગુહ્યતે. અલબત્ત આમાં મહેનત ઘણી કરવાની છે. પણ એનાં મીઠાં ફળ પણ છે જેને મન પર પૂરો કાબુ નહિ તો અમુક મર્યાદામાં પણ આપણી પાસે માનસિક તાલીમ હશે તો એટલાથી પણ આપણે ઘણું કામ ચાલશે અને જીવનને ઘણો ભાર હળવો " બનશે. - શારદાબેન બાબુભાઈ શાહ અભ્યાસ વર્તુળ વકતા : શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ વિષય : “દેહાધ્યાસમાંથી મુકિત સમય : તા. ૯-૧૧–૦૯ શુક્રવાર સાંજના : ૬ સ્થળ : પરમાનંદ કાપડિયા સભાગૃહ ૩૮૫, સરદાર વી. પી. રેડ, મુંબઈ-૪૦૦ ૦૦૬ સૌને સમયસર પધારવા હાર્દિક નિમંત્રણ. સુબોધભાઈ એમ. શાહ કન્વીનર, અભ્યાસવર્તુળ માલિક શ્રી મુંબઈ જન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ મુંબઇ-૪૦૦ ૦૪ ટે. નં ૩૫૦૨૯૬ મુદ્રણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલસ પ્રેમ, ફેટ, મુંબઈ ૪૦૦૦૦૧

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158