________________
'b
૧૩૮
પ્રભુપ્ત જીવન
अपूर्ण: पूर्णतामेति
‘સંતેષી તે સદા સુખી' એમ આપણે કહીએ છીએ. ઘણું ખર અન્યને સલાહ આપવામાં તો એમ જ કહીએ છીએ. તે સાથે આપણે આપણા ધનના અધૂરો લાગતો ઘડો ભર્યા જ કરીએ છીએ. એ ઘડો એવી રીતે ગાઠવીએ છીએ કે બને તેટલી દિશામાંથી એમાં ધન ભરાયા જ કરે.
પરંતુ જગતના તમામ લોકો માટે આ સાચું નથી. જો એમ જ હોત તો જગતમાંની સંસ્કૃતિઓ ન નભી હોત, ન વિકસી હાત. એ સંસ્કૃતિના વિકાસમાં ધનની નિમેહિતા, નિર્લભતાના ફાળા પણ છે. ભૌતિક સમૃદ્ધિના સાંસ્કૃતિક વિકાસમાં ફાળા નથી એમ નહિ, પર ંતુ એને દીપાવી છે, શાભાવી છે. એથી પર એવી બાબતો પ્રત્યેની માનવીની લગનીએ.
માનવી જ્ઞાનની આરાધના કરે છે. પણ એના ક્ષેત્રો વિવિધ છે. શરીરનું શાન, મનનું જ્ઞાન, પદાર્થનું શાન, રસાયણનું જ્ઞાન, બ્રહ્માંડનું શાન અને પોતાના અંત:કરણનું શાન. આ બધાં વિજ્ઞાન ખેડીને માનવીએ જે સાધ્યું છે તે પરથી એમ કહેવું પડે કે અસંતાપ જ પ્રગતિનું મૂળ છે. માનવીએ પોતાની પ્રાથમિક- અસાંસ્કૃતિક અવસ્થામાં જ સંતેષ માની લીધા હોત તે? પણ એ શકય જ ન હતું. જિજ્ઞાસા, કુતૂહલ અને નવી નવી સિદ્ધિઓ હાંસલ કરવાની ખેવના માનવમનમાં મૂકીને આ જગન્નિયંતા પેાતાને પ્રગટ કરવા માગે છે. અને માનવી પણ એક પછી એક પડદા હટાવતા ડિસ્કવરી
કરતા જ જાય છે.
એ ઉપરાંત પણ આ જગત સાથે માનવીના અન્ય સંબંધ છે અને તે સ્નેહા, આત્મીયતાના. સંસારની આધિવ્યાધિ કે ઉપાધિથી જે ત્રાસ્યા નથી, તે ત્રિવિધ તાપથી જે હાર્યા નથી, નાસીપાસ થયો નથી તે આ જગતને ચાહે છે. એ માને છે કે માનવી અમર છે. અને એની સુખની શોધ અનંત છે. એના અર્થ શું એ કે સુખ છેલ્લે જ મળવાનું છે અથવા તો કયારેય મળવાનું નથી ?
આપણે આગળ જ્ઞાન - વિજ્ઞાનનું મહાત્મ્ય જોયું તેમ અહીં કળાના વિચાર કરીશું. પ્રશ્ન એ થયા કે સુખની શોધયાત્રા સફળ બનવાની કે અસફળ રહેવાની? એ પ્રશ્નના અનુસંધાનમાં સુખની વ્યાખ્યા વિચારવી જોઈએ.
ઘેનમાં રાખે તે સુખ? બેહેાશ બનાવે તે સુખ? અન્યની બેચેની કે અન્ય પરના ત્રાસ પર જ સર્જાયું હાય તે સુખ? જાતને ભુલાવે તે સુખ? અન્યના સુખ પ્રત્યે બેદરકાર રાખે તે સુખ
આગળ આપણે વિચાર્યું કે આ જગત સાથે માનવીને એક સંબંધ આત્મીયતાના છે, કળાનું તત્ત્વ માનવીના આ સંબંધમાંથી નિર્માયું છે. એ પ્રકારના સંબંધ જે કેળવે છે. તે સતત આનંદમાં રહી શકે છે. સંતેષી તે સદા સુખી એઆ જ અર્થમાં સાચું છે. આ જગત સાથે અને જગતના લોક સાથે જે સ્નેહના તાંતણેા સાચવી જાણે છે તે સદા એટલે કે હર પળે સુખી છે.
આમ સુખની શેાધયાત્રા અનંત હાવાની સાથે પળે પળે સુખને અનુભવ કરાવે છે- બાહ્ય ભૌતિક બાબતા, ઘટનાઓ, અનુભવા અસુખકર હોવા છતાં જો દષ્ટિના વિકાસ થયો હોય, મનોભૂમિ ખેડાઈ હોય તો આ અનંત જગત સાથેના અખંડ અનુસંધાન વડે માણસ સુખેથી રહી શકે છે. એને ગમે તેની વિપરીત ઘટના વિચલિત કરતી નથી. ભકિતનો મહિમા આ છે. ભકિત એ બાહ્ય ટાપટીપ નથી. ભકિત એ મનનું જગત સાથેનું આ અનુસંધાન છે. ભકિત વડે એ સ્થિર-સ્વસ્થ રહી શકે છે.
તા. ૧૬-૧૧-’૭૯
પ્રાર્થના એટલે ઉત્કટ ભાવના. એક સંકલ્પ પાર પાડવા માટે જે બળ જોઈએ તેને માટે સર્વ દિશાઓમાંથી સહારો મળી રહેા તેવી અભીપ્સા. આપણે અસત્યમાંથી સત્ય તરફ જવા માગીએ છીએ એટલે વિજ્ઞાનની સાધના કરીએ છીએ. જ્ઞાનના પ્રકાશ વધુ ને વધુ જોઈએ છે, તેથી અંધકારમાંથી પ્રકાશ તરફ જવા ઈચ્છીએ છીએ. અને મૃત્યુમાંથી અમૃત તરફ જવા ઈચ્છીએ છીએ.
ૐ અસતો મા સદ્દ્ગ મય ! તમસા મા જયોતિર્ગમય ! મૃતો મા અમ્રુતં ગમય !!
આપણે મૃત્યુને તરી જવું છે. અને અમૃતની પ્રાપ્તિ કરવી છે. આ મૃત્યુને તરવું શી રીતે અને અમૃતની પ્રાપ્તિ થાય કઈ રીતે એ પાયાનો સવાલ છે. મૃત્યુને હટાવી શકાશે, મિટાવી નહીં શકાય. આયુષ્યને અનંત નહિ બનાવી શકાય, આનંદમય બનાવી શકાશે.
આયુષ્યની રેખા સાંત છે, અંતવાળી છે. તેનાં અંત્ય બિંદુઓ જન્મ અને મૃત્યુ છે. એ બંને એવાં બિંદુઓ છે જેને સ્વામી એ આયુષ્યધારી પોતે નથી. પણ એ બે બિંદુ વચ્ચેના સળંગ ગાળાના સ્વામી આપણે પોતે નથી? જાગ્યા ત્યાંથી સવાર આ પળથી માંડીને આયુષ્યની અંતીમ પળ વચ્ચેની તમામ પળે. આપણી મૂઠીમાં નથી?
તે એ પળાના ઉપયોગ કેમ કરવે? આપણું વ્યકિતત્વ એવી રીતે ખીલવવું જોઈએ કે એ સ્વયં વ્યકિતત્વમાંથી જ આપણને સુખરસ મળ્યા કરતા હોય અને અન્યને પણ પિરસાતા હોય. એટલે કે આપણે જયાં હોઈએ ત્યાંની હવામાં પ્રસન્નતા વ્યાપવી જોઈએ. આપણાથી અન્યને સુખનો અનુભવ થવા જોઈએ. કળાનું એક લક્ષણ એ છે કે જે એકમાંથી પાંગરી અન્યમાં પ્રસરે છે, આનું નામ કળામય જીવન. કળામય જીવનની આ ભાવના છે: “પૂર્ણ પૂર્ણસમેતિ ” અપૂર્ણની ગતિ પૂર્ણતા તરફની છે.
આપણે અપૂર્ણ છીએ, પણ એ અપૂર્ણ અવસ્થા કાયમની નથી. સતત વિકાસમાન હોવું એ વિકાસવાદ છે. માનવી કરોડો વર્ષ પહેલા ન હતા તેવા આજે છે, એની ભૌતિક સિદ્ધિઓ જેટલી જ આંતરિક સમૃદ્ધિની ખેવના રાખવામાં આવે તે માનવી ખરા અર્થમાં સુખી છે. આ સુખની શોધ અને સિદ્ધિ એટલે માનવીની અપ્ર્ણતામાંથી પૂર્ણતા તરફ જવાની ગિત. સુખ એ કશાક પ્રયત્નનો છેડો નથી. દરેક પ્રયત્નોના વિધમાં સૂત્રરૂપે તે છે. મણકા સૂત્રને આધારે રહે છે અને તેને સમૂહ માળા બને છે તેમ પુરુ ષાર્થના મણકાના સમૂહ જીવન બને છે, પણ તેમાં સૂત્રરૂપે તે આનંદ જ વિલસી રહેવા ઘટે.
આ પ્રયત્નના, પુરુષાર્થના આનંદનું તાત્ત્વિક નામ અનાસકિ છે. ભકિત આસકિતથી દૂર છે પણ અનાસકિતની નજીક છે. આસકિત ભૌતિક બાબતને જ આલંબનરૂપ માને છે, જયારે અનાસકિતમાં તાત્ત્વિક દષ્ટિ આલંબનરૂપ છે. અનાસકિતમાં પુરુષાર્થના અભાવ માનવામાં આવ્યા હોય તે તે અનાસકિતના અનર્થ છે. પુરુષાર્થના અભાવ એ તો જીવનની હાર છે, જેમ નરી ભૌતિક આસકિત જીવનની ગેરસમજ છે તેમજ,
જીવનના ચાર પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મેક્ષ, એના અનાદર નહિ થઈ શકે. એની સાધના એટલે જ અપૂર્ણતામાંથી પૂર્ણતા તરફ જવું. પણ એ ગતિ દરમિયાન મનની સ્થિતિ આસકત રાખીએ તો મેાહ, મૂઢતા, ક્રોધ, ઈર્ષ્યા સળવળે છે અને મનને વ્યાપી વળે છે. અનાસકત રાખીએ તે મન સળંગ મુકિત અનુભવતું લાગે છે. આમ મુકિત એ પુરુષાર્થના અંત પણ છે અને પુર ષાર્થની હરેક પળ સાથે સંકળાયેલું સૂત્ર- સંકળાયેલા તાંતણા પણ છે. આવા મુકત પુર ુષ જ જીવનને માણી શકે છે. મુકતતાનું પ્રદર્શન કરી ભગવાન બની, પેાતાની લીલા પેાતાની માયા ફેલાવનારો પુરુષ આસકત છે, બદ્ધ છે. આત્માની મુકતાવસ્થા જીવનમય હોય છે, પ્રદર્શનપરસ્ત નહીં.
એટલે વિજ્ઞાની એ આ જગતને ભકત છે. આ જગત પ્રત્યે એક ભકત જેટલી મમતા કે ઉત્કટતા એનામાં ન હોત તો તે આટ
આટલા ભૌતિક નિયમે ન જાણી શકયા હોત અને આ ભૌતિક નિયમો જાણવા એ ઈશ્વરની ઓળખ નથી શું? પણ ઈશ્વરને ઓળખવાના માર્ગ એ એક જ નથી. સર્જક એટલે કે કળાકાર એની અન્ય રીતે ઓળખ કરે છે. ચંદ્રને માણે છે—કવિ એક રીતે તાવિજ્ઞાની અન્ય રીતે. સાગરને માણે છે– ચિત્રકાર એક રીતે, સાહસખેડૂ અન્ય રીતે. માલિક શ્રી મુંબઈ જૈન મુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક : મી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ મુંબઈ-૪૦૦ ૦૪ મુદ્રણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ્સ પ્રેમ, સેટ; મુંબઈ ૪૦૦ ૦૦૧
લલિત શાહ
૨. નં. ૩૫૦૨૯૯