________________
૧૫૬
પ્રજવ જીવન
વિરલ સંતપુરૂષ ફાધર વાલેસ
ધર વાલેસ એટલે એક વિશિષ્ટ વ્યકિત, વિશિષ્ટ તેમનું વ્યકિતત્વ, વિશિષ્ટ તેમની વાણી અને વર્તન, તેમજ જીવનમાં પણ ઘણી બધી વિશિષ્ટતાઓ જોવા મળે. તેઓ પરદેશી હોવા છતાં ભારતીય પરંપરા સાથે કેવા જીવનમેળ ! કોઈપણ સંપ્રદાયના સાધુ-સાધ્વીનું હોય એના કરતા પણ મુઠી ઉંચેર ચારિત્ર્ય તેમજ જ જીવનપતિ, તેમને મળવું અને તેમને સાંભળવા એટલે જાણે જીવનનો લ્હાવો હજારો વિશિષ્ટ વ્યકિતઓના પરિચયમાં આપણે આવ્યા હોઈએ, પરંતુ ફાધરને મળીએ ત્યારે એમ લાગે કે બધા જ મહાનુભાવાથી પણ તે મુઠ્ઠી ઊંચેરા છે. તેઓ બોલે ત્યારે એમ લાગે છે કે શબ્દને પણ કદાચ ઠોકર ન લાગે એટલી સાવચેતીપૂર્વક સૌમ્યતાસભર ભાષા દ્વારા તેમના વાણીપ્રવાહ વહે અને દસ ફૂટના પરિઘની બહાર તો તેમના એક પણ શબ્દ ભૂલથી પણ ન પહોંચે.
પોતાના માતા-પિતા તેમજ પોતાને દેશ છોડીને જેનાથી સાવ અપરિચિત હતા એવા ભારત દેશમાં તેઓ પ્રવેશ્યા ત્યારે
બીજી પાંચેક ભાષા તેઓ જાણતા હતા પરંતુ અંગ્રેજી, ગુજરાતી તેમજ હિંદી ભાષા તેમને માટે પરિચિત નહોતી. અહીં આવ્યા બાદ આ ત્રણે ભાષા તેઓ શીખ્યા એટલુંજ નહિ પરંતુ તેના પર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું. આના ઉપરથી અંદાજ બાંધી શકાય કે તેમનામાં વિચારની કેટલી બધી દૃઢતા હશે? ત્યાર બાદ તેઓ પ્રોફેસર થયા અને લેખક પણ બન્યા.
તેમની લેખનશૈલીની ભાત પણ સાવ નિરાળી, સાવ સરળ ગુજરાતી ભાષામાં ઠેઠ હ્રદય સુધી તરત જ પહોંચે અને હૃદય તેના સ્વીકાર કરે એવી દૃઢ અને પ્રકાશમય તેમની રજૂઆત. તેમનું લખાણ વાંચતા એમ લાગે કે જાણે આપણે વિદ્યાર્થી તરીકે તેમની સમક્ષ બેઠા છીએ અને તેઓ એક ઉત્તમ પ્રકારના શિક્ષક તરીકે આપણને સંબોધી રહ્યા છે. તેમને વાંચતા આપણે જાણે તેમના સાક્ષાતકાર અનુભવતા હોઈએ એવી આપણને લાગણી થાય. ગુજરાતી સુપ્રસિદ્ધ લેખકો પણ સામાન્ય વાચકને ન સમજાવી શકે એવી તેમની ભાષાની સરળતા અને સચાટતા. તે આપણા દિલસોંસરવી નીકળી જાય અને તેમના બધાંજ લખાણા પાછળ ફકત એકજ લક્ષ્યના દર્શન થાય કે એના વાંચનથી માણસના જીવનમાં કંઈક અંશે પણ સુધારો થાય, તે સારો અને સાચા માણસ બનીને જીવે. તેને જીવનપાથેય પ્રાપ્ત થાય. તેની ઉર્ધ્વગામી વિચાર સરણી કેળવાય અને આ બધાના કારણે તે ભગવાનની નજીક પહોંચી શકે. તેઓ જે બેલે છે કે લખે છે તે પ્રમાણે જ વર્તે છે જીવન જીવે છે. એટલે જ તેમનાં દર્શન કરીએ અને તેમની સાથે વાતચીત કરીએ ત્યારે તેઓ એક સૌમ્યમૂર્તિ અને સંપૂર્ણપણે ભગવતના માણસ જ લાગે - એક પવિત્ર નિર્દોષ બાળક જેવા.
આજ સુધીના મારા સાઠ વર્ષના જીવનકાળ દરમિયાન આવાં ભગવાનના ફરીસ્તાના મનુષ્યરૂપે મને કયારેય દર્શન નથી થયા. આવા એકજ માનવી જોવા સાંભળવા મળ્યો છેઅને તે છે “ફાધર વાલેસ.”
મારી પાસે ભાવ છે, ભાવુકતા છે પરંતુ ભાષાસમૃદ્ધિ નથી, હું લેખક નથી એટલે ફાધરના વ્યકિતત્વને મૂલવવાનો કે રજૂ કરવા માટેના યોગ્ય શબ્દભંડોળનો સંગ્રહ મારી પાસે નથી, પરંતુ મારી પાસે શબ્દોની જે ટુંકી પૂંજી છે એના દ્વારા તેમના વ્યકિતત્વના દર્શન વાચકવર્ગને કરાવવાના હું નમ્ર પ્રયાસ કરી રહ્યો છું.
આમ તો ફાધર અમારી મુંબઈ જૈન યુવક સંઘદ્રારા યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં ઘણા વર્ષોથી વ્યાખ્યાન આપવા ખાસ પધારે છે. તેઓ તેમના વ્યાખ્યાનદ્નારા શ્રોતાઓને સાચું જીવન જીવવા માટેની પ્રેરણા આપી જાય. શ્રીયુત રસિકલાલ મોહનલાલ ઝવેરીને ત્યાં જમતાં જમતાં તેમની સાથે ચર્ચા વિચારણા ચાલતી હોય તે સાંભળવાનો લ્હાવા દર વર્ષે મળે. છૂટા પડીએ ત્યારે બે હાથ જોડીને સસ્મીત વદને એ નમ્રતાની મૂર્તિ વિદાય લ્યે ત્યારે ' આપણને જાણે કાંઈક આપણે ગુમાવતા હોઈએ એવા ભાસ થાય. હજુ પણ થાડો વધારે સમય વાતો ચાલી હોત તો વધારે જીવનપાથેય મળત એવા વિચાર આવે. કયારેક પત્રવ્યવહારનો પણ પ્રસંગ પ્રાપ્ત થાય અને શુદ્ધ ગુજરાતી ભાષામાં તેમના પોતાના જ હસ્તાક્ષરમાં મરોડદાર અક્ષરથી લખાયલા પત્ર પ્રાપ્ત થાય અને તે વાંચતા હોઈએ ત્યારે તેમના એ અક્ષરદેહથી પણ ખૂબ જ શાતા વળતી હાય એમ લાગે અને ધન્યતા અનુભવાય.
આ રીતે તેમને મળવાના, સાંભળવાના અને વાંચવાના અનેક
તા. ૧૬-૧૨-૭૯
પ્રસંગા બન્યા હતા, પરંતુ તાજેતરમાં અમારા “જૈન સાશ્યલ ગ્રુપ” ની અમદાવાદ શાખાનું ૧૮મી નવેમ્બર ના રોજ ઉદ્ઘાટન થયું તેના અનુસંધાનમાં પ્રથમ જ વાર અમદાવાદ જવાનું પ્રાપ્ત થયું ત્યારે સેન્ટ ઝવિયર્સ કોલેજમાં તેમની બેઠક માટે તેઓ જે જગ્યાના ઉપયોગ કરે છે તે ફકત ચાર દિવાલવાળી લગભગ છ બાય આઠ ફૂટની જગ્યામાં અમે સાત જણ તેમને મળવા ગયા હતા. અગાઉથી પત્ર લખીને શ્રી ગણપતભાઈ ઝવેરીએ તેમની મુલાકાતનો સમય નક્કી કરી લીધો હતો. મુલાકાતીઓમાં, હું પ્રો. રમેશ ભટ્ટ, તેમના પત્ની, શ્રી ગણપતભાઈ ઝવેરી, તેમના પત્ની, શ્રી કે. પી. શાહ શ્રી બોપીનભાઈ બાર્બીયા આટલી વ્યકિતઓ હતી. અમેએ અડધો ક્લાક તેમની સાન્નિધ્યમાં ગાળ્યો. અમે છૂટા પડયા ત્યારે મનમાં એવા ભાવ જાગ્યો કે એ અડધો કલાક જાણે અમે પાર્થિવ જગતની બહાર કોઈ અલૌકિક સ્થળે અલૌકિક વ્યકિત સાથે હતા. ખરેખર અમાએ મનોમન ધન્યતા અનુભવી.
સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં દરેક ફાધરને રહેવા માટે સ્વતંત્ર બ્લાસ મળતા હોય છે. એ રીતે ફાધર વાલેસ પણ તેમને મળેલા બ્લોકમાં રહેતા હતા. અને જીવન જરૂરિયાતની જે વસ્તુઓ જોઈએ તે બધી ખુરસી ટેબલ, સાફા- ટેપરેકોર્ડર એવી નાની મેટી વસ્તુઓને ઉપયોગ કરતા હતા. આમ તે તેઓ ઉપદેશક અને વિચારક છે જ એટલે કે એક દિવસ તેમને વિચાર આવ્યો કે હું દુનિયાના લોકોને અપરિગ્રહી થવા માટે ઉપદેશ આપી રહ્યો પરંતુ હું પોતે તે પરિગ્રહી જીવન જીવું છું. આવા એક શુભ પળે ચમકાર થયો અને નિર્ણય લેવાઈ ગયો કે પરિગ્રહમાંથી મુકત થવું !
મેનેજમેન્ટને પેાતાના વિચાર જણાવ્યો કે મારે હવે આ બ્લાકમાં રહેવું નથી. સંમતિ મેળવી અને ચાહકો તેમજ મિત્રાને જાણ કરી કે, હું મારી સેવા અહીં ચાલુ રાખીશ, પરંતુ જે લોકો જેટલા દિવસનું નિમંત્રણ આપશે તેને ત્યાં હું તેટલા દિવસ રહીશ. પછી, તે નિમંત્રણ આપવાવાળી વ્યકિત, ગમે તે કામની હાય, અમદાવાદમાં ગમે તે સ્થળે રહેતી હાય, બંગલામાં રહેતી હાય, સાસાયટીના બ્લોકમાં રહેતી હોય, કે નાની સરખી જગ્યામાં રહેતી હાય. તેમની આવી જાહેરાત બાદ નિમંત્રણાના પ્રવાહ શરૂ થયો. અને આ રીતની તેમની વિહારયાત્રા શરૂ થઈ. જે છેલ્લા છએક વર્ષથી નિયમિત રીતે ચાલે છે. તેઓ જયાં રહેવા જાય ત્યાં, જેમને ત્યાં રહે તેમને જરા પણ પાતા થકી તક્લીફ ન પડે તેની પૂરતી કાળજી રાખે અને એમ છતાં પોતાના સ્વાધ્યાય પણ બરાબર નિયમિત રીતે ચાલે. સવારનું વહેલી પ્રભાતનું ધ્યાન, પ્રર્થના, લેખનવાંચન વિગેરે. અને તેઓ દરરોજ સાયક્લ પર સમયસર કોલેજમાં પણ પહોંચે. આ રીતનું કઠણ જીવન જીવવા છતાં હંમેશા પ્રસન્નમૂર્તિ બનીને સ્વસ્થ રહે.
અમા તેમને ૨૩મી નવેમ્બરે બપોરે સાડા ત્રણ વાગ્યે મળ્યા. ત્યારે તેમણે કહ્યું કે તમાએ સારો દિવસ પસંદ કર્યો છે. યોગાનુયોગ આજે મને ભારતમાં આવ્યાને બરાબર ત્રીસ વર્ષ પુરા થાય છે.
તેમની જાગૃતિ પણ કેટલી બધી ! તેમનાં બધાં જ લેખા પુસ્તકરૂપે પ્રગટ કરવાની બધી જ જવાબદારી તેમણે ગૂર્જર ગ્રંથ રત્ન કાર્યાલય નામની પ્રકાશન સંસ્થાને સોંપી છે. તેમના લખાણોની જે રોયલ્ટી મળે તે તેઓ નિયમ પ્રમાણે કોલેજને આપી દેતા હતા. પરંતુ હમણાં કાગળ તેમજ પ્રિન્ટીંગના ભાવા ખૂબ જ વધી ગયા છે તેથી પુસ્તકની કીંમત વધારે થાય છે. ત્યાં તેમની સુક્ષ્મ દ્રષ્ટિએ કામ કર્યું, તેમણે કોલેજના સંચાલકોની સંમતિ લઈને ગૂર્જર ગ્રંથ રત્ન સાથે એવી ગોઠવણ કરી કે રોયલ્ટીની જે રકમ થતી હાય તેટલી પુસ્તકની કીંમત ઘટાડવી, જેથી વાચકને પુસ્તક સસ્તી કિંમતે મળે.
આ મુલાકાતથી મારા મન પર એવી છાપ ઉપસી કે મહાત્મા ગાંધી પછીની આ કદાચ એક જ વ્યકિત છે કે જે જીવનમાં ઉતાર્યા પછી ઉપદેશ આપે છે, જેમનું વાણી અને વર્તન એક છે અને જે ઉચ્ચ પ્રકારનું પવિત્ર સાધુજીવન જીવે છે. અને એટલે જ તેમનાં લખાણા હ્રદયસ્પર્શી બની રહે છે.
આવા માનવરત્નને આપણે વધારે જાણીએ અને વાંચનદ્રારા માણીએ અને એ રીતે આપણા જીવનને સાર્થક કરીએ- ઉર્ધ્વગામી બનાવવા પ્રયત્ન કરીએ. મારો નમ્ર અનુરોધ છે કે દરેક તેમના પુસ્તકોના સેટ વસાવીને વાંચે અને અન્યને વંચાવે અને પુસ્તકાલયે। તો અવશ્ય સેટ વસાવે અને પેાતાના વાંચકોને વંચાવે. - - પુર ુષ જેવા ફાધરને મારા કોટી કોટી વંદન. – શાન્તિલાલ ટી. શેઠ
ઋષિ