Book Title: Prabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 149
________________ Regd. No. MH. By South 54 Licence No. : 37 . પબુ જીવન ‘પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૪૨ : અંક : ૧૫ મુંબઈ જૈન મુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છુટક નકલ રૂ. ૦-૭૫ મુંબઈ, ૧૬ ડિસેમ્બર ૧૯૭૯, રવિવાર ચર્ષિક લવાજમ રૂ।. ૧૫, પરદેશ માટે શિલિંગ : ૪૫ તંત્રી: ચીમનલાલ ચકુભાઈ શાહ આગામી ચૂંટણી: ચૂંટણીના તખતા ગોઠવાઈ ગયા છે. ચૂંટણીને આદેશ આપતું જાહેરનામું રાષ્ટ્રપતિએ પ્રસિદ્ધ કર્યું છે. વિવિધ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોની પસંદગી કરી લીધી છે. ઉમેદવારી પત્રકો ભરાઈ ગયા છે. ચૂંટણી ઝુંબેશ શરૂ થઈ છે. લોકોમાં ઘેરી ચિન્તા છે. ચૂંટણીનું પરિણામ શું આવશે? ચૂંટણી પછી પરિસ્થિતિ શું હશે? વર્તમાન અસ્થિરતા ચાલુ રહેશે ? આઝાદી પછી છ સામાન્ય ચૂંટણીઓ થઈ. માર્ચ ૧૯૭૭ ની પરિસ્થિતિ અને ચૂંટણી અભૂતપૂર્વ હતી. છતાં, આ ચૂંટણી સમયે મતદાર મુંઝવણ અનુભવે છે એવી મુંઝવણ પહેલાં કોઈ વખત અનુભવી નથી. મત આપવા કે નહિ, આપવા તે કોને આપવા, એનો નિર્ણય સહેલાઈથી થઈ શકતા નથી. મતદાર જાગૃત છે, વિચાર કરે છે, ચર્ચા કરે છે, જાહેર વિવાદ ચાલે છે, વર્તમાનપત્રા કાળજીપૂર્વક વાંચે છે. પણ કાંઈ સ્પષ્ટતા થતી નથી. આમાં મતદારને દોષ નથી. બધા રાજકીય પક્ષો અને તેની આગેવાન વ્યકિતઓએ, માત્ર પોતાના સ્વાર્થ અને સત્તા લાલસાનું તાંડવ ખેલ્યું છે. પ્રજાને કોઈનો વિશ્વાસ રહ્યો નથી. જાહેર જીવન કોઈ દિવસ આટલું નીચું ઊતર્યું હતું. આવા સંજોગામાં શું કરવું? કેટલીક સ્પષ્ટતા શરૂઆતમાં કરી લઈએ. કેટલાક લોકો એમ કહે છે કે કોઈને મત ન આપવા. આવું નકારાત્મક વલણ હાનિકારક છે. મતદાન ઓછું થાય તેના લાભ ઈન્દિરા ગાંધીને જ મળવાનો. વિક્ટ સંજોગામાં પણ પોતાની ફરજ ચુકાય નહિ; નિર્ણય કરવેશ જ રહ્યો. સર્વોદયના કેટલાક ભાઈઓ લાકઉમેદવારની વાત કરે છે. કર્યાંયથી લાકઉમેદવાર ઉભા કરી શક્યા નથી. ગુજરાતમાં પ્રયત્ન કર્યો તે પણ છોડી દેવા પડયો લાકઉમેદવારની કલ્પના શકય અને આવકારદાયક હોય તો પણ બહુ મોડા જાગ્યા છે. લાકઉમેદવારની વાત કરી, મતદારોને ગૂંચવણમાં નાખવા નહિ. કેટલાક લોકો કહે છે કે કોઈપણ પક્ષમાં સારા અને પ્રમાણિક માણસા હોય તેવાને મત આપવા. સંસદીય લોકશાહીમાં પક્ષની વગણના થઈ શકે નહિ. આ લોકશાહી પક્ષીય લોકશાહી છે. It is Party Government માટે કયા પક્ષને સા' સોંપવી છે તે નિર્ણય કરવા જોઈએ. પછી તે પક્ષને બહુમતી મળે તેમ કરવું જોઈએ. પક્ષના નિર્ણય કરીએ ત્યારે પણ તે પક્ષના નેતા કોણ છે તે લક્ષમાં લેવું જોઈએ. જે પક્ષને બહુમતી મળે તેના નેતા વડાપ્રધાન થાય. એટલે, વાસ્તવમાં, આ ચૂંટણી નેતાની, વડા પ્રધાન પદ માટેની છે. જે પક્ષને સત્તા સોંપવી ન હોય અને જે વ્યકિતને વડા પ્રધાનપદે મૂકવા ન હોય, તે પક્ષના કોઈ ઉમેદવારને મત ન જ અપાય, પછી તે પક્ષમાં કોઈ વ્યકિત સારી અને પ્રમાણિક જણાતી હોય તે પણ તેને મત ન જ અપાય. એવી વ્યક્તિ કોઈ હોય તો ભૂલથી તે પક્ષમાં ગઈ છે, અથવા સારી અને પ્રમાણિક લાગે છે પણ ખરેખર નથી અને સ્વાર્થથી એવા પક્ષમાં ગઈ છે એમ માનવું રહ્યું. ખરેખર સારી અને પ્રમાણિક વ્યકિત હોય તો તેને સમજાવી એવા પક્ષ છેાડાવવા જોઈએ અને ન માને તે હરાવવી જોઈએ. સમગ્રપણે વિચાર કરતાં, જે પક્ષ સત્તા ઉપર આવે તેમ આપણે ઈચ્છતા હોઈએ તેના ઉમેદવારોને સફળ બનાવવા જોઈએ. તે પક્ષને મત કાને આપીશું ? સ્થિર સરકાર રચી શકે તેટલી બહુમતી મળે તેમ કરવું જોઈએ. પક્ષ ઉમેંદવારો પસંદ કરે તે બધા સારા અને પ્રામાણિક હાતા નથી. ઉમેદવારોની પસંદગીમાં પક્ષે પૂરી કાળજી રાખવી જોઈએ. પણ વર્તમાન સંજોગામાં તે ઘણું દુષ્કર છે એ હકીકત છે. તેથી કેટલુંક નિભાવી લેવું પડે. તે પણ, આપણે ટેકો આપવા ઈચ્છતા હોઈએ એવા પક્ષે પણ, જાણીતી રીતે અપ્રમાણિક હોય કે નાલાયક હોય તેવી કોઈ વ્યકિતને ઉમેદવાર તરીકે પસંદ કરી હોય તે તેવી વ્યકિતને મત ન આપવા. પણ આવા કિસ્સાઓ બહુ જ થોડા હોય તેમ સમજી લેવું. P અપક્ષ ઉમેદવારોમાં, સારા, પ્રમાણિક અને કુશળ વ્યકિતઓ હાય- માવલંકર જેવી—તા તેને ટેકો આપવા. આવી ૨૫-૩૦ વ્યકિ તઓ લોકસભામાં હોય તે આવકારદાયક છે. હવે પક્ષોના વિચાર કરીએ. વર્તમાનમાં, આપણા દેશની દુર્દશા એ છે, કે રાજકીય જીવન ઘણાં પક્ષોમાં વિભાજીત થઈ ગયું છે. સંસદીય લેાકશાહીમાં બે સબળ પક્ષો હોય ત્યાં જ આવી. લોકશાહી સફળ થાય છે. આ ષ્ટિએ જોઈએ તો અત્યારે ત્રણ મુખ્ય પક્ષો ગણાય. એક, લાકદળ-કોંગ્રેસ (જો તે એક ગણાતા હાય તો), બીજો, જનતા પક્ષ અને ત્રીજો ઈન્દિરા કોંગ્રેસ, પણ તે સિવાય અનેક પક્ષો છે. સામ્યવાદી-બેપક્ષો-, અકાલી, એડી. એમ કે, ડી એમ કે, રીપબ્લીકન, કેટલાક પ્રાદેશિક પક્ષો, મુસ્લીમ લીગ વિગેરે. આ બધા પરચૂરણ પક્ષોમાં સામ્યવાદી-સી. પી. એમ. વધારે સંગઠિત અને પશ્ચિમબંગાલ, ત્રિપુરા અને કેરલમાં વધારે લાગવગ ધરાવે છે. ત્રણ મુખ્ય પક્ષો સિવાયના બીજા બધાં પક્ષો અને અપક્ષો મળી, વધુમાં વધુ, ૧૦૦ બેઠકો લઈ જાય એમ માનીએ. આવા પક્ષોના મતદાર વર્ગ પેાતાના પક્ષને જ મત આપવાના, તેમને માર્ગદર્શનની જરૂર નથી. હવે બાકી રહ્યા ત્રણ મુખ્ય પક્ષો અને તેના ત્રણ આગેવાના, ચરણસિંહ, જગજીવનરામ અને ઈન્દિરા ગાંધી. આ ત્રણે પક્ષોમાં કોમવાદ અને જ્ઞાતિવાદ ભરપૂર છે. ઉમેદવારોની પસંદગી માટે ભાગે આ ધારણે થઈ છે. સંસદીય લોકશાહી અને તેનું અવિભાજય અંગ ચૂંટણી આપણા દેશમાં આવી ત્યારથી સૌથી મોટું દુર્ભાગ્ય જ્ઞાતિવાદ અને કોમવાદ ખૂબ ફૂલ્યા-ફાલ્યા તે છે. આ સહસ્ત્રફણા ઝેરી નાગને નાથી શક્યા નથી.એટલું જ નહિ પણ એક ફેણ કાપે તો દસ ઊગે એવી દશા છે. આ શાતિવાદ અને કોમવાદ ઉપરાંત, લઘુમતીઓ, મુસલમાન ખ્રિસ્તીઓ, હરિજન, પછાતવર્ગો, આદિવાસીઓ– આવા વર્ગોનું મહત્ત્વ વધી ગયું છે અને રાજકીય પક્ષોએ ઈરાદાપૂર્વક વધાર્યું છે. આ ઝેર, શાતિવાદ જેટલું જું, કદાચ તેથી વિશેષ, પ્રસરતું જાય છે, તેને ઉત્તેજન મળે છે. લઘુમતીઓનું રક્ષણ કરવું, તેમનાં હિત જાળવવા, એ આપણી ફરજ છે. પણ લઘુમતીની શિરજોરી થાય, તેને બહેકાવવામાં આવે, તેમના મતો મેળવવા તેમને વધારે પડતી લાલા આપવામાં આવે, તેમની મહત્ત્વાકાંક્ષાઓ આસ્માને ચડાવાય અને બહુમતીને લઘુમતી બનાવવાના પ્રયત્ન થાય ત્યારે સ્ફોટક પરિસ્થિતિ પેદા થાય, દેશની એકતા અને સલામતી જોખમાય. જનસંઘ અને રાષ્ટ્રીય સ્વયંસેવક દળ ઉપર આરોપ છે, કે તે કોમવાદી છે. વાત સાચી છે. તેમનામાં હિન્દુત્વની ભાવના છે. અન્ય કોમાના હિતને નુકસાન કરી હિન્દુ રાજ સ્થપવાની મહાત્વાકાંક્ષા “હાય તો તે સર્વથા, હાનિકારક છે. હરિજન, પછાત વર્ગ કે આદિ

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158