Book Title: Prabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 148
________________ ૧૪૮ પ્રબુદ્ધ જીવન તા. ૧-૧૨-૭૯ હોવો જોઈએ. મનને યોગ્ય દિશામાં વાળી તેની ગતિ ઉપર સતત નિયંત્રણ રાખતાં શીખવું એ એક મોટામાં મોટી સિદ્ધિ છે મન જે વારંવાર અકસ્માત કરતું રહે છે તેને પ્રભાવ પોતાના તેમજ અન્યના (સમાજજીવન) જીવન ' પર પડ્યા વગર રહેતો નથી. આ માનસિક અકસ્માત ક્યારેક આઘાતમાં પણ પરિણામે છે. આ મનને યોગ્ય દિશામાં, યોગ્ય વસ્તુમાં અને થોગ્ય સ્થળે જોડવાની ક્રિયાને “ગ” નામ આપ્યું. યુજ એટલે ‘જોડવું ક્રિયાપદ પરથી ઉતરી આવેલું નામ યોગ, અહીં મનને પિતાના જે આત્મામાં - વાળી, પરમાત્મા સાથે અનુસંધાન સાધવાની ક્રિયાને વેગ કહ્યો. ગદ્વારા માનવીનું મન દીવ્ય ચેતના સાથે અનુસંધાન પામે છે. જેમ એકાગ્રતાને કારણે માનવીની માનસિક શકિત ઉર્ધ્વગમન કરે છે. તે સમગ્ર જગતની દીવ્ય ચેતના પણ તેને ભેટવા માટે આતુર થઈને નીચે આવે છે. ત્યારે યોગસ્થિત માનવીનું મન એક પ્રકારને અવર્ણનીય આનંદ અનુભવે છે. ત્યારે આવા પગી માનવીનું મન ચંચળતાની સાથે લમી-પપૈસાથી પણ મુકિત અનુભવે છે. મન જીતવાથી વાસના જીતાય છે, એમ જ કહ્યું છે તે આ અર્થમાં. લક્ષ્મી અને મન બંને ચંચળ છે. ગદ્રારા બંને ઉપર એક સાથે કાબૂ મેળવી શકાય છે. આમ થતાં માનવી જદી મહત્ત્વાકાંક્ષાઓથી મુકત થાય છે. આ માનવી જે સ્થળે રહે છે, તે સ્વર્ગ બને છે. તેને બીજાં કોઈ મંદિરો કે મસજિદની જરૂર પડતી નથી. તેનું શરીર સ્વયં તીર્થસ્વરૂપ બની જાય છે. ગંગા-ગોદાવરી કે નર્મદામાં તેને સ્નાન કરવાની જરૂર પડતી નથી. આમ, મન દ્વારા માણસે પોતાના જ આત્મામાં ડૂબકી મારવાની સિદ્ધિ હાંસલ કરવાની છે. મનને શાંત કરી નિવૃત્ત કરવાથી જ સાચી પ્રવૃત્તિ-સાત્ત્વિક પ્રવૃત્તિ કરી શકાય છે. -હરજીવન જાનકી એક સત્ય : છેલ્લા શ્વાસ સુધીનું હું એક વખત ગિરનાર ગયેલ. હતાશા અને નિષ્ફળતાથી જ પ્રેરાઈને, એક એક્લો જયાં ત્યાં ભટકતે હતો.' ચાલતા ચાલતે, મહાકાળીની ટૂક સુધી ગયો. સાંકડી કેડી ને આજુબાજુ ખીણ. સંભાળીને જ ચાલવું પડે. ત્યાં જતાં, કાંઠે એક સાધુને મેં સમાધિ અવસ્થામાં જોયા! ‘મને થયું, એ પડી જશે તો?” હું એમની નજીક ગયા ! મને એકાએક પ્રેરણા થઈ. મેં એ સાધુને ઊંચકીને, યોગ્ય જગ્યાએ બેસાડી દીધા. . મેં બેસાડયા પછી, એણે આંખો ખોલી! પ્રથમ તે, એની મોટી ને લાલઘૂમ આંખે જોઈને ડર લાગે! કદાચ, સાધુના શ્રાપને જ આ ડર હતો !” –પરંતુ પળેક વારમાં એના મોં પર પ્રસન્નતા છવાઈ ગઈ. એ બોલે એ પૂર્વે, મેં જ કહ્યું: “તમે પડી જાવ એવું લાગ્યું એટલે...” “તે નાહક ચિતા કરી. હું સમાધિ અવસ્થામાં સજાગ ભલે નહોતે, પણ સ્થિર જરૂર હત! પડી ન જાત!” મારા શબ્દો પૂર્ણ થાય એ પૂર્વે એણે કહ્યું હતું. પણ મને ડર હતો કે, તમે પડી જાત !” મેં ફરી કહ્યું.. એ બોલ્યા: “જીવનમાં સહેજે કાંઈ પ્રાપ્ત થતું નથી! ને થાય છે, એમાં પ્રાપ્તિનો સંતોષ નથી. સુગંધ નથી! મારે આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત કરવી છે. મેં મારું સર્વસ્વ ઈશ્વરને સમર્પણ કરી દીધું છે! આ જીવનની એક પળ પર મારો અધિકાર નથી ! એટલે જ મને ચિંતા નથી !” એ અટકયા, ને પછી મારી સારવું જોઈને ફરી બોલ્યા: પરંતુ કદાચ એવું ય હોય, હું પડી જવાનો હોઉં ને તને જ ઈશ્વરે મને ત્યાંથી અહીં મૂકવાની પ્રેરણા આપી હોય? એવું પણ બને !” આવા પ્રશ્ન પછી, એણે મારી સામું જોયું મેં એની મોટી મોટી આંખના ઊંડણમાં જોયે રાખ્યું. કદાચ, એ સમયે, આ ગહન વિષય મારે માટે અઘરો હતો. પરંતુ, એ વખતનું મારું જીવન જ એવું હતું! આનંદમાં કે હતાશામાં પણ ગિરનાર, ભવનાથ, આજુબાજુના જંગલે પહાડ. ઉતરવો ને ચડવા-આ બધું ગમતું હતું! પરંતુ આ પ્રસંગે હું સીકસસ્ટાન્ડર્ડમાં નાપાસ થયો હતે-ને એ હતાશામાં જ ભટકવાનું ગમતું હતું. પરંતુ હતાશામાં આ જીવનને ટૂંકાવવાને કદી વિચાર પણ આવેલે નહીં! મને દુ:ખ કે સુખની પ્રેરણાથી, કોઈક આવા સ્થળોએ જઈને, સૂનમૂન બેસવાનું ને વિચારવાનું ખુબ ગમે. હું હજી ય મારા જીવનના આ અંગત સત્યને જાળવી જાણ્યો છું. પરંતુ વાત આટલા પૂરતી નથી! હજુ ય બચપણના દિવસો યાદ કરું, ને હું રાત્રે સપનામાં ગિરનાર ન ગયો હોઉં એવું તે ન જ બને! -હા, હું બહુ આસ્તિક હોવાને દાવ નથી કરતો ! કોઈ દેવી યમત્કારથી પ્રેરાઈને હું ત્યાં નહાતો જતો ! મને ગમતું હતું ત્યાં જવાનું! એકાંત, ધીરે ધીરે વહેતા વાયરામાં વૃક્ષોને ઘૂંટાયેલે સ્વર, ટાશંકરની રમણીય જગ્યા, ખળખળ વહેતું ઝરણું, ક્યારેક, કોઈ પથ્થર ઉપર ઊભેલું વનચર-દીપડો પણ હાય ! –ને જોતાં જ બાજુમાં જટાશંકરની જગ્યામાં ઘૂસી જવાનું એ ડરપોકપણુ પણ ગમે ખરું! – હજ ય સિંહને છૂટો જોઈને ડરવાનું મને ગમે! પણ પેલા સાધુના શબ્દો આજે ય ભૂલ્યો નથી! “પ્રાપ્તિના સંતોષની વાત ! પ્રાપ્તિની પણ સુગંધ !” અને એની બીજી વાત : “જે છે તે સર્વ ઈશ્વરને સમર્પિત કરી દીધું છે! આ જીવનની એક પળ પર પણ મારો અધિકાર નથી !”– કેટલે સુંદર સંકલ્પ! કેટલી નિર્ભયતા! અને એટલે જ એણે, મહાકાળીની ટ્રકની કેડી બેસવા માટે પસંદ કરી હશેને?– જયાંથી ચાલવા માટે પણ ડર લાગે ત્યાં જ બેસીને, આધ્યાત્મિક સાધના કરવાની પ્રેરણા પણ એને એના જ આત્માએ આપી હશેને? આપણે, “આપણું આપણું” કરીને જીવનની અમૂલ્ય ક્ષણોને ખર્ચી નાખીએ છીએ- કમાઈએ છીએ શું? ધન. અને ખરા અર્થમાં, જેના દ્વારા વૈભવ સિવાય કશું જ પ્રાપ્ત થતું નથી એને માટે આપ ' , જીવન આખું ખર્ચી નાખીએ છીએ –ને તોય મેળવીએ છીએ.અ - - પર્યાપ્ત છે એ સંતેષ અનુભવતા નથી!—ને આખર મેળવ્યું ન મેળવ્યા બરાબર જેવું થાય, ત્યારે પેલી વહી ગયેલી જીવનની બળવાન ક્ષણોને યાદ કરી કરીને, માંદલી ક્ષણમાં જ જીવવાનું ને! .. | મારામાં આ ને આવાં ઘણાં સત્ય જીવે છે. મને બચપણથી એ સત્ય વિશે વિચારીને, સ્વયં સાથે સંઘર્ષમાં ઊતરવાનું ગમે છે! હું ઘણી વખત છિન્નભિન્ન દશામાં પણ સત્ય પ્રત્યે આગ્રહી રહ્યો છું ત્યારે મારે ભાગે સહન કરવાનું જ આવ્યું છે! આનાથી સત્ય નહીં, વિચલિતના જ પ્રાપ્ત થઈ છે–વ્યવહારુ જીવન પણ સંઘર્ષમય બની ગયું હતું. આ વિચલિતતાએ ન મને સત્ય પ્રાપ્ત કરવા દીધું ન જીવનમાં સાચું સુખ પ્રાપ્ત થવા દીધું! મને સુખ કયારે મળશે તેની કદી ચિતા કરતો નથી, ‘સત્ય’ કયારે મળશે તેની ચિંતા છે! પરંતુ ઘણી વખત વિચારું છું-મારામાં જે “સત્ય” છે તે શું છે? હા, છેલ્લા શ્વાસ સુધીનું સત્ય- પણ તે શું છે?: આને જવાબ મારે અંગત રાખવો છે! “તમે ને હું બરાબર આપણે બધાં જ સત્ય ઝંખીએ છીએ-સ્વીકારીએ છીએ છતાં આચરતા નથી. એવું સત્ય કયું છે, એ સૌએ અંતર ઢંઢોળીને મેળવવું રહ્યું! જીવનની કેટલી ય ક્ષણે આસકિતમાં, વાતામાં કે મનોરંજન કે સાહિત્ય સર્જનમાં વિતાવું છું. પણ મારામાંનું એ સત્ય-પ્રાપિ સંતેષ, પ્રાપ્તિની સુગંધ, જીવનની પ્રત્યેક પળ ઈશ્વરને સારુ આપણી ક્ષણે પરને આપણે અનધિકાર ! અરે આવા આવા કેટલાય સત્યો..ને હું ભૂલતો નથી! -અને જુઓ આ જીવનની કરુણતા! બધું જાણું છું–છતાં ય આચરવું કેટલું મુશ્કેલ છે! ખૂબ મુશ્કેલ છે! પેલા સાધુની જેમ, જયાં મૃત્યુને જ ભય છે ત્યાં જઈને સ્થિતપ્રજ્ઞ બેસવા જેટલી હિંમત જ કયાં છે? -ને છતાંય, આ બધાં સત્ય સ્વીકારીને હું આચરુ છે આ સત્ય મારામાં છે જ એ દંભ આચરવા જેટલી શકિત મેં કેળવી નથી. આ ડરપોકપણું પણ મને ગમે છે! સત્યનો દંભ આચરો એના કરતાં મારામાંનું અસત્ય સ્વીકારી લેવા હું સદાય તત્પર રહું છું! મને મારામાંની આ નિખાલસતા ગમે છે: અહીં પણ મને પ્રસન્નતા અનુભવવી ગમે છે! - ‘પ્રાપ્તિને સંતોષ-પ્રાપ્તની સુગંધ! ક્ષણ પર ઈશ્વરને અધિકાર, ઈશ્વરને સર્વ સમપિત !... જય મુત્યને ભય છે ત્યાંથી જીવનની સાચી પ્રાપ્તિ-આ બધા જ સત્ય, જીવનના છેલ્લા શ્વાસપતના સત્યો... હું મેળવવા ઝંખું છું–અવશ્યમેળવીશ... મારો આ સંકલ્પ, એ જ મારા જીવનના છેલ્લા શ્વાસ સુધીને સંકલ્પ છે. ગુણવંત ભટ્ટ માલિક શી મુંબઈ જેન મુવક સંધ, મુદ્રક અને પ્રકથક : મી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સંથળ : ૩૮૫, સરદાર વી. પી. રેડ અંબઇ-૪૦૦૪ ટે. નં. ૩૫૦૨૯૬ મુદ્રણ પાન : ધી સ્ટેટસ પીપલણ , મેટ મુંબઇ ૦૦૦૧

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158