________________
તા. ૧-૧૨-૯
પ્રબુદ્ધ જીવન
૧૪૨
- વિચારનું બળ
કયે છે અને સ્વરૂપનું વર્ણન સાંભળીને ખૂબ પ્રફુલ્લિત થઈએ, પ્રસન્નતા અનુભવીએ. પણ એ સ્થિતિને પ્રાપ્ત કરવાને શું કરવું તેને માર્ગ છે, તે બહુ ઓછા કહે છે. તે હવે એમ માની લઈએ કે આ એક વસ્તુ છે કે જે જડ અને ચેતનને સંયોગ છે. હવે એ જડ અને ચૈતનને સંગ કયાંથી ઉત્પન્ન થયે, શા માટે ઉત્પન્ન થયે, તે કહેશે પૂર્વકર્મથી ઉત્પન થયે. આ આત્મા અનાદિ કાળથી ૮૪ લક્ષ યોનિમાં પરિભ્રમણ કરતો આવ્યો છે, એના કર્મ પ્રમાણે, હવે પછી પણ એવું પરિભ્રમણ એનું ચાલુ રહેશે. પણ કોઈ વિજ્ઞાની તમને એમ કહે કે આ ખાટા વાત છે, આત્મા જેવું કાંઈ નથી. એ કહેશે કે It is mere chemical combination “દેહયોગથી નીપજે, દેહ વિગે નાશ.”, આત્મસિદ્ધિમાં શિષ્ય આ શંકા કરી છે. Dust thou art, to dust thou returneth માટી છે ને માટીમાં મળી જવાનું છે, બીજું કંઈ જ નથી. ભારતીય દર્શનની એ વિશેષતા છે કે એ પુનર્જન્મમાં માને છે. ક્રિશ્ચિયાનિટી નથી માનતી, ઈસ્લામ નથી માનતે, બીજા ધર્મો નથી માનતા. અને એ પણ કંઈ અધર્મ નથી, એ પણ ધર્મ છે. ભારતીય દર્શનની જ એ વિશેષતા છે. ભારતીય ત્રણે દર્શન, વૈદિક, બૌદ્ધ અને જેન, પુનર્જન્મમાં માને છે, કર્મમાં માને છે અને કર્મ ચક્રને કારણે જીવ, ૮૪ લક્ષ યોનિમાં પરિભ્રમણ કરે છે એ પણ માને છે. પણ ક્રિશ્ચિયાનિટી કે ઈસ્લામ, દાખલા તરીકે માને છે કે, આજે મરી ગયા તો ક્યામતના દિવસે તમે ખડા થશે. On the day of Judgment . ત્યાં સુધી એ તમારી કબરમાં તમે હશે, દટાયેલાં હશે. એ આત્મા અહીંથી બીજો ભવ લે છે, એમ નથી. ક્રિશ્ચિયાનિટી માનતો કે નથી ઈસ્લામ માનતે. એટલે એ કર્મનો સિદ્ધાંતને પણ નહિ માને, કદાચ આત્મા અમર છે એમ માને છે, પણ જુદી રીતે. કયામતના દિવસે ભગવાન બાલાવશે, ત્યારે તમારો ન્યાય કરવાને માટે તમે બધાએ ભગવાનની સમક્ષ ખડા થઈ જશે. આવી માન્યતા કરતાં, ભારતીય દર્શનની માન્યતા વધારે બુદ્ધિપૂર્વકની અને સુસંગત છે એટલું જરૂર કહી શકાય.
હવે પુનર્જન્મ વિશે હું મારી માન્યતા કહ્યું. હું એમ માનું છું કે, પુનર્જન્મ છે. તમે કહેશે કે તમને શું અનુભવ છે. અને શા ઉપરથી કહો છો કે પુર્નજન્મ છે? તો હું એટલું જ કહી શકે કે, હવે જોઈએ. છે એમ કહેતાં પહેલાં હું એમ કહું છું કે હોવો જોઈએ. તે તમે કહેશે કે હોવો જોઈએ એમ શા ઉપરથી કહે છે? તે હું એમ કહું છું કે જો એ ન હતા તે આ જિંદગીને તાળે મળતું નથી. આ જિંદગીને તાળો મેળવવાને માટે આ વરy.
સ્વીકારી લેવી જોઈએ, એક હાઈપોથેસીસ તરીકે. જેમ કોઈ વિજ્ઞાની પિતાની શોધખોળ કરવા નીકળે તે એક હાઈપોથેસીસ ઉપર એ કામ કરે છે, તે હાઈપોથેસીસ એને મળી નથી. પણ હાઈપોથેસીસ સ્વીકારીને એ પોતાની રિસર્ચ શરૂ કરે છે ને પછી એમ પુરવાર થાય છે કે, એ વાત સાચી છે. એમ લોજીક એક સિદ્ધાંત છે . કે What must be and what can be, that is. એમ લાગે કે, અમુક વસ્તુ હોવી જ જોઈએ. પણ એટલાંથી એને
તે નથી આવતે તે એમ હોઈ શકે છે. It is possible એમ પણ હોવું જોઈએ ને હું એમ કહ્યું કે, ઈશ્વર હોવા જોઈએ, હોઈ શકે છે, અને માટે છે. જો આ જિંદગીને વિચાર કરીએ ત્યારે મૃત્યુની સાથે જ બધી વાતને અંત આવી જતો હોય, તો અહીં સારા નરસાં કોઈ કૃત્ય કરવાની જરૂર જ શું? જે કરવું હોય તે કરોને. ગમે એટલું પાપ કરીને પણ જો એ છૂપાવી રાખી શકાતું હોય, ગમે એટલું પાપ કરીને જે કંઈ જોઈએ છે તે પ્રાપ્ત કરી શકાતું હોય, પરિગ્રહ, મિલકત, સત્તા કીતિ - જે કંઈ જોઈને હોય તે કોઈ કોઈને ખબર ન પડે. એવો હોંશિયાર માણસ હોય કે પોતે જેટલું પાપ કરે છે તેની કોઈને ખબર પડવા ન દે. આપણે એને કહીશું કે, આ ભવે નહિ તે આવતા ભવે ભેગવવું પડશે. અહીં ભલે કોઈને ખાસ ખબર ન પડે. પણ ભગવાનના દરબારની અંદર તારું એ છાનું રહેવાનું નથી, ત્યાં નોંધાઈ જશે. જો એ ન હોય તે સત્કૃત્યે શા માટે કરવાં? Why should I do good and why should I be good. ) મારા સ્વાર્થ માટે મને જે જોઈતું હોય તે બધાનું લૂંટી લઉ. What does it matter? એ નથી, લૂંટવું કારણ કે આ બધા તારા જેવા આત્મા છે, એને હાનિ કરીશ તો તને હાનિ થવાની છે. એને દુ:ખ દઈશ તો તને દુ:ખ પડવાનું છે. એ પ્રતીતિ જયાં હોય ત્યાં કર્મનો સિદ્ધાંત આવે છે. એટલે જો આ જિદગીને તાળો મેળવવો હોય તો પુનર્જન્મ હો. જોઈએ એમ કહી શકાય.
[ક્રમશ:] - ચીમનલાલ ચકુભાઈ
પ્રથમ એક ચોખવટ કરી લઉં કે આને કોઈ ઉપદેશ ન સમજે, અને બીજી ચોખવટ એ કરવાની કે આ લખાણ કયાંયથી તફડાવેલું નથી. મનમાં જે સૂર્યું એ જે લખ્યું છે અને ઉપદેશ એટલા માટે નથી, કારણ આ આપણા સૌની અને વિચારવિનિમયની વાત છે.
વિચારનું બળ કેટલું મોટું છે એના વિશે આપણે કદી વિચારતા નથી અને વિચાર પાછળ જ દઢ મનોબળ હોય તો એ એક જ વિચાર માણસને વીર બનાવે, મહાવીર બનાવે. અને એ એક જ માણસને દ્રઢ વિચાર આખા જગતનો નાશ કરવાને લગતી પણ શકિત ધરાવે છે. ખાસ કરીને આજના યુગના જમાનામાં મહીસત્તાઓના એક પ્રમુખને એવો વિચાર આવે કે અન્ય રાજયૂ પર અણુબોમ્બ કે હાઈડ્રોજન બોંબ ફેંક, પરિસ્થિતિ એવી નિર્માણ થઈ હોય, અને તેનો વિચાર દઢ થાય, તે ઓર્ડર કરે-બબ ફેંકાય. સામાં રાષ્ટ્રનો વિચાર પણ તેને પ્રત્યાઘાત અવશ્ય પાડે. એના કારણે અણુયુદ્ધ આવી પડે અને સર્વનાશ સજા ઈ જાય. એટલે આના ઉપરથી ખ્યાલ આવી શકે છે કે વિચારનું અને તેમાં દઢ વિચારનું બળ કેટલું જબરજસ્ત છે.
તે વાત કહેવાની એ છે કે જયારે ઈશ્વરે માણસને બુદ્ધિ જેવી અલૌકિક વસ્તુનું પ્રદાન કર્યું છે ત્યારે તેણે તેને સારો ઉપયોગ કરવો જોઈએ. અને તે પોતાના ભલા માટેની જ વાત છે, એમ છતાં દુ:ખની વાત એ છે કે માણસ, ઈશ્વરે પ્રદાન કરેલી બુદ્ધિનો ઉપયોગ વિચાર દ્વારા કરે છે ' ખરે, પરંતુ નિરર્થક હોય એવા વિચારો તે વધારે કરતાં હોય છે.
માણસ વિચાર કર્યા વિના તે એક ક્ષણ પણ નથી રહી શકતે. પરંતુ તે વિચારમાંના મોટા ભાગના વિચારો માની લીધેલા, ક્ષણિક સુખ માટેના અને સ્વાર્થથી ભરપૂર હોય છે. એમાંય આજને માનવા અર્થ-પૈસા-ની પાછળ એવો આંખે મેંચીને દોડી રહ્યો છે કે જાણે તે જ જીવનની સંજીવની ન હોય? અને એટલે એના અનુસંધાનમાં જ વિચાર કરતો થયો છે. તે એવું નથી વિચારતો કે તે જેની પાછળ દોટ મૂકે છે એ બધા ભૌતિક સુખ-માની લીધેલા સુખ છે. એના દ્વારા કયારે ય મનની શાન્તિ મળી શકે નહિ, જયારે માણસ માટે ખૂબ જ અગત્યનું હોય તે તે મનની શાન્તિ છે, માનસિક શાન્તિ છે. ' આપણી નજરની સામે, જગતમાં જે સમૃદ્ધ રાષ્ટ્રો છે ત્યાંની પ્રજા પાસે ભૌતિક સુખોને ગંજ ખડકાયેલે પડે છે. તેણે માની લીધેલા સુખમાં તે આળોટે છે એટલી એ સુખેની વિશાળતા છે, એમ છતાં તેને મનની શાન્તિ મળતી નથી. અને મનની શક્તિ ખાળવા માટે તેઓ વિશ્વભરમાં પર્યટન કરીને હવાતિયાં મારે છે. હરેરામ, હરેકૃષ્ણની દુનિયાભરમાં શાખાએ સ્થાપે છે. તેને વિસ્તાર વધી રહ્યો છે. ઉપદેશાત્મક પુસ્તકા ઢગલાબંધ પ્રગટ કરે છે. એમ. એ. અને પી.એચ. ડી. થયેલા તેના અનુયાયીઓ બુદ્ધિપૂર્વકના પ્રવચને કરે છે. છતાં તેને આંતરિક શાન્તિના દર્શન થતાં નથી. ખાલી તેને વસ્તાર અને વિસ્તાર જ વધે છે. બાવાની લંગોટી જેવી જ આ વાત છે.
* આપણે ત્યાં પણ શું જોવા મળે છે? માણસ સમૃદ્ધિ મેળવવા પાછળ તેનું અમૂલ્ય જીવન ખર્ચી નાંખે છે. તેને લાડી-વાડી અને અઢળક સંપત્તિ મળે છે, ખુબ સુખચેનમાં જીવન વિતાવે છે અને છતાં તેને મનની શાન્તિ નથી મળતી ત્યારે તે ઝબકીને જાગે છે અને વિચાર કરતે થાય છે અને પોતાની જાતને પ્રશ્ન પૂછે છે કે આ બધું તે પ્રાપ્ત કર્યું, પરંતુ મનની શાન્તિ કયાં? અને પછી તે, આચાર્ય રજનીશ, માતાજી, સાયબાબા, સત્ય સાંપબાબા, એવા અનેક બાબાઓનું શરણુ શોધીને શાન્તિ શોધવાનો પ્રયત્ન કરે છે, તેને અનુયાયી બને છે. અને પોતે હવે આધ્યાત્મિકતા તરફ વળ્યા છે, એને લગતું તેણે ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એમ માનતા થાય છે, અને એમ કરીને પોતાના ‘અને પોષતે થાય છે. પરંતુ આમ છતાં પણ તેને ખરી શાન્તિ મળતી નથી. કારણ, સંસારમાં તો તે રાપર છે જ, પરંતુ તેના વલણમાં, તેના સ્વાર્થમાં, અન્ય સાથેના તેના વ્યવહારમાં લેશ માત્ર ફરક પડેલા નથી હોતું, અને તે ત્યાંને ત્યાં જ ઊભા હોય છે. દ , * ખરી શાતિ મેળવવા માટે માણસે ઉર્ધ્વગામી બનવા માટે ધીરે ધીરે પ્રયત્નશીલ થવું જોઈએ. પિતાના અને ધીરે ધીરે ઓગાળવે જોઈએ, અન્યજન સાથેનું વર્તન સમભાવપૂર્વકનું હોવું જોઈએ.