________________
Regd. No. MH. By South 54 Licence No. : 37
પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૪૨: અંક : ૧
પ્રબુદ્ધ જીવન
મુંબઈ, ૧ ડિસેમ્બર ૧૯૭૯, શનિવાર અર્ષિક લવાજમ રૂ. ૧૫, પરદેશ માટે શિલિંગ : ૫.
• મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નક્ક રૂ. ૦-૭૫
તંત્રીઃ ચીમનલાલ ચકુભાઈ શાહ જાહેર જીવન અને અંગત જીવન
ન
એક એવી માન્યતા છે, કે વ્યકિતના જાહેરજીવન અને અંગતજીવનને સંબંધ નથી. જાહેર જીવન સમાજને ઉપયોગી હોય તે અંગત જીવનમાં ઊતરવાની જરૂર નથી. જ્યાં સુધી અંગતજીવન જાહેર જીવનને સીધી રીતે નુકસાનકારક ન લાગે ત્યાં સુધી અંગત જીવન વ્યકિતગત પ્રશ્ન છે અને અંગત જીવનની ઊણપને કારણે જાહેર જીવનની કિંમત ઓછી આંકવાની જરૂર નથી. અંગત
જીવન મોટે ભાગે ચારિત્ર્યને પ્રશ્ન છે જાહેરજીવન, સમાજસેવા - અથવા સમાજઉપયોગી કાર્યને પ્રશ્ન છે આ . માન્યતા પાછળ - વિચાર રહ્યો છે કે ચારિત્ર્યની સીધી અસર જાહેરજીવન ઉપર થતી નથી, બન્ને ભિન્ન છે અને ભિન્ન રાખી શકાય છે. T" એક દાખલો લઉં છું. સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના જજો માટે, મોરારજીભાઈ વડાપ્રધાન થયા પછી, એક નિયમ કર્યો કે નવી નિમણૂંક થાય ત્યારે નિમાયેલ જજે બાંહેધરી આપવી પડે કે તેઓ દારૂ નહિ પીએ. આ નિયમ સામે સખ્ત વાંધો લેવામાં આવ્યો હતો. એમ કહેવાયું કે દારૂ પીવે, ન પીવે, અંગત પ્રશ્ન છે; વ્યકિતગત સ્વાતંત્ર્યની વાત છે. સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના જજ તરીકેનાં કામમાં કાંઈ ખલેલ ન પડે ત્યાં સુધી, આવા અંગત પ્રશ્નમાં દખલગીરી કરવાને સરકારને અધિકાર નથી. બહું વધારે પડતો દારૂ પીએ અથવા જેને કહીએ છીએ કે દારૂડીયા થઈ જાય અને પોતાના કામ દરમ્યાન દારૂની અસરે રહે તે કદાચ, આવી દલીલ કરવાવાળા સ્વીકારે છે તેવી વ્યકિત જજ હોવા ન જોઈએ. પણ એકવાર નીમાયા પછી, હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના જજને, પાર્લામેન્ટમાં ઈમ્પીચમેન્ટ કર્યા વિના કાઢી શકાતા નથી. એક કિસ્સા હું એ જાણું છું કે હાઈકોર્ટના એક જજ વધારે પડતો
દારૂ પીતા અને તેમના કામમાં બેઠા હોય – ન્યાય કરવાનું ત્યારે . "ણ જોઈ શકાતું કે તેમના મન, બુદ્ધિ અને શરીર ઉપર દારૂની • . રહેતી. • •
આ તે એક દાખલો આપ્યો છે. ધારો કે કોઈ જજ જુગારી હાય રેસમાં બહુ જતા હોય, પરસ્ત્રીગમન કરતા હોય, જઠું બલવાની ટેવ હોય, તેમના અંગત વ્યવહારમાં પ્રામાણિકતા ન હોય,
આવા કિસ્સાઓ છે- છતાં દેખીતી રીતે બુદ્ધિશાળી લાગે અને કાયદાના જાણકાર હોય અને તેમના કામમાં કોઈ ખામી આવા કારણે દેખાતી ન હોય, તે એમ કહેવું કે તેમના અંગત જીવન અને જાહેર જીવનને કઈ સંબંધ નથી ? ચારિત્ર્યશીલતા અથવા તેની ઊણપની કંઈ અસર નથી? ન્યાય કરવાવાળી વ્યકિતને ચારિત્ર્યશુદ્ધિની જરૂર નથી ?
ગાંધીજીને આવી માન્યતા સર્વથા અસ્વીકાર્ય હતી. વ્યકિતના જાહેર જીવન અને અંગત જીવન એવા ભેદ પાડી શકાતા નથી. અંગત જીવન જેનું શુદ્ધ નથી તેનું જાહેર જીવન પણ શુદ્ધ ન હોય. કેટલીક શકિત હોય તો જાહેર ઉપયોગી કાર્ય કરી શકે પણ સાથે ચારિત્ર્ય હોય તો અનેકગણું દીપી નીકળે એવી તેની પ્રતિભા રહે. કેટલુંક નિભાવી લેવું પડે તે જુદી વાત છે. પણ એ ક્ષમ્ય છે અથવા ઉપેક્ષાને પાત્ર છે એમ તો ન જ કહેવાય.
આ પ્રશ્ન મારા મનમાં ઊઠો છે એક બીજા સંદર્ભમાં. અમેરિકામાં એક વર્ષ પછી પ્રમુખની ચૂંટણી થવાની છે. ત્યાં તો એક વર્ષ અને તેથી પણ વહેલાં, ઢોલ નગારા વાગવા શરૂ થાય છે. અમેરિકામાં બે પક્ષો છે, ડેમોક્રેટિક અને રિપબ્લિકન. દરેક પક્ષ પોતાને એક ઉમેદવાર પસંદ કરે છે. અને પછી તે બે વ્યકિતઓ
વચ્ચે જ મુખ્યત્વે હરીફાઈ થાય છે. પણ પક્ષ પાસે ઉમેદવાર તરીકે પસંદગી મેળવવી તેમાં જ તીવ્ર હરિફાઈ થાય છે. અને કરોડ ડોલરનું ખર્ચ થાય છે. અત્યારે કાર્ટર પ્રમુખ છે. તેઓ ડેમોક્રેટિક પક્ષના છે. સામાન્ય રીતે એક વ્યકિતને બીજી વખત પ્રમુખ થવાની તક આપવામાં આવે જ છે. રુઝવેલ્ટની ચાર વખત પસંદગી થઈ. પણ અત્યારે એવી છાપ છે કે કાર્ટર પ્રમુખ તરીકે નિષ્ફળ ગયા છે અને ડેમોક્રેટિક પક્ષે બીજો ઉમેદવાર શોધો પડશે. તે માટે એડવર્ડ કેનેડીએ પોતાની ઉમેદવારી અત્યારથી જાહેર કરી છે અને મોટા પાયા ઉપર તૈયારી શરૂ થઈ છે. કેનેડી કંટંબની અમેરિકામાં ભારે પ્રતિષ્ઠા છે. કેનેડી નામને જાદુ છે. તેમના મોટાભાઈ જહોન કેનેડી પ્રમુખ થયા અને ભારે પ્રતિષ્ઠા મેળવી હતી. તેમનું ખૂન થયું. તેમના બીજાભાઈ રોબર્ટ કેનેડી, પ્રમુખપદના ઉમેદવાર હતા. તેમનું પણ ખૂન થયું. હવે એડવર્ડ કેનેડીએ ઉમેદવારી જાહેર કરી છે. તેમની ઉમર ૪૮ વર્ષની છે. ૧૭ વર્ષથી સેનેટનાં સભ્ય છે. કરોડપતિ છે. સેનેટના સભ્ય તરીકે નામના મેળવી છે. લગભગ એવી છાપ ઉભી કરવામાં આવે છે કે અમેરિકાની વર્તમાન કોકટીમાં ઍડવર્ડ કેનેડી જ અમેરિકાને બચાવી શકે તેમ છે. કાર્ટરની પ્રમાણિકતા, આદર્શવાદી ભાવનાઓ, માનવીય અધિકારો માટે તેમની તીવ્ર અભિલાષા, આ બધું સ્વીકારવામાં આવે છે, પણ તેમની વહીવટી, કાર્યકુશળતામાં ઘણી ઊણપ છે એમ કહેવાય છે. કાર્ટરને વોશિંગ્ટનના રાજકારણનો અને તેનાં આંતરપ્રવાહોને અનુભવ ન હોં. તેઓ સેનેટના સભ્ય ન હતા. એક : બહારના માણસ તરીકે તેઓ, નિકસનના વોટરગેટનાં કૌભાંડ પછી અને વિયેટનામમાં થયેલ સરીયામ હાર પછી, તેમની પ્રમાણિકતા અને સરળતાને કારણે ચૂંટાયા પણ રાજકારણની ખટપટના બિનઅનુભવને લીધે, કહેવાય છે, ઘણી ભૂલો કરી બેઠા. સેનેટમાં તેમના ડેમોક્રેટિક પક્ષની બહુમતી હોવા છતાં, સેનેટ સાથે સતત સંઘર્ષ રહ્યો છે. ટૂંકમાં એમ કહેવાય છે કે પ્રામાણિક માણસનું આ કામ નથી. ..
: એડવર્ડ કેનેડીમાં, મેં ઉપર જણાવી તેવી લાયકાત છે પણ તેમના ચારિત્ર્ય સંબંધે ગંભીર ખામીઓ છે. તેથી અમેરિકામાં વિવાદ ચાલે છે. કે કેનેડી પ્રમુખપદ માટે લાયક વ્યકિત ગણાય?
એમના ચારિત્ર્ય બાબત શું છે? - વિદ્યાર્થી હતા ત્યારે સ્પેનીશ ભાષાની પરીક્ષા આપવાની હતી ત્યાં પોતાના બદલે બીજા વિદ્યાર્થીને બેસાડી દીધા. ખૂબ દારૂ પીએ છે. વ્યાપક પરસ્ત્રીગમન કરે છે. ઘણાં સ્ત્રીમિત્રો છે. આવા કારણે તેમના પત્ની સાથે અણબનાવ થયો અને બે વર્ષથી બને જુદા રહે છે. જીવનની હતાશાથી તેમના પત્ની પણ દારૂડિયા થયા છે અને માનસચિકિત્સા કરવી પડે છે. કેનેડી રોમન કેથલીક છે એટલે છૂટાછેડા લેવાતા નથી. પ્રમુખ થાય તે તેમના પત્ની અમેરિકાના ફર્સ્ટ લેડી થાય. તેમના આવા પરિણિત જીવનની અસર તેમનાં બાળકો ઉપર ઘેરી પડી છે. કેનેડી કુટુંબનાં બીજા કેટલાય પ્રોબ્લેમ સભ્યો છે. એડવર્ડ કેનેડીના જીવનને એક સ્સેિ તેમના જીવનનું મોટું કલંક છે. દસ વર્ષ પહેલાંની વાત છે. એક પાર્ટીમાં ગયા હતા. ત્યારે મોડી રાત્રે પાછા ફરતા. એક સ્ત્રીમિત્ર સાથે હતા. ખૂબ દારૂ પીધેલા એટલે રસ્તે ભૂલ્યા અને અજાણ્યા રસ્તે એક કઠોડા વિનાના લાકડાના પૂલ ઉપર પોતે મેટર' હંકારતા હતા ત્યારે મોટર નીચે છ ફુટ ઉંડા પાણીમાં ગબડી પડી. સ્ત્રી ડૂબી ગઈ, મરી ગઈ. કેનેડી તરીને બહાર
પર જણાવી છે. જી
હાથ