Book Title: Prabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 131
________________ Regd. No. MH. By South 54 Licence No. :- 37 प्रबद्ध भवन પ્રબુદ્ધ ‘પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ, વર્ષ ૪૨: અંક : ૧૪ મુંબઈ, ૧૬ નવેમ્બર ૧૯૭૯, શુક્રવાર ર્ષિક લવાજમ રૂા. ૧૫, પરદેશ માટે શિલિંગ : ૪૫ તત્રી: ચીમનલાલ ચકુભાઇ શાહ દેશની વર્તમાન પરિસ્થિતિનાં ✩ દેશની વર્તમાન પરિસ્થિતિ એટલે અસ્થિરતા, અનિશ્ચિતતા અને અશાન્તિ, બધા ક્ષેત્રે, રાજકીય, આર્થિક સામાજિક, શૈક્ષણિક વગેરે. આને માટે અત્યારના રાજકીય આગેવાનો અને પક્ષાને આપણે માટે ભાગે જવાબદાર ગણીએ છીએ. તેમના સ્વાર્થ, ભ્રષ્ટાચાર અને સત્તાલાલસાએ આ પરિસ્થિતિ સર્જી છે અથવા વધારી છે એમ માનીએ છીએ. આમાં સત્યનો અંશ છે, પણ સાચા કારણેા આથી ઊંડા છે. આઝાદી પછીના ૩૨ વર્ષના ઈતિહાસ જેવા પડશે. આ પરિસ્થિતિ માટે નહેર, અને કોંગ્રેસ જવાબદાર છે એમ ચરણસિંહ વારંવાર કહે છે. આઝાદી પછી ૧૭ વર્ષ સુધી સ્નેહ૨નું સબળ નેતુત્વ રહ્યું. નહેરુ એ દેશને ચોક્કસ દિશામાં લઈ જવાના પ્રયત્ન કર્યો. કોંગ્રેસનું શાસન ૨૨ વર્ષ રહ્યું. ૧૯૬૯થી ૧૯૭૭ સુધી કોંગ્રેસનું શાસન હતું તેમ કહેવાય, પણ ખરી રીતે ઈન્દિરા ગાંધીનું શાસન હતું એમ કહેવું વધારે યોગ્ય ગણાય. ઈન્દિરા ગાંધીનું રાજકારણ એટલે એક વ્યકિતનું કેવળ સત્તાલક્ષી રાજકારણ. ઈન્દિરા ગાંધીએ કોંગ્રેસને ખતમ કરી, બીજા રાજકીય પક્ષાને તાડયા. તેમણે જ કહ્યું. છે કે જનતા પક્ષ તેમનું ધ્યેય હતું. વે ચરણસિંહ કહે છે તેઓ ગાંધીવાદી છે અને નેહરુ દેશને ગાંધીની નીતિથી વિપરીત માગે દારી ગયા છે. ફરી દેશને ગાંધી માર્ગે લાવવાના તેમના કોડ છે. જનતા પક્ષે પણ કહ્યું હતું કે ગાંધીવાદી સમાજવાદ તેનું ધ્યેય છે. એનો અર્થ એમ કે નેહર જે સમાજવાદની વાત કરતા હતા તે પ્રકારના સમાજવાદ જનતા પક્ષને માન્ય નથી. ગાંધીજીએ નહેર ને પેાતાના રાજકીય વારસદાર કહ્યા હતા. ગાંધીજી અને નહેરુના વિચારોમાં ઘણું અંતર હતું તે સુવિદિત હકીન છે. નહેર પૂરેપૂરા પશ્ચિમના રંગે રંગાયેલા હતા. ગાંધીજી બધી રીતે ભારતીય સંસ્કૃતિના પ્રતિનિધિ હતા. જીવનમાં સાદાઈ, જીવનની ઓછામાં ઓછી જરૂરિયાતો, સ્વેચ્છાએ ગરીબી સ્વીકાર, સ્વાયત્ત ગ્રામ જીવન, ખાદી, ગ્રામોઘોગા, વિકેન્દ્રિત અર્ધરચના, પ્રજા જીવનમાં રાજ્યની ઓછામાં ઓછી દખલગીરી, મંત્રાના ઓછામાં ઓછા ઉપયોગ, મોટા પાયા ઉપર ઔદ્યોગીકરણ અને તેના પરિણામે નીપજતા અનિષ્ટોથી બચવા શહેરો કરતાં ગામડાઓની સમૃદ્ધિ તરફ બધું લક્ષ આપવું, વગેરે ગાંધીજીની આર્થિક નીતિના અવિભાજ્ય અંગ હતા. આ આર્થિક નીતિ પાછળ વિશિષ્ટ જીવનદષ્ટિ હતી અને તે જીવનદષ્ટિને પાપવા આવી આર્થિક રચના અનિવાર્ય હતી. એ વિશિષ્ટ જીવનદષ્ટિ એટલે સૈંયમ, સાદાઈ, જાત મહેનત, ગ્રામજીવન, બ્રહ્મચર્ય, અહિંસા, અપરિગ્રહ વગેરે- આ બધું થાય તે સત્ય આપાઆપ આવે. નહેરુની જીવનર્દિષ્ટ આથી સર્વથા ભિન્ન હતી, નહેરુના ઉછેર વૈભવી અને પશ્ચિમી હતા. મેટા પાયા ઉપર આદ્યોગીકરણ અને કેન્દ્રિત આયોજન તેમની આર્થિક નીતિના અંગ હતા. નહેર નો સમાજવાદ એટલે રાજ્યસત્તાથી સ્થાપેલ સમાજવાદ, પરિણામે રાજ્યની, જીવનમાં વધુમાં વધુ દખલગીરી અનિવાર્ય બને. ગાંધીજી તે ઈચ્છતા હતા સમાજવાદ એટલે સ્વેચ્છાએ સ્વીકારેલ અપરિગ્રહ અથવા ટ્રસ્ટીશીપ, મુંબઈ જૈન મુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ! –૭૫ વિચારોમાં આટલું બધું અંતર હોવા છતાં અને ગાંધજી પુરેપુરું તે જાણતા હોવા છતાં, ગાંધીજીએ નેહરુને પોતાના રાજકીય વારસદાર કેમ કહ્યા? બધા આગેવાનામાં સૌથી વધારે પ્રેમ ગાંધીજીએ કોઈના ઉપર ઠાલવ્યો હોય તો તે નહેર ઉપર હતા. નહેર પેાતાના કારા ગુણ અને શકિતથી આગેવાન થવા યોગ્ય હતા. પણ ગાંધીજીએ તેમને સર્વોપરિ બનાવ્યા. ગાંધીજી સાથેના પેાતાના મતભેદો નહેર એ કોઈ દિવસ છુપાવ્યા નથી, બલ્કે છાપરે ચડીને પાકકર્યા છે. નહેર ઉપરના ગાંધીના પ્રેમ ઇતિહાસની સમસ્યા છે. એટલે નહેર ના હાથમાં સત્તા આવી ત્યારે નહેર પેાતાના માગે જાય તેમાં આશ્ચર્ય નથી. ગાંધીના માર્ગ નહેર સ્વીકારી શકે તેમ ન હતું. વર્તમાન યુગમાં, વિજ્ઞાનના જે સાધના મળ્યા છે અને સંદેશા અને વાહનવ્યવહારે દુનિયાને સાંકડી બનાવી છે તે સંજોગામાં, ગાંધીમાર્ગ શક્ય છે કે નહિ તે જુદી વાત છે. ગાંધીમાર્ગની વાત કરવાવાળામાં પણ ગાંધીની જીવનદૃષ્ટિ ન હોય તો તેમાંના કોઈ ગાંધીમાર્ગે જઈ શકે તેમ નથી. = નહેરના હાથમાં સત્તા આવી ત્યારે કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિ હતી. દેશના ભાગલા પડયા હતા. હિન્દુ- મુસ્લિમ પ્રશ્ન નાજુક અને વિક્ટ હતો. હિન્દુ - મુસ્લિમ એકતા બાબતમાં બીજા બધા આગેવાન કરતાં નહેર, સૌથી વધારે ગાંધીજીની નજીક હતા. બીનસાંપ્રદાયિકતા- સેક્યુલેરીઝમ – નહેર ના લોહીમાં હતું. નહેર વિશે મશ્કરી થતી He was the only true nationalist Muslim. નહેર એક જ સાચા રાષ્ટ્રવાદી મુસલમાન હતા. આનું બીજું કારણ એ હતું કે નેહર ધાર્મિકપુરુષ ન હતા. ઝીણા, નેહરુનો જેટલા વિશ્વાસ કરી શકે તેટલા ગાંધીના વિશ્વાસ કરી ન શક્યા. ગાંધી સનાતની હિન્દુ છે એ વાત ઝીણા કોઈ દિવસ ભૂલી ન શક્યા, ગાંધી જુદા પ્રકારના સનાતની હિન્દુ હતા તે વાત ઝીણા માની ન શકયા. પરિસ્થિતિની બીજી વિશિષ્ટતા એ હતી કે નહેરૂ દઢપણે લોકશાહીમાં માનવાવાળા હતા. He was a true democrat. નહેર ન સમાજવાદ, લેાકશાહી સમાજવાદ હતો, જબરજસ્તીથી અને હિંસાથી લાદેલ સામ્યવાદ નહીં. His was Fabian Socialism. ત્રીજી વિશિષ્ટતા એ હતી કે કોંગ્રેસ બધા પક્ષાની અને વર્ગોની સંસ્થા હતી. Congress was a National institution, not a Political Party. આઝાદી મેળવવા સર્વ વર્ગોની પ્રતિનિધિ હતી. ગાંધીજીએ કૉંગ્રેસને જે સ્વરૂપ આપ્યું હતું તેમાં વર્ગ કે કોમી હિતને કોઈ સ્થાન ન હતું. આવી કોંગ્રેસનું નેતૃત્વ નહેર એ ૧૭ વર્ષ કર્યું. આ પ્રકારની વિશિષ્ટ પરિસ્થિતિનું પરિણામ શું આવ્યું ? મુસલમાનો સદા કૉંગ્રેસની સાથે રહ્યા. કોંગ્રેસ અને નહેર એ સમાજવાદની વાતો કરી, પ્રજાના ગરીબ, આદિવાસી, હરિજન વગેરે બધા વર્ગોને ઘેનમાં રાખ્યા. આ બધા વર્ગાએ માની લીધું કે કૉંગ્રેસ તેમનું કલ્યાણ કરશે. પરિણામે બીજો કોઈ રાજકીય પક્ષ સબળ હરીફ થઈ ન શક્યો. સમાજવાદની વાતો કરવા છતાં, તે દિશામાં કોઈ અસરકારક પગલાં લેવાયા નહિ, જમીનદારી નાબુદીના કાર્યદા થયા. તેને અમલ ન થયા. મોટા ખેડૂતો વધારે સમૃદ્ધ થયા. કારણ, તેમને વીજળી, પાણી, ખાતર, અને ખેતીના બીજા લાભા મળ્યા, જે નાના અથવા ગરીબ ખેડૂતને ન મળ્યા. ભૂમિવિતરણ ન થયું. એટલે ભૂમિહીના એવા જ રહ્યા,

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158