Book Title: Prabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 119
________________ તા. ૧૬-૧૦-૪૭૯ માટે એમની અંદર એટલા તો પ્રેમ અને કર્ણા' હતાં કે તેમણે પોતાના વિચાર કયારેય કર્યો નહોતા. ૧૯૭૩ માં શ્રી માતાજીએ પોતાના સ્થૂળ દેહનો ત્યાગ કર્યો ત્યાં સુધી તેમણે હરક્ષણ, હરપળ પેાતાના શરીરના દિવ્ય રૂપાંનરનું કામ ચાલુ રાખ્યું. મન અને પ્રાણના રૂપાંતરનું કામ પ્રમા ણમાં સહેલું છે, પરંતુ જડ શરીરના કોષોનું દિવ્યતામાં રૂપાંતર કરવું કે જેથી શરીરમાં દુ:ખ, વૃદ્ધત્વ કે મૃત્યુ રહે જ નહીં, એ કામ ઘણું જ કપરું છે. એક બાજુથી શરીરને રૂપાંતર માટેનું અસહ્ય દબાણ અને બીજી બાજુએ જડ શરીરના રૂપાંતર માટેના ઈનકાર એ બે વચ્ચેની દશા જાણે જીવન અને મૃત્યુ વચ્ચે ઝૂલી રહ્યાં હાય એવી લાગણી અનુભવાય છે. વેદના અને યાતનાથી સભર એવું આ કામ એમણે પ્રેમથી પૃથ્વી પરનાં પોતાનાં બાળકોના રૂપાંતર કાજે, પોતાના પર ઓઢી લીધું અને માનવજાતિ માટે તેની શક્યતા સ્થિર કરી આપી. આ આખીય સાધનાને, જેમને માનવમાંથી અતિમાનવ થવું હોય તેમને માટે શ્રી અરવિંદે એમના મહાકાવ્ય સાવિત્રીમાં વી છે. અને એમાં સાવિત્રી તે રવયં શ્રી માતાજી છે, જેમ વ્યાસ ભગવાનના મહાભારત ગ્રન્થમાં આવતા અનેક પ્રસંગો, કથાઓ તેમ જ તેમાં વર્ણવેલા સંજોગા, પરિસ્થિતિઓ આપણને અત્યારે પણ વિશ્વમાં અનેક જગ્યાએ જોવા—જાણવા મળે છે. તેવી જ રીતે ‘ જીવનયોગ’ માટે હરપળ વિશ્વમાં ઉપયોગી નીવડે તેવા અનેક વિધવિધ વિષયો પર શ્રી અરવિંદ તથા શ્રી માતાજીએ લખેલું તથા કહેલું આપણને એમનાં અનેક પુસ્તકો દ્વારા મળી આવે છે. તેઓએ વચન આપ્યું છે કે જ્યાં સુધી એમણે શરૂ કરેલું કાર્ય પૂર્ણતયા પૂરું નહીં થાય ત્યાં સુધી તેઓ બન્ને એમના તેજોમય સ્વરૂપથી સૂક્ષ્મ શારીરિકમાં વિદ્યમાન રહી પૃથ્વી પર પ્રભુના શાસનની અભીપ્સા સેવતા તથા પોતાના આત્મા પ્રત્યે જાગૃત થવા મથતા મનુષ્યો માટે કામ કરશે. અંતમાં આપણે શ્રી માતાજીએ જગત વિષે તથા શ્રી અરવિદે ‘પ્રભુની માઘડી’ વિષે જે કહ્યું છે તે જાણીને વિરમીએ. શ્રી માતાજી કહે છે : અત્યારની જગતની સ્થિતિ જોઈને તે લોકો નિરાશ થઈ જાય છે અને અહ્સાસ કરે છે : ‘ અરે, અરે, આ જગત શા માટે આવું ભયંકર છે? પરંતુ આવા વિલાપ કર વાના કંઈ અર્થ નથી. સાચી વાત તો એ છે કે જગત બદલાવું જૉઈએ. આ જગત ધ્રુણા ઉત્પન્ન કરે એવું છે એ બાબતમાં ત આપણે બધા સંમત છીએ. તો પછી આપણા માટે એક જ કામ રહે છે કે આ જગત બદલાય એવું આપણે કંઈક કરીએ. ' શ્રી અરવિંદ ‘પ્રભુની મહાઘડી વિષે કહે છે: “ એવી ક્ષણા આવે છે કે જ્યારે આત્મા મનુષ્યની મધ્યે ફરતા થાય છે અને આપણા સ્વરૂપનાં નીર ઉપર, પ્રભુના ઉચ્છ્વાસ વિચરવા માંડે છે; એવી પણ ક્ષણા આવે છે કે જ્યારે એ આત્મા પાછે ચાલ્યા જાય છે અને માણસાને ત્યારે તેમના પોતાના અહંકારની શકિતના કે પછી અશકિતના જોરે કામ કરતાં રહેવું પડે છે. પ્રભુની આ ઘડીમાં તું તારા આત્મામાંથી તમામ આત્મલને અને દંભને અને મિથ્યા આત્મપ્રશંસાને દૂર કરી દઈ, તેને સ્વચ્છ કરી લે કે જેથી પછી તું તારા ત્માની અંદર સીધી નજર નાખી શકે અને એ આત્માને જે પુકારી રહ્યું છે તેને સાંભળી શકે. “તું નિર્મળ બની જઈને ભયમાત્રને વિસર્જી દે; કેમ કે આ ઘડી ઘણી વાર ભીષણ હોય છે, એક અગ્નિ જેવી, અને વંટોળિયા અને આંધી જેવી હોય છે, એ પ્રભુના મહાક્રોધના દ્રાક્ષ પીસવાન સંચા ફરતા હાય તેવી છે. પરંતુ આ ભીષણ ઘડીમાં, જે પોતાના ધ્યેયના સત્ય ઉપર ખાડાઈને ઊભી શકે છે એ જ આખર લગી ટકી રહેશે; એ ઢળી પડશે તો પણ તે પાછા ઊભા થઈ જશે; એ વનની પાંખા પર વહી જતાં દેખાશે તે પણ તે પાછા આવશે. અને વળી જગતનું ડહાપણ ખૂબ નિકટ આવી તારા કાનને ભંભેરી મૂકે, એમ ન થવા દેતા, કારણ, આ ઘડીમાં તે બધું જ અણધાર્યું બનતું હોય છે. ” –દ્દામિની જરીવાલા [ ‘શ્રી અરવિંદાયન’ તથા ‘વાત્સલ્યમૂર્તિમા' પુસ્તકોના આધારે.] વન ૧૧૯ લાગવગ : આ યુગનું દૂષણ કે ભૂષણ સંબંધોનો સિફતપૂર્વકનો ઉપયોગ એટલે લાગવગ. આધુનિક યુગે જે કેટલાંક દૂષણે ઉભા કર્યા છે તે સર્વ દૂષણાની આગેવાની લેવાની ક્ષમતા ધરાવતું હોય તેવું જો કોઈ દૂષણ હોય તો તે છે લાગવગ. લાગવગ આ યુગનું દૂષણ બની ગયું છે, એ જે ભુષણ. જે વ્યકિતની વધુ લાગવગ તે વ્યકિત સૌની નજરે સન્માનીય બની જાય છે; કારણકે આવી વ્યકિત સાથે બાંધેલા સંબંધો કયારેક – કર્યાંક ફળદાયી નીવડી પડશે તેવી સતત આશાની દોરી બંધાયેલી રહે છે. લાગવગ કરવાનું મન થા માટે થાય છે? તેનાં કારણેાનાં મૂળમાં જે જઈએ તો આ મૂળનો છેડો અભાવ, અતિ કે જરૂરિઆત સુધી પહોંચે છે. ક્યાંક કોઈક વ્યકિતને કોઈ બાબતની જરૂરિયાત, અભાવ કે અમૂર્તિ સાલતી હોય છે – ત્યારે જ. વ્યકિત આ રામબાણ ઈલાજના રેંચ લે છે. લાગવગના સાવ સાદો અર્થ લોકો કરે છે આળખાણ. એક રમૂજી લેખકે લાગવગની વ્યાખ્યામાં આ પ્રમાણે કહ્યું છે: “ લાગ હાય કે ન હોય તો પણ ત્યાં પરાણે પગ ઘાલીને વગ કરવી તેનું 39 નામ લાગવગ. લાગવગના ચમત્કારિક મંત્ર જ્યારે માણસને ફળદાયી સિદ્ધ થાય છે ત્યારે લોકો ઓળખાણનાં બે મેઢે વખાણ કરીને કહે છે; ‘ઓળખાણ એ તે માટી ખાણ છે!" કેમકે તેઓએ સંબંધના કયાંક કરેલો ઉપયોગ કોઈ સ્વાર્થ નામની ખાણ શોધવામાં અકસીર પુરવાર થયેલા હોય છે ત્યારે “ લાગવગ ” નું કાળું માઢ” “ ઓળખાણ ” નામના રૂપાળા મહારાથી ઢાંકી દે છે. જે વ્યકિત કે પ્રજા પોતાના ધ્યેય સુધી પહોંચવા માટે “સ્વયં પરની શ્રદ્ધા” રાખવામાં નિર્બળ બને છે ત્યારે જ તેવા સમાજનાં કેટલાંએ સ્તરો પર આપણને લાગવગની તિરાડો મેઢાં ફાડીને બેફામ રીતે સૂતેલી ઠેર ઠેર જોવા મળે છે. આત્માદ્રા અને નિષ્ઠાની બે પાંખા ફફડાવતું “ પરિશ્રમ” નામનું પંખી જ્યારે હૈયામાં પ્રમાણિકતાની હામ લઈને સમાજના આકાશમાં ઊડે છે ત્યારે સિદ્ધિની સાહામણી ટેકરીઓ તેનાં પગ તળે સ્પર્શ પામવા હરખઘેલી થાય છે. નિષ્ફળતા એ પૂરા દિલથી નહીં કરેલા પ્રયત્નોનું પરિણામ છે એમ સ્વીકારી લીધા પછી પણ વ્યકિત પ્રબળ પ્રયાસાને અંતે પણ નિરાશા અને હતાશાને ભેટે છે ત્યારે તેની મક્કમતા અને સિદ્ધાંતોનાં તાંતણા તેડીને “ લાગવગ ” નામનું વૈચારિક ભૂત તેના માનસ જગત ઉપર અવારનવાર ગેરીલા હૂ મલાને છાપે મારે છે ત્યારે માણસ તો આખરે માટીનું પૂતળું છેને? નોધારો થયેલા ડૂબતા માણસ છેવટે “લાગવગ” ના તરણાને હાથમાં પકડીને ભવસાગર તરવા મરિણયો પ્રયાસ કરે છે. આપણી આજુ બાજુનાં આવા કેટલાંએ મરણિયા પ્રયાસામાંથી કયાંક, કોઈક કે ઘણા પ્રયાસો સફળ થતા આપણે જોઈએ છીએ ત્યારે થોડીક વાર તો આપણી પેલી બે નિષ્ઠા અને આત્મશ્રદ્ધા નામની બે પાંખોમાં પણ અશકિત આવી જાય છે. લાગવગનું આવું ભ્રામક આક્રમણ મને, તમને અને આપણને સૌને પીડા આપે છે – આ અભાગીયું જંતુ જવર લાવી દે છે આપણા અસ્તિત્વમાં – લાગવગનાં આક્રમણ અને વિજયટંકારની રણભેરી ઠેર ઠેર જૉઈ – સાંભળીને ભલભલાની સ્વયં પરની શ્રાદ્ધા ડગી જાય છે. સિદ્ધાંતધારીનાં સિદ્ધાંતાના બંધ ઢીલા, પાતળાં અને કયારેક તા સાવ ઓગાળી નાખે છે આ લાગવગ. કોઈક વીરલા જ આ લાગવગનાં આક્રમણ સામે વળતાં આક્રમણનો જડબેસલાક જ્વલત જવાબ વાળવામાં હેમખેમ પાર ઉતરે છે; ધન્ય છે તેવા નામીઅનામી એકલપ્રકાશવીરોને ! – પ્રા. અનિરુદ્ધભાઇ ઠાકર

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158