Book Title: Prabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 121
________________ Regd. No. MH. By South 54 Licence No.: 37 प्रबुद्ध भुवन મુંબઈ જૈન મુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ! ૦-૭૫ ‘પ્રબુદ્ધ જૈન”નું નવસંસ્કરણ વર્ષ ૪૨ : અંક : મુંબઈ, ૧ નવેમ્બર ૧૯૭૯, ગુરુવાર વાર્ષિક લવાજમ શ. ૧૫, પરદેશ માટે શલિંગ : ૪૫ * તંત્રી: ચીમનલાલ ચકુભાઈ શાહ લાકાને મૂંઝવતા દેશને સામાન્ય નાગરિક, શિક્ષિત કે અશિક્ષિત, શહેરના કે ગામડાના, ગરીબ કે તવંગર, ફરી ફરી પૂછે છે, ચૂંટણી થશે, પરિણામ શું આવશે, મત આપવા કે નહિ, કોને આપવા, શા માટે આપવો? આ પ્રશ્નો માત્ર કુતૂહલના નથી. રાજકીય વ્યકિતઓ કે પક્ષોનું શું થાય છે તેની સામાન્ય માણસને પડી નથી. તેને આવતીકાલની, પોતાના ભાવિની ચિન્તા છે. વર્તમાન રાજકીય અસ્થિરતાને કારણે આર્થિક આંધી ચડે, ફુગાવા અને મેઘવારી માઝા મૂકે, કાળા બજાર, કાળું નાણું અને ભ્રષ્ટાચાર વધે અને વ્યાપે, કાયદો અને વ્યવસ્થા ભાંગી પડે, અસામાજિક તત્ત્વોનું શેર વધે, તંત્ર તૂટી પડે, અમલદારોની દાદાગીરી વધે, અરાજકતા થાય, આ ભય છે. જાહેર જીવનમાં, સામાજિક અને આર્થિક વ્યવહારમાં, સામાન્ય નીતિ પણ ન રહે, નર્યા સ્વાર્થ અને સત્તાનું તાંડવ જામે, આ ભય છે. ચૂંટણી થશે એ હવે નિશ્ચિત લાગે છે. ખરેખર નિશ્ચિત છે? લાકોને હજી વિશ્વાસ પડતા નથી ચૂંટણી થાય ત્યારેજ ખબર પડે. રાષ્ટ્રપતિએ પેાતે ખાતરી આપી છે અને ચૂંટણી કમિશનરે ચૂંટણીની તારીખેા જાહેર કરી છે. રાષ્ટ્રપતિનું આ અસાધારણ પગલું હતું. રાષ્ટ્રપતિનું આ કામ નથી. તે બતાવે છે કે, ચરણસિંહ સરકારના વચનમાં પ્રજાને વિશ્વાસ નથી એવું રાષ્ટ્રપતિને પણ લાગ્યું અને તેથી પાતે જવાબદારી લેવી પડી. સાંભળવા પ્રમાણે ચરણસિંહને જાણ કર્યા વિના રાષ્ટ્રપતિએ પ્રજાજોગ આ પ્રવચન કર્યું. સ્વાભાવિક રીતે ચરણસિંહ તેથી નારાજ છે. કારણકે ચરણસિંહના વચનમાં વિશ્વાસ રાખવા જેવું નથી તે રાષ્ટ્રપતિના આ પગલાથી સમજાય છે. રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન વચ્ચે મનમેળ નથી—તે સ્પષ્ટ દેખાય છે. ચરણસિંહ સરકારે બે વટહુકમા, – અટકાયતી ધારા અંગે તથા સરકારી અનામત ભંડોળ અંગે – બહાર પાડવા નક્કી કર્યું. તે પર સહી કરતાં રાષ્ટ્રપતિએ સંકોચ અનુભવ્યા અને વિલંબ કર્યો. - કોઈ આસમાની સુલતાની થાય અથવા ઊભી કરવામાં આવે અને ચૂંટણી ન થાય તે કેવી વિકટ પરિસ્થિતિ ઊભી થાય તેની કલ્પના કરી શકાતી નથી. ચરણસિંહ સરકારમાં ભંગાણ તો પડયું છે. બહુગુણાને રૂખસદ આપી. અર્સ કોંગ્રેસ અને લેાકદળનું કજોડું ક્યાં લઈ જશે તે જોવાનું રહે છે. અર્સ કોંગ્રેસને સાપે છછુંદર ગળ્યા જેવું થયું છે. ચરણસિંહ સાથે ભેરવાઈ પડયા. છૂટા થવામાં પ્રતિષ્ઠા જાય અને ચૂંટણીમાં ધક્કો પહોંચે સાથે રહેવામાં પણ ઘણાં ગેરલાભ છે. ચરણસિંહ વિષે બીજું ગમે તે કહીએ પણ એક વાત સ્પષ્ટ છે, પેાતાના માર્ગે અને પેાતાની નીતિ ઉપર પરિણામની પરવા કર્યા વિના, બેધડક આગળ વધે છે. પોતાની જાતને ગાંધીવાદી માને છે અને નહેરની ઝાટકણી કાઢવાની કોઈ તક ચૂકતા નથી. ચરણસિંહ એક ચોક્કસ વર્ગ, સુખી ખેડૂતના પ્રતિનિધિ છે. કોંગ્રેસ શરૂઆતથી બધા વર્ગનું પ્રતિનિધિત્વ કરવાના દાવા કરે છે. હકીકતમાં ભદ્ર લોકોનું પ્રતિનિધિત્વ સદા કર્યું છે. નહેરૂએ છડેચોક ગાંધીજીની આર્થિક રચના અને નીતિના અસ્વીકાર કર્યો હતો અને દેશને પશ્ચિમી ઢબના મોટા ઉદ્યોગીકરણ અને પરિણામે કેન્દ્રીકરણની આર્થિક રચના તરફ વાળ્યો છે. ચરણસિંહ, વિકેન્દ્રિત અર્થરચના, ગામડાઓના વિકાસ, લઘુ ઉદ્યોગોને પક્ષે અને મૂડીવાદીઓના વિરોધી છે. શહેરો પ્રત્યે તેમને નફરત છે. તેથી કોંગ્રેસ અને ચરણસિંહના પક્ષ વચ્ચે કોઈ સામાન્ય ભૂમિકા નથી. એક ચૂંટણી ઢંઢેરા નીચે, બન્ને પક્ષે ચૂંટણી લડવાની જાહેરાત થઈ હતી તે હવે ટકશે નહિ એમ જણાય છે. કોંગ્રેસના પ્રમુખ દેવરાજ અસે ઈન્દિરા કોંગ્રેસ સિવાયના બધા કોંગ્રેસીઓને ફરી એક કરવાના પ્રયત્ન કરી જોયા. જગજીવનરામ અને બહુગુણાએ ઘસીને ના પાડી. જગજીવન કેટલાક પ્રશ્ના રામે અર્સ કૉંગ્રેસને જનતામાં જોડાવા આમંત્રણ આપ્યું. અર્સ કોંગ્રેસને અત્યારે આમ કરવું પેસાય તેમ નથી. બહુગુણા હજી કઈ તરફ વળશે તે નિર્ણય કરી શકયા નથી. કેટલાક રાજ્યોમાં કોંગ્રેસ અને જનતા - મહારાષ્ટ્ર, કર્ણાટક, કદાચ ગુજરાત - ચૂંટણી ઉમેદવારો પૂરતી કાંઈક સમજૂતિ કરશે. એક ઈન્દિરા કોંગ્રેસ પાતાના માર્ગ સ્પષ્ટપણે જાણે છે. ઈન્દિરાનું સર્વોપરિ નેતૃત્વ વીકારવું હોય તે તેના નેજા નીચે આવે. તેમાં કોઈ સમાધાનને અવકાશ નથી. કોઈ વ્યકિત દઢતાથી સ્થિર રહે તા, અનિશ્ચિત તત્ત્વો અંતે તેના તરફ ખેંચાય છે. દઢ મનોબળ અને સાહસ માટે ઢીલાપાચા લોકોને આકર્ષણ હોય છે. Cowards always have an attraction apparently brave. for the • રવતંત્રતા પછી આપણા દેશમાં છ સામાન્ય ચૂંટણી થઈ, આ સાતમી છે. પણ આવી મુંઝવણ મતદારે કોઈ વખત અનુભવી નથી. તેના ઐતિહાસિક કારણા છે. એમ લાગે છે કે, આવી પરિસ્થિતિ અનિવાર્ય હતી. સ્વતંત્રતા પછી પહેલા વીશ વર્ષ કોંગ્રેસનું રાજ્ય અવિચળ તપ્યું. ૧૯૬૭માં કેટલાંક રાજ્યોમાં પહેલી વખત કોંગ્રેસને પીછેહઠ કરવી પડી. પણ ૧૯૬૯ માં ઈન્દિરા ગાંધીએ પોતાના પ્રભાવ બતાવ્યો. કોંગ્રેસમાં ભાગલા પાડી, જૂની નેતાગીરીને રૂખસદ આપી. ૧૯૭૧ માં ઈન્દિરા ગાંધીને અપ્રતિમ વિજય મળ્યો. પણ ઈન્દિરા ગાંધીનું સાચું સ્વરૂપ જૂન ૧૯૭૫ માં જોવા મળ્યું. અલ્હાબાદમાં હાઈકોર્ટના ચુકાદાથી તેની સત્તાને પડકાર ફેંકાયો અને જયપ્રકાશે એ તક ઝડપી લીધી, ત્યારે ઈન્દિરાનું ૨૬ સ્વરૂપ જોવા મળ્યું. જાનેવારી ૧૯૭૭ માં ચુંટણી જાહેર કરી તે ભૂલ કરી કે વધારેપડતા આત્મવિશ્વાસથી પડકાર ફેંકયો તે કહેવું મુશ્કેલ છે. પણ સર્વથા અણધાર્યું પરિણામ આવ્યું. રાજકીય ક્ષેત્રે સૌથી મોટો બનાવ જનતા પક્ષનો જન્મ થયો. ઇન્દિરા કોંગ્રેસના વિકલ્પ તરીકે, એક સબળ રાજકીય પક્ષ ઊભા કરી શકાય એવી શકયતા ઊભી થઈ. પણ એ સ્વપ્ન ભાંગી પડયું. જનતા પક્ષ છિન્નભિન્ન થયા એટલું જ નહિ પણ તેના બધા આગેવાનેાએ પ્રતિષ્ઠા ગુમાવી. પરિણામે ઈન્દિરાને હિંમત આવી. માર્ચ ૧૯૭૭ ની ચૂંટણી પછી એક વર્ષ ઈન્દિરા ગાંધી કાંઈક દબાયેલા રહ્યા. શાહ કમિશન, માર ુતી કમીશન, બધું આક્રમણ સહન કર્યું. કોંગ્રેસમાં પણ ઈન્દિરાની નેતાગીરી સામે અસંતોષ પેદા થયો. કોંગ્રેસ પક્ષ લોકશાહી ઢબે ચાલવા જોઈએ, એક વ્યકિતની નહિ પણ સામૂહિક નેતાગીરી ઊભી કરવી વગેરે પ્રવાહા શરૂ થયા, ઈન્દિરાને કોઈ વાતે આ પેસાય તેમ હતું જ નહિ.' ફરી ફટકો મારી કોંગ્રેસના ભાગલા કર્યા. સવર્ણસિંહ કોંગ્રેસ ફરી નબળી પડી. અસે ઈન્દિરા સામે બળવા કર્યા, પરિણામે સવર્ણસિંહ કોંગ્રેસને ઘેાડું બળ મળ્યું, પણ નૈતિક બળ તૂટી ગયું. પ્રાદેશિક રાજકીય પક્ષા એડી. એમ. કે. અકાલી – વિગેરેનું જોર વધ્યું. ઈન્દિરાએ પોતાના નિશ્ચિત માગે વિશ્વાસપૂર્વક આગળ વધવું શરૂ કર્યું. હવે બેધડક અને નિર્લજપણે, અભિમાનથી બધા પક્ષો ઉપર ફટકા મારે છે. ભૂતકાળ જાણે ભૂંસાઈ ગયેા હાય એમ ગૌરવપૂર્વક કટોકટી દરમ્યાનની પેાતાની કામગીરીના જોરદાર બચાવ કરે છે. 1 . રાજરમતમાં પૂરા ખેલાડી એવા ઈન્દિરા ગાંધી, બીજા બધા પક્ષાને તેડવાની ચાલબાજી ખેલી રહ્યા છે. ૧૯૬૯ માં કોંગ્રેસને

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158