Book Title: Prabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 122
________________ ૧૨૨ પ્રમુદ્ધ જીવન તોડવાનું શરૂ કર્યુ ત્યારથી ઈન્દિરા ગાંધીએ દેશના ઇતિહાસમાં નવા યુગ શરૂ કર્યો. કોઈ વિરોધી રાજકીય પક્ષને ટકવા ન દેવે એ તેનુ ધ્યેય છે. બધા રાજકીય પક્ષ છિન્નભિન્ન છે, પ્રતિષ્ઠાહીન છે. ઈન્દિરા ગાંધી સ્થિર અને સબળ રાજતંત્રની લાલચ આપી શકે છે. હજી રાજકીય સમીકરણા ચાલુ છે, પણ તે બધા તકવાદી જોડાણા જ હશે. તેથી ચૂંટણીનું પરિણામ છેવટ સુધી અનિશ્ચિત રહેશે. લોકમાનસ છેલ્લી ઘડી કઈ બાજુ ઢળશે તે કહેવું મુશ્કેલ છે, કોઈ પાને આ ચૂંટણીમાં બહુમતી નહિ મળે એમ લાગે છે. તેથી ચૂંટણી પછી નવી સાદાબાજી શરૂ થશે. સત્તા લાલચુ લોકો બધી શરમ નેવે મૂકી, માત્ર સત્તા મેળવવા ગમે તેવા જોડાણે કરશે. પણ તે લાંબુ ટકશે નહિ. The greatest tragedy of the present political situation is the fragmentation of the political parties. ઈન્દિરા ગાંધીએ જે પ્રક્રિયા ૧૯૬૯ માં શરૂ કરી તેની આ લશ્રુતિ છે. ઈન્દિરા ગાંધીની રમત એ છે કે લોકો છેવટ કંટાળીને, ત્રાસીને, તેમને ફરી સત્તા પર મૂકે. લાંબા ગાળાની રમત રમે છે. આ ચૂંટણીમાં નહિ તો હવે પછીની ચૂંટણીમાં, ધાર્યું પરિણામ લાવવાની નેમ છે. આવા સંજોગામાં લોકોએ કોને મત આપવા તે વિષે હવે પછી લખીશ. ૧૫મી નવેમ્બરે લગભગ ચિત્ર કાંઈક વધારે સ્પષ્ટ થશે એમ માનું છું. એક મહત્ત્વની વાત ઉમેરવી જોઈએ. આ બધી અંધાધૂંધીમાં પણ જો આપણે શાન્તિપૂર્વક ચૂંટણી કરી શકીએ તે એક સિદ્ધિ લેખાશે. જ્યારે લોકશાહીના દીવા ચારે તરફ ઓલવાઈ રહ્યા છે ત્યારે જો ૩૫ કરોડ માણસે શાન્તિપૂર્વક મતદાન કરી, પોતાના પ્રતિનિધિ ચૂંટી શકે, તો ઉજજવળ ભવિષ્ય માટે આશાની જ્યોત જલતી રહે છે. ૨૭-૧૦-૦૯ -ચીમનલાલ ચકુભાઇ શ્રી ખીમજીભાઈ ભુજપુરિયા શ્રી. ખીમજીભાઈનું ૮૦ વર્ષની પરિપકવ વયે ૧૨ ઓક્ટોબર ૧૯૭૯ને દિને અવસાન થયું. તેમના અવસાનથી મુંબઈએ એક સેવાભાવી નાગરિક ગુમાવ્યો છે. કચ્છી સમાજને એક સન્નિષ્ઠ અને કુશળ આગેવાનની અને જૈન સમાજને એક પ્રગતિશીલ વિચાર ધરાવતા સુશ્રાવકની ખોટ પડી છે. ખીમજીભાઈનો જન્મ ૩ ઓગસ્ટ ૧૯૦૦ને દિને કચ્છના ભુજપુર ગામે થયા. પિતાને મુંબઈમાં લેાઅરપરેલ પર અનાજની નાની દુકાન હતી. ૭ વર્ષની ઉંમરે ખીમજીભાઈ મુંબઈ આવ્યા. પાંચ ગુજરાતી અભ્યાસ કરી ૧૦ વર્ષની ઉંમરે પિતાની દુકાને કામે લાગ્યા. ૧૪ વર્ષની ઉંમરે, શ્રી ચાંપસી રણશી ગાગરીને ત્યાં નોકરીએ રહ્યા. ચાંપશીભાઈ, સંસ્કારી, નિ:સ્પૃહી, સેવાભાવી સજજન હતા. ખીમજીભાઈના જીવન ઉપર ચાંપશીભાઈની ઉંડી અસર હતી. ચાંપશીભાઈ પાસેથી સેવાના પાઠ શીખ્યા તેમ કહેવામાં અતિશયોકિત નથી. ૭ વર્ષ નોકરી કરી, ૨૧ વર્ષથી ઉંમરે, નાકરીમાંથી રાજીનામું આપ્યું. ચાંપશીભાઈ ઉપર રાજીનામાના પત્ર લખ્યું છે તે નમ્રતા, વિવેક અને આત્મવિશ્વાસનો ઉત્તમ નમુનો છે. ખીમજીભાઈએ લખ્યું છે કે ‘મને હવે મારું નસીબ અજમાવવા દો.’ આ સમયે, ગાંધીજીની સત્યાગ્રહ અને અસહકારી લડત શરૂ થઈ હતી. ખીમજીભાઈ પર ગાંધીજીની પ્રબળ અસર હતી. ખાદીધારી થયા, દારૂના પીઠા ઉપર પીકેટીંગ કર્યું, વિદેશીવસ્રોની હોળી કરી અને બધી રીતે ગાંધીજીને અનુસરવાનું સ્વીકાર્યું. શાળામાં અંગ્રેજીને અ ભ્યાસ કરવાની તક મળી ન હતી. પણ ખાનગી રીતે, રાત્રિ શાળામાં અંગ્રેજીના અભ્યાસ કર્યો. અને ટાઈપરાઈટીંગ શીખ્યા. બીજાખોને પણ આવાં અભ્યાસની તક મળે તે હેતુથી, ૧૯૨૪માં ચાંપશીભાઈનું અવસાન થયું ત્યારે તેમની સ્મૃતિમાં તેમને નામે રાત્રિશાળાઓ શરૂ કરી. ખીમજીભાઈમાં સેવાભાવ સાથે અદમ્ય ઉત્સાહ અને સાહસહતા. જયાં સેવાની તક મળે તે ઝડપી લેતા. મિલ કામદારોમાં નાની માટી સેવાની પ્રવૃત્તિ કરતા. તા. ૧ ૧૧૭૯ ઘણી શિક્ષણ સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. હિરજી ભાજરાજ વિદ્યાલયના વર્ષો સુધી મંત્રી અને સક્રિય કાર્યકર રહ્યા. પછાત વર્ગના લોકો માટે, આંબેડકર એજયુકેશન સસાયટીના પ્રમુખ રહી, રત્નો ગિરિ જિલ્લામાં બાળકો અને કન્યાઓ માટે છાત્રાલયો કર્યા. કેટલાક શિક્ષકોએ શરૂ કરેલ ન્યુ સાર્વજનિક અજ્યુકેશન સેાસાયટીના વર્ષો સુધી પ્રમુખ હતા. પોતાના ગામમાં હાઈસ્કૂલ કરાવી. પણ શિક્ષણક્ષેત્રે તેમનું સૌથી વધારે યાદગાર કાર્ય શ્રીમતી ભાણબાઈ નેણશી મહિલા છાત્રાલયની સ્થાપનાનું રહેશે. મ્યુનિસિપાલીટીના સભ્ય હતા. ત્યારે પોતાની લાગવગથી ૩૬,૦૦૦ વાર જમીન વિલેપારેલામાં મેળવી તેમાંથી મેાટી રકમ ઉત્પન્ન કરી, આ કન્યા છાત્રાલયને સદ્ધર સ્થિતિમાં મૂક્યું. ખીમજીભાઈ શિક્ષણના અને ખાસ કરી, કન્યાશિક્ષણના હિમાયતી હતા. કચ્છી વીશા ઓસવાળ દેરાવાસી મહાજનના વર્ષો સુધી ખીમજીભાઈ પ્રમુખ હતા. અને અનેકવિધ પ્રવૃત્તિઓના પ્રણેતા હતા. સામાજીક ક્ષેત્રે, ખીમજીભાઈ ઘણા પ્રગતિશીલ વિચારો ધરાવતા. બાળલગ્નના વિરોધી તેમ જ વિધવાલગ્નના પ્રખર હિમાયતી હતા. કેટલાય વિધવા લગ્ન તેમણે કરાવી આપ્યા હતા. સાદાઈથી લગ્ન કરવા સમૂહલગ્ન યોજતા. ખીમજીભાઈનું બીજ મોટું કાર્યક્ષેત્ર, અનાજના પરચૂરણ વેપારીઓની સેવાનું હતું. બીજા વિશ્વ યુદ્ધ દરમ્યાન અને ત્યાર પછી પણ રેશનિંગ હતું. ત્યારે વેપારીઓની હાડમારી ઓછી કરવા, અને પ્રજાની સાચી સેવા થાય તે હેતુથી તેમણે અથાગ પરિશ્રમ કર્યો છે. સરકારી ખાતાઓમાં આ બાબત તેમનું ઘણુંમાન હતું. બોમ્બે ગ્રેન. ડીલર્સ એસોસિએશનના વર્ષો સુધી તેઓ પ્રમુખ હતા. ખીમજીભાઈમાં સાંપ્રદાયિકતા ન હતી. જૈન સમાજની એકતા તેમને હુંયે હતી. મુંબઈ જૈન યુવક સંધના દસ વર્ષ સુધી તેઓ પ્રમુખ હતા અને છેવટ સુધી યુવક સંઘની પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લેતા. મહાવીર જૈન વિદ્યાલયની મેનેજીંગ કમીટીમાં વર્ષો સુધી હતા. ખીમજીભાઈ ૧૯૩૯માં મ્યુનિસિપાલીટીના સભ્ય થયા અને ૧૩ વર્ષ સભ્ય રહ્યા. તે દરમ્યાન મ્યુનિસિપાલીટીની અગત્યની કમીટીઓના સભ્ય હતા. કેટલાક વખત ઈમ્પ્રુવમેન્ટ કમીટીના ચેરમેન હતા. તબીબી રાહતમાં પણ તેમને રસ હતો. કચ્છી વીશા ઓશવાળ ભાઈઓ માટે તળેગાંવની ટી. બી. હાસ્પિટલમાં કેટલાક બ્લાકો બંધાવી આપવામાં આગેવાની લીધી હતી. વ્રજેશ્વરીમાં મોટું સેનિટોરીયમ બંધાવવામાં આગેવાનીમર્યા ભાગ લીધા હતા. ખીમજીભાઈ, ભાવનાશીલ અને સ્વમાની હતા. સેવાનું કોઇ પણ ક્ષેત્ર મળે ત્યાં ઝુકાવતા, મારો અને તેમનો લગભગ ૩૦ વર્ષ ગાઢ પરિચય રહ્યો. મારા પ્રત્યે તેમને ઘણી મમતા અને આદર હતા. ધાર્મિક ક્ષેત્રે પણ પ્રગતિશીલ વિચારો ધરાવતા - વહેમા અને ચમત્કારોના સખત વિરોધી હતા. સદા જાગ્રત હતા. ‘પ્રબુદ્ધ જીવન’માં અથવા બીજે કયાંય કાંઈ વાંચે અને તેમને ગમે અથવા ન ગમે તો તુરત મને લાંબા પત્ર લખે અને પોતાના વિચારો જણાવે. છેવટના વર્ષોમાં હેડકીનું દર્દ થતાં પથારી વશ રહ્યાં છતાં વાંચન અને તકેદારી એટલી જ હતી. ખીમજીભાઈમાં હૃદયની ઉષ્મા હતી, પ્રેમ અને કરૂણા હતા. તેમની શકિત પ્રમાણે તેમણે ઘણું કામ કર્યું. ખરેખર પરમાર્થી જીવ હતા. તેમના આત્માને ચીર શાન્તિ હશે જ એવું તેમનું જીવન હતું . ૨૭-૧૦-૧૯ · ચીમનલાલ ચકુભાઈ શાહ

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158