Book Title: Prabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 116
________________ પ્રમુદ્ધ જીવન ૧૧૬ એવું પ્રાણી છે જે સૌથી ઓછું મર્યાદિત છે. એક કૂતરાની કે ગાયની મર્યાદા આપણે સમજી શકીએ. આહાર, પાન, નિદ્રા, મળ વિસર્જન અને પ્રજનન એ નૈસગિક આવેગાને વશ વર્તાથી વિશેષ તેમને કશું કરવાનું હોતું નથી. પરંતુ માનવીએ તે ભવ્ય સ્થાપત્યો, શિલ્પા સજર્યાં છે. કવિતા, નવલકથા, સંગીતની તરજો સરજી છે. તેની સર્જકતાને સીમા નથી. છતાં એનું વાસ્તવિક જીવન કેટલું સાંકડું અને નીરસ! જાણે એ કોઈક પ્રકારની મોહનિદ્રાની માંદગીમાં સપડાયા ન હોય ! આ સમસ્યામાં ગુર્દજિયેફને ઉત્કટ રસ જાગ્યો. એનાં જીવનનાં પ્રથમ ચાલીસેક વર્ષો દંતકથામાં ખાવાઈ ગયાં છે. કોઈકને એ તિબેટમાં દલાઈ લામાના દરબારમાં જોવા મળેલા છે. આ ગાળામાં તેમણે ખૂબ પ્રવાસ ખેડયા એ નિશ્ચિત છે. પ્રથમ વિશ્વ યુદ્ધ જાગ્યું એ પહેલાં તે મોસ્કોમાં હતા, અને ત્યાં તેમણે “ધ સ્ટ્રગલ ઓફ ધ મેજીસીઅન્સ’ નામના બેલે-નૃત્ય નાટકનું સર્જન કર્યું. એમાં એમના શિષ્યો . મુસ્લિમ દર્વીશાનાં જેવાં સંકુલ અને અટપટાં નૃત્યો કરતા. સત્યની ઝાંખી ‘ગ્લીમ્પસીઝ ઓફ ટૂથ’ નામના નૃત્યની હસ્તપ્રતો તૈયાર કરનાર એક અનામી શિષ્યે ગુર્દજિયેફની મુલાકાત લેવાનું કેટલું કઠિન હાય છે તેનું વર્ણન કર્યું છે. ગુર્દજિયેફ સહેલાઈથી કોઈને મળતા નહિ. તે માનતા કે જે કંઈ સરળતાથી પ્રાપ્ત થતું હાય છે તેનું આપણને બહુ મૂલ્ય હોતું નથી. આ શિષ્યે જ ગુર્દજિયેફની આંખોની ધારદાર ચમકની વાત કહી છે. વિશ્વનું માળખું વિવિધ પ્રકારની શકિતઓના રૂપમાં છે એમ આ શિષ્ય સાથેના સંવાદોમાં ગુર્દજિયેફે સમજાવ્યું હતું. તેમને દુ:ખ એ વાતનું હતું, કે માનવ ‘કારખાનું’ ખૂબ જ અણઘડ અને અપર્યાપ્ત છે. માનવાઁ અસાધારણ શકિતના સ્વામી છે, પણ જીવનમાં તેનો વિનિયોગ કરવામાં એ વિફળ રહ્યો છે. તે પોતાની શકિતઓને વેડફી નાખે છે. ગૂઢવાદ-ગૂઢ વિદ્યા સંબંધમાં એમના શિષ્યે પૃચ્છા કરી ત્યારે ગુર્દજિયેફે જવાબમાં કહ્યું કે માનસિક કવાયતના રૂપમાં તેનું મૂલ્ય છે, અન્ય મોટા ભાગની ગૂઢ વિદ્યા નિરર્થક છે. માનવીએ વાસ્તવિકતા પર દઢ પકડ જમાવવી જોઈએ અને એ માટે તેની સ્પષ્ટ સમજદારી હોવી જોઈએ. ગુર્દજિયે સાદી ભાષામાં જ પોતાની વાત સમજાવતા. એક વિજ્ઞાનીની જેમ ચાકસાઈપૂર્વક અને શાંતપણે બાલતા. પણ એમને જે કહેવાનું હતું તે ભાગ્યે જ શાતાદાયી હતું. માનવી તત્ત્વત: ‘મશિન’ છે. યંત્ર છે. પેાતે જીવે છે, વિચારે છે અને નિર્ણયો લે છે એમ એ માનતો હોય છે. હકીકતમાં એક નદીના કરતાં વિશેષ તે પેાતાના ભાવિ પર અંકુશ ધરાવતા હોતા નથી. એક નદી જો તેનામાં ચેતના હોય તો એમ માનતી હોય કે તેણે તેના માર્ગ પસંદ કર્યો છે. ટેકરીઓ પરથી ધસતી હોય કે મેદાનામાંથી મંથર ગતિએ આગળ વધતી હોય ત્યારે સ્વેચ્છાએ પોતે એમ કરી રહી છે એમ એ માને. ગુĚજિયેફ્ કહે છે કે માનવી બરાબર આવી જ સ્થિતિમાં છે. તે માનતો હોય છે કે એક નિયામક ‘હું’ ‘ઈગા’–અહંકાર-એ ધરાવે છે. હકીકતમાં મિનિટે મિનિટે આગવા ઉદ્દેશ અને મનેરથા સાથે જુદા જુદા ‘હું” તેના પ્રેરક બનતા હોય છે. એટલે જ માનવીનું જીવન આવું બેઢંગ હાય છે. બે ડઝન માણસે વારાફરતી એક એક વાકય લખતા જતા હોય એ રીતે તૈયાર થતા પુસ્તકના જેવું એનું જીવન છે! માનવી એક યંત્ર બનવાનું બંધ કરી શકે? ગુર્દજિયેફ કહે છે: અહા! એ પ્રશ્ન જાતને વારંવાર પૂછતા રહીએ તો કદાચ આપણે કયાંક પહોંચી શકીએ ખરા. પ્રથમ વિશ્વ યુદ્ધ આગળ વધતું ગયું તેમ રશિયામાં પરિસ્થિતિ બગડતી ગઈ. ૧૯૧૭માં રશિયના સત્તા પર આવ્યા ત્યારે ગુર્દજિયેફને થયું કે તે હવે રશિયામાં કામ કરી શકશે નહિ. સામ્યવાદીઓના ભૌતિકવાદની એમને ચિંતા ન હતી. તેઓ પોતાને ભૌતિકવાદી જ લેખતા, જ્ઞાન એ ભૌતિક બાબત છે એવી તેમની દૃઢ માન્યતા હતી. પણ સામ્યવાદીઓની નરી રૂક્ષતા તેમને જચતી ન હતી. ગુર્દજિયેફને પ્રતીતિ હતી કે સામ્યવાદીઓ દ્વારા યા મૂડીવાી મુકત સાહસ દ્વારા જીવનના સર્વ આર્થિક પ્રશ્નોનું નિરાકરણ સધાઈ ગયું હશે ત્યારે પણ માનવી તે પહેલાં હતા એવા જ અ-મુકત હશે. એટલે રશિયા છોડી એ ફિનલેન્ડ ગયા અને પ્રવાસ ખેડતા રહ્યા. છેવટે ફ્રાન્સમાં પેરિસની દક્ષિણે ફાઉન્ટેનળ્યો ખાતે એક એબે-ધર્માલયમાં સ્થાયી થયા, જે સ્થળ પછી માનવીના સવાદી વિકાસ માટેની તેમની સંસ્થા “ધિ હારમેનિયસ ડેવલપમેન્ટ ઓફ મેન'માં રૂપાંતર પામ્યું. તે ઘણીવાર અમેરિકા ગયા અને ત્યાં તેમના બેલે'ના પ્રયોગો બતાવ્યા, તેઓ કાબુલ શા-મેન હતા. કીતિની તેમને ભૂખ ન હતી છતાં તેમનું નામ તા. ૧૬-૧૦-’૭૯ વધુને વધુ જાણીતું બન્યું, એક સમયે ડી. એચ. લોરેન્સ તેમની સંસ્થામાં રહેવા જવા તૈયાર થઈ ગયા હતા. ધ ન્યુ એજ'ના તંત્રી એરેંજ અને મેરિસ નિકોલ જેવા પાતાની કારકિર્દી તજી તેમના અનુમાયી બન્યા હતા. કેથેરિન મેન્સફિલ્ડ પણ ગુર્દજયેફની શિષ્યા બની હતી. હકીકતમાં ક્ષય રોગમાં તે મૃત્યુ પામી તે માટે ગુર્દજિયેફના દોષ ગણાયા હતા. ૧૯૩૪માં એક ગંભીર મેટર અકસ્માતમાંથી માંડ બચ્યા પછી તેમણે એબેનું સ્થળ છેડયું અને એક ફ્લેટમાં રહેવા લાગ્યા. બીજા વિશ્વ યુદ્ધ સુધી તેમના અમેરિકાના પ્રવાસેા ચાલુ રહ્યા હતા. પેરિસ પર હિટલરે કબજો જમાવ્યા પછી શિષ્યોએ ‘મુકત ફ્રાન્સ’માં જવા માટે ખૂબ સમજાવ્યા છતાં ગુર્દજિયેફે ૧૯૪૯માં તેમનું અવસાન થતાં સુધી પેરિસમાં જ રહેવાનું પસંદ કર્યું હતું. ગુર્દજિયેફનું વ્યકિતત્વ સંકુલ હતું. તેમની તાત્ત્વિક વિચારણા પણ એવી જ સંકુલ અને સૂક્ષ્મ હતી. તેમને એક પ્રકારના વિજ્ઞાની તરીકે વારંવાર વર્ણવવામાં આવ્યા છે. તે ઈશ્વરમાં માનતા અને ઈશ્વરના નામનો ઘણીવાર ઉપયોગ કરતા. ઘણા લોકોને તે અભિનેતા લાગ્યા હતા. લોકોને તેઓ દૂરથી જોતા જાણે તેમનું નિરીક્ષણ કરતા ન હોય! આસપાસ એકત્ર થયેલાઓને પ્રભાવિત કરવા હાય તેમ તે કયારેક ખડખડાટ હસતા તો કયારેક પિત્તો ગુમાવી બસત. ઘણા લોકોને તેઓ ઉષ્માભર્યા અને માયાળુ લાગ્યા હતા. એકવાર તેમના એક શિષ્યને તેમણે કહેલું કે જે માણસ પેાતાના માતાપિતાને ચાહતો હોય તે તત્ત્વત: સારો માણસ હોય છે. ગુર્દજિયે પોતાના માતાપિતાને ભારે આદર કરતા. એક સમ્પ્રદાયના વડા તરીકે ભાષણખાર નેતા તરીકે પણ તેમણે સારું કૌશલ દાખવ્યું હતું. લોકો મુશ્કેલીથી પોતાને મળી શકે એવું તેઓ ઈચ્છતા. ગુપ્તતા માટે તેઓ આગ્રહી હતા. અમેરિકામાં આથી તેમના આંદોલનને ભારે સફળતા મળી હતી. શિષ્યા બહારના લોકો સાથે તેમના ‘કાર્ય’ વિશે વાત કરી શકતા નહિ, મિલનને અંતે તેમને ત્વરાથી અને શાંતિથી વિખેરાઈ જવાનું કહેવામાં આવતું—જાણે તેઓ કાવતરાબાજ ન હોય! શિષ્યો પાસેથી પાઠના બદલામાં તે આપી શકે તેટલી વધુમાં વધુ રકમ તેઓ લેતા. ધનની ઈચ્છા હતી એટલે નહિ– કારણ પાતે તે ખૂબ સાદું અને કરકસરયુકત જીવન જીવતા-- પણ શિષ્યાને શાનનું મહત્ત્વ સમજાય એટલા માટે. ગુર્દજિયેફ માનતા કે ભારે પ્રયત્ન યા ત્યાગ વડે પ્રાપ્ત થયું હોય તેનું જ લોકોને મન મૂલ્ય હોય છે. શિષ્યો વધુ ને વધુ સક્રિય રહે. અનેં યાંત્રિકતાને દૂર રાખે એવા જ હંમેશા ગુદયેિનો પ્રયત્ન રહેતો. શિષ્યો ધીરજ ખોઈને રોષે ભરાય એવું ઘણીવાર એ કરતા. મેટરગાડી ખૂબ ખરાબ રીતે ચલાવતા જેથી સાથેના શિષ્યો ભયભીત બનીને સજાગ રહે. પ્રવાસમાં દિવસ દરમિયાન વિલંબ કરે, સાંકડા રસ્તા પર ઝડપથી ગાડી ન ચલાવે, જેથી હોટેલા બંધ થઈ ગઈ હાય ત્યારે જ ત્યાં પહોંચે, ખસિયાણા પડી જઈને શિષ્યો હાટેલના બારણા ઠોકે અને ગુર્દજિયેફ ગાડીની બારીમાંથી ડોકું કાઢી રશિયન ભાષામાં, કેટલી પથારીએ જોશે અને કેટલા જણ માટે ભાજનની વ્યવસ્થા કરવાની રહેશે તે વિશે સૂચનાઓ આપ્યા કરે. જાણે તે હેતુપૂર્વક શિષ્યાની ધીરજને કસેપ્ટીએ ચડાવતા ન હોય. ફ઼ીત્ઝ પીટર્સ નામના તેમના શિષ્ય ‘ગુર્દજિયેફ રિમેમ્બર્ડ” નામના ગ્રંથમાં તેમની સાથેના એક યાતનાભર્યા ટ્રેન-પ્રવાસનું રમૂજી વર્ણન કર્યું છે. ૧૯૩૪ના ગ્રીષ્મની વાત. પીટર્સ શિકાગો જવાના હતા. મારે પણ આવવું છે એમ ગુર્દજિયેફે કહ્યુ ત્યારે પીટર્સને આનંદ થયો. ટ્રેનને સારો એવા સમય હતો ત્યાં પીટર્સ ગુદૅજિયેફને લેવા પહોંચી ગયા. ગુરુ તૈયાર ન હતા. તૈયાર થવામાં તેમણે એટલો વિલંબ કર્યા કે ટ્રેનને ઉપડવાને દસ મિનિટ બાકી રહી ત્યારે તેઓ પ્લેટફોર્મ પર પહોંચ્યા. ત્યાં અનેક અનુયાયીઓ, પ્રશંસકો તેમને ઘેરી વળ્યા. ગુર્દજિયેફે પીટર્સને ફરમાવ્યું કે કોઈ અધિકારીને કહીને ગાડીને રોકો. ગભરાયેલા અને રોષે ભરાયેલા પીટર્સને થોડી સફળતા મળી પણ છેવટે ચાલુ ટ્રેને જ ગુર્દજિયેને ધકેલીને અંદર ચડાવવા પડયા. વિદાયમાં આ રીતે વિક્ષેપ પાડવા બદલ એ પીટર્સ પર ખીજાયા, અને સિગારેટ પીવા બેસી ગયા. ટ્રેનના કન્ડકટરે ‘ના-સ્મોકિંગ’ તરફ તેમનું લક્ષ ખેંચ્યું અને ડઝનેક ડબા પછી તેમની સૂવાની બેઠકો છે ત્યાં બીજાઓને ખલેલ પાડયા વિના શાંતિથી પહોંચી જવા વિનંતિ કરી, ગુર્દજિયેફને તેમની બેઠક પર પહોંચાડતાં પાણા કલાક લાગ્યા. માર્ગમાં જોરશારથી ફરિયાદ કરતા રહી લગભગ બધાને જગાડી દીધા, પછી પીટર્સને કહ્યું કે મારે ખાવું છે. ત્યારે રાતના એક વાગ્યા હતા. એટલી બધી ધાંધલ એ કરતા હતા કે ગાર્ડ અને પોર્ટરે ત્યાં આવી

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158