________________
૧૧૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧-૧૯૭૯
-
-
મને ખબર નથી કે અત્યાર લગી જે સજજને ને સન્નીરીઓ મારામાં દેશની એક માત્ર ‘આશા જોતાં હતાં, તેઓ આજે શું કહેતા હશે! દેશ પર ઊતરેલા આ ભીષણ દુર્દેવ માટે તેઓ મારા પર જ શાપ વરસાવતાં નહિ હોય? એવું હોય તે પણ આશ્ચર્ય પામવા જેવું કંઈ નથી. તેઓ કદાચ એમ પણ કહેતાં હોય કે, શ્રીમતી ગાંધીને ચોમેરથી આંતર્યા એટલે પછી આ સિવાય બીજુ શું પરિણામ હોય? પરંતુ મને વિશ્વાસ છે કે, થોડાક લોકો તો એવા નીકળશે, ને તે જુવાનિયાઓમાં પણ, કે જેમણે મારામાં ને મેં નજર સમક્ષ રાખેલા ધ્યેયમાં શ્રદ્ધા નહિ ગુમાવી હોય. એ લોકો જ આ દેશ માટે ઉજળા ભાવિની આશા સમાન હશે. ભારત આ કબરમાંથી ઊભું થશે જ, વહેલું - મડું ય.... '
લીધેલું કે, લોકો એવું બનવા જ નહિ દે. એટલું જ નહિ, એ માર્ગે પગ દેવાની તેઓ પોતે પણ હિંમત નહિ કરી શકે. બીજી વાત એ કે મેં ગઈ કાલે લખ્યું તેમ ખુદ એમને કેંગ્રેસ પક્ષ જ એવું બનવા દેશે નહિ, ખેર, બંને વાતમાં ઘટનાએ મને ખોટો પાડો છે. હજી હું માનું છું કે એની સામે લોકોને વિરોધ જાગશે, ને એ વિરોધમાંથી એક શકિત પેદા થશે... ભલે એને થોડો સમય લાગે .. આજે તે લોકો તદ ન ડધાઈ ગયા છે... એમના નેતાઓ એમની પાસેથી ઝુંટવાઈ ગયા હોઈ, શું કરવું તેની વિમાસણમાં પડી ગયા છે, પરંતુ એમનામાંથી જ નવા નેતાઓ પેદા થશે – મેં ગઈ કાલે નોંધ્યું હતું તે મુજબ એક તદન નવી જ નેતાગીરી ઊગીને ઊભી થશે, ને એની સામેનાં વિરોધ ટકી રહેશે.
પ્રિય વડા પ્રધાન,
૨૧ જુલાઈ, ૧૯૭૫ રેજ છાપામાં તમારા ભાપણાને મુલાકાતેના અહેવાલે વાંચીને તે હું દિંગ થઈ ગયો છું. અખબારોને તેમ જ સાર્વજનિક મતભેદને વ્યકત કરનારાં હરકોઈ સાધનાને ગુંગળાવી માર્યા પછી, કોઈ પણ જાતની ટીકા આલોચના યા વિરોધાભાસને ય ડર રાખ્યા વિના, તમે બેધડક તમારી વિકૃતિઓ ને જુઠાણાઓ હંકાયે રાખે છે. તમે જો કદાચ એમ માનતા હો કે આમ કરીને તમે પ્રજાની નજરમાં પોતાની જાતને વાજબી ઠેરવી એમનું સમર્થન મેળવી લઈ શકશે ને વિરોધ પક્ષોને સદાને માટે રાજકીય દેખમાં ધકેલી દઈ શકશે, તો એ તમારી ભૂલ છે. ને જો તમને મારી આ વાત પર વિશ્વાસ ન બેસતે હોય તે ઈમર્જન્સી ઊઠાવી લઈને લોકોના મૂળ
ભૂત અધિકારો પાછા આપીને, અખબારોનું સ્વાતંત્રય કાયમ કરીને, તેમ જ જેમને તમે અટકાયતમાં રાખ્યા છે, યા તે જેલના સળિયા પાછળ ગોંધી દીધેલ છે- જેમણે દેશ પ્રત્યેનું પોતાનું કર્તવ્ય બજાવવા સિવાયનો બીજો કોઈ ગુને કરેલો નથી – એ બધાને છોડી મુકે, ને તમારી મેળે ખાતરી કરી જુઓ. નવ વર્ષ ... મારા બેન! આ કંઈ નાને સૂને ગાળે ન કહેવાય. છઠ્ઠી ઇંદ્રિયનું જ્ઞાન હોય એવા લોકોએ તમારી સાચી પહેચાન મેળવી લેવા માટે આટલો સમયગાળો પૂરત છે.
૨-૧૦-૧૯૭૫ બાપુ! આપના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક નમન. મહાત્મા ગાંધીની જય. મહાત્મા ગાંધી અમર રહે. .
આજે બાપુને ૧૦૬ મો જન્મદિવસ છે. બાપુને ગમે આજે ૨૮ વર્ષ થઈ ગયા. આ કાળની અવધિમાં એમનું નામ તો ઘણું લેવાયું, પણ કામ બહુ થોડું થયું. આ છેલ્લા થોડાંક વર્ષો થયાં આ દેશના વિદ્રાનેને એવું લાગવા માંડયું છે કે, બાપુએ ચંધલ માર્ગ છોડી દઈને ભારતે બહુ મોટી ભૂલ કરી છે. પરંતુ જવાહરલાલજીના જમાનામાં આ નહિ તો આમના જેવા જ વિદ્રાનેએ ગાંધીજીના માર્ગને જૂનવાણી ગણ્યોને તેઓ જવાહરલાલજીની ‘ડી’ અદ્યતન, દષ્ટિના પ્રશંસક બની ગયા હતા એનું પરિણામ આજે આપણી દષ્ટિ સમક્ષ છે. મિથ્યાચારને સદાચાર તરીકે ખપાવવામાં જેઓ ખૂબ સફળ થયા છે* તેવાં શ્રીમતી ગાંધી વચમાં વચમાં એવો દાવો કરતાં રહે છે કે, પોતે ગાંધીજીના માર્ગે જ આવી રહ્યા છે. કદાચ આજે બાપુના જન્મ દિન નિમિત્તે વળી એવા જ ઉદગારો કાઢવા તેઓ પ્રેરાય પરંતુ એ બધા દંભ છે.
જયપ્રકાશ નારાયણ
આ અળખામણું કર્તવ્ય બજાવી લીધા પછી, સમાપનમાં સલાહના બે શબ્દો કહીને હું મારું વકતવ્ય પૂરું કહીશ. તમે જાણો છો કે હું એક વૃદ્ધ માણસ છું. મારું જીવનકાર્ય સમાપ્ત થતું આવેલ છે. મારું શિક્ષણ પૂરું કર્યા બાદનું મારું આખું જીવન દેશને સમર્પી દીધેલું છે. ને એના બદલામાં મેં કદી કશાયની આશા અપેક્ષા રાખી નથી. એટલે તમારા રાજ - અમલ દરમિયાન આ જેલમાં જ મરવું પડે, તેય હું સંતેષથી મરી શકીશ.
વૃત્તિ તેવા અભિપ્રાય જેવી આપણી વૃત્તિઓ, અવા આપણા અભિપ્રાય.
-
તમે આવા માણસની એક સલાહ માનશો? કૃપા કરીને રાષ્ટ્રપિતાએ તેમ જ તમારા ઉદાત્ત ચરિત પિતાએ આ રાષ્ટ્રને જે પાયો નાખેલે છે, એને નાશ ન કરશે. આજે તમે જે માર્ગ લીધે છે, એ રસ્તો તે આગળ વિખવાદ ને યાતનાઓ સિવાય બીજું કશું જ નથી. મહાન સાંસ્કૃતિક પ્રણાલીનાં ઉદાત્ત જીવનમૂલ્યોને એક કારગત લોકશાહી પ્રજાતંત્ર તમને વારસામાં મળેલ છે. આ બધાને ભંગાર ને ખંડિયે જ તમારી પાછળ મૂકતાં જવાનું ન થાય એટલું જોજો.
પ્રેમ પતા સિવાય બીજું કશું આપતા નથી અને પિતા સિવાય બીજા કશામાંથી લેતયે નથી.
પ્રેમ કોઈને તાબેદાર કરતા નથી અને કોઈને તાબેદાર બનતો નથી; કારણ પ્રેમ, પ્રેમથી જ સંપૂર્ણ છે.
– ખલિલ જિબ્રાન સુખને દાખલ કરવા નાની ડોકાબારી ખેલવા જાઓ, એટલે જ શેકનો દરવાજો ઊઘડી ગયે જાણે.
- જર્મન સુભાષિત દરેક માણસના જીવનમાં એક કલાક એ નિયત થયેલ હોય છે, જેને તે ઉપયોગ કરી લે તે સુખી થઈ જાય, પરંતુ તે તેને ઉપયોગ કરી લે છે !
- ઍન્ડ ફલેશર જયારે કોઈ મને ખોટું લગાડે છે, ત્યારે હું મારી જાતને એટલી ઊંચી કરવા પ્રયત્ન કરે છું કે, એ વસ્તુ મને આંબી શકે જ નહિ.
- ડેકાર્ટ ઘણું ભણેલા ઘણીવાર સાંકડા મનવાળા બની રહે છે.
- હઝિલટ વૉલ્ટર કહેતા કે જીવનમાં બે વખત હું પાયમાલ થયો છું: એક વખત કોર્ટમાં કેસ જીત્યો ત્યારે અને બીજી વખત કેસ હાર્યો
મને હમેશાં એમ લાગ્યા કર્યું છે કે, શ્રીમતી ગાંધીને લોકશાહીમાં વિશ્વાસ નથી. સ્વભાવે ને માન્યતાથી તેઓ સરમુખત્યાર છે. કરુણતા એ છે કે દુર્ભાગ્યે મારી આ માન્યતા સાચી પડી છે. મને યાદ આવે છે કે, જયારે ક્યારેય મારા કોઈ લખાણમાં યા નિવેદનમાં મારી આ માન્યતાના પુરાવા રૂપે મેં શ્રીમતી ગાંધીના ચરિત્રલેખક (ઉમા વાસુદેવ) ના શબ્દો ટાંકયા છે, ત્યારે ત્યારે એ લેખિકાને બિચારાંને કંઈક ને કંઈક ચોખવટ કરતાં રહેવાની ફરજ પડી છે. પરંતુ એથી મારા મનમાં કશે જ ફેરફાર થયો નથી.
તો પછી હું ચૂકો કયાં? ઘટનાઓએ પુરવાર કરી આપ્યું છે કે શ્રીમતી ગાંધીના વ્યકિતગત વલણો ભલે ગમે તે હશે, પરંતુ માં દેશમાં સરમુખત્યાર બની બેસવાનું એમને માટે શકય બનશે જ નહિ, એવી ધારણા સેવવામાં મેં મોટી થાપ ખાધી હતી. મેં. માની
કાયદાઓ પાપ શોધી શકે, પણ તેને દૂર ન કરી શકે.
– મિલ્ટન