Book Title: Prabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 113
________________ તા. ૧૬-૧૦-૦૯ પ્રબુદ્ધ જીવન શ્રી જયપ્રકાશ નારાયણ સંઘના કાર્યાલયમાંઃ તા. ૧૨-૫-૧૯૭૨ ✩ ૨૫ મી જૂન ૧૯૭૫ ને દિને, ઈન્દિરા ગાંધીએ દેશ ઉપર ટોકટી લાદી તેનું એક મુખ્ય કારણ જયપ્રકાશનું આંદાલન ગણાય છે. ૧૨ મી જૂને અલ્હાબાદ હાઈકોર્ટના ચૂકાદો આવ્યો. હાઈકોર્ટે તેનો અમલ પૂરો સ્થગિત કર્યો હતો છતાં, જ્યપ્રકાશે જોરદાર માગણી કરી કે, નૈતિક દષ્ટિએ ઈન્દિરા ગાંધીએ રાજીનામું આપવું જોઈએ. ૨૪ મી જૂને સુપ્રીમ કોર્ટે આ ચૂકાદાનો અમલ અંશત: સ્થગિત કર્યો – વડા પ્રધાન રહે પણ લોકસભાના સભ્ય તરીકે મત આપી ન શકે – ત્યારે આ માગણી વધારે જોરદાર થઈ. ૨૫ મી જનની સાંજે રામલીલા મેદાનમાં જ્યપ્રકાશે આ માંગણીનું ભારપૂર્વક મર્થન કર્યું. તેજ રાત્રે જ્યપ્રકાશની અને બીજા નેતાઓની ધરપકડ થઈ અને કટોકટી જાહેર થઈ. ત્યાર પછી જે બન્યું તેથી જ્યપ્રકાશ સ્તબ્ધ થઈ ગયા. આવું બને એવી પના પણ તેમને ન હતી. જેલમાં અહેવાલા મળતા તે વાંચી ઘણા વ્યથિત થતા. ૨૧ મી જુલાઈએ ‘જેલ ડાયરી' લખવી શરૂ કરી અને પેાતાના મનની બધી વ્યથા ઠાલવી. આત્મનિરીક્ષણ કર્યું. પેાતાની ભુલ તો નથી થઈ? દેશ ઉપર આવી મહાન આફત આવી પડી તે માટે પોતે જવાબદાર છે કે નહિ તે પ્રશ્ન થયો. ઈન્દિરા ગાંધીને સમજવામાં પોતે ભૂલ કરી છે? ‘જેલ ડાયરી’ જ્યપ્રકાશના આત્મ નિરીક્ષણ અને વિચારમંથનના ઐતિહાસિક દસ્તાવેજ છે. પાને પાને સત્યનિષ્ઠા તરી આવે છે. લેાકશાહી, સંપૂર્ણ ક્રાંન્તિ, સરમુખત્યારશાહી, પોતાનું કર્તવ્ય, એવા અનેક વિષયો ઉપર નોંધા છે. તેમના ભાષણા કરતાં આ અંગત ખાજ તેમના વ્યકિતત્વની વધારે ઝાંખી કરાવે છે. વચ્ચે વચ્ચે થોડી તાત્વિક ચર્ચા પણ આવે છે, આ લખાણામાં જ્યપ્રકાશની માનવતા અને હૃદયની ઉષ્મા જોવા મળે છે. જ્યપ્રકાશ કેટલા ભાવનાશીલ, લાગણીવશ હતા તે જોવા મળે છે. ૨૧મી જુલાઈની પહેલી જ નોંધ તેમની વ્યથા બતાવે છે. ઈન્દિરા ગાંધીને પત્ર લખ્યા, તેમાં કેટલું ઊંડું દર્દ છે તે દેખાય છે. ઈન્દિરા ગાંધી, મારી ઈન્દુ, જેને પુત્રી ગણી રમાડી હતી તે-આટલી હદે જાય તેની સત્યનિષ્ઠ જયપ્રકાશ ૧૧૩ ? અકથ્ય વેદના તે પત્રામાં ભરી છે. ‘જેલ ડાયરી'ના કેટલાક ફકરાઓ અહીં આપું છું. તા. ૧૦-૧૦-૦૯ ચીમનલાલ ચકુભાઈ ૨૧ જુલાઈ ૧૯૭૫ ‘મારી દુનિયાના ભગ્નાવશેષો મારી આસપાસ વેરાયેલા પડયા છે. મને ભય છે કે, મારા જીવનકાળ દરમિયાન અને પુન: સુવાંગ સ્વરૂપે જોવા હું પામવાનો નથી. કદાચ મારા ભત્રીજા - ભાણેજોને એ સુયોગ સાંપડે... આપણી લાકશાહીની ક્ષિતિજો વિસ્તારવાનો યજ્ઞ હું આદરી બેઠો હતો. લોકશાહીના અંગભૂત બની લોકો સતત રીતે એની પ્રક્રિયામાં ભાગ લેતા થાય એમ કરવા હું મથી રહ્યો હતો. * “મારી ગણત્રીમાં હું ક્યાંક ચૂકયો ? ( મારાથી બોલાઈ તે એમ જતું હતું કે, ‘આપણી ગણત્રીમાં’ આપણે ક્યાંક ચૂકયા? પણ ના, એમ કહેવું બરાબર નથી. આ સમગ્ર વસ્તુસ્થિતિની પૂરી જવાબદારી મારે એક્લાને જ વહેવી રહી) અલબત્ત હું પોતે એવી ભ્રમણા સેવત રહ્યો કે, આપણા લેાકશાહી શાસન હેઠળ વડાં પ્રધાન અમારી શાંતિમય લેકશાહી ચળવળને નાકામિયાબ બનાવવા માટે સામાન્ય ને અસામાન્ય એવા તમામ કાયદાઓના ઉપયોગ ભલે કરતાં રહે, પણ લેાકશાહીને જ ખતમ કરી તેઓ એને બદલે સરમુખત્યારશાહી તંત્ર દેશને માથે મઢી દેશે. એવી કલ્પના મને કદાäિ ન હતી. * શું અમણે પોતે જ તડ ને ફડ કરતાં સાફ શબ્દોમાં આપણને સંભળાવી દીધું નથી કે, કટોકટી પૂર્વેના સ્વચ્છ ંદતાના જમાનામાં પાછા ફરવાનું તો ભારતને હવે કોઈ રીતે પાલવે તેમ નથી, સ્વચ્છંદતા! શ્રી ધૃષ્ટતા છે, સ્વચ્છંદતા વિષે ડહાપણ ડહાળવાની ! ખુદ પોતે દિલ્હીમાં કોંગ્રેસ યુથ રેલી બાલાવેલી એની વાત ભુલાઈ ગઈ લાગે છે. બર્બરતા ને બિભત્સતાનું શું એ પ્રદર્શન !

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158