Book Title: Prabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 112
________________ ૧૧૨ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧૦૭૯ જીવન આ વિફલતાથી ભર્યું છે. જ્યપ્રકાશની લડત લોકોની ભાવનાઓને પડઘો પાડતી. અંતિમ સમયે, જયપ્રકાશે ઘણી યાતના વેઠી. દેહક અસહ્ય હતું, માનસિક વેદના વધતી જતી હતી. જનતા પક્ષની ફાટફ ટ, નિષ્ફળતા અને આગેવાની સત્તાલાલસાથી તેમની મનોવ્યથા વધી પડી. એક્લા પડી ગયા. કાંઈક ગાંધીજી જેવી સ્થિતિ થઈ. પણ તેમનું જીવનકાર્ય પુર, થયું હતું. તેમનું જીવન ધન્ય બન્યું હતું. જીવનની સાર્થકતા બહારના પરિણામેથી મપાતી નથી. દેશ અને દુનિયાએ તેમને ભવ્ય અંજલિ અર્પે એ જ તેમના અમર કાર્યની સાક્ષી પૂરે છે. ૧૧-૧૦-૭૯ –ચીમનલાલ ચકુભાઈ જીવન આ વિફલતાથી ભર્યું છે, સફળતાઓ જ્યારે કદી આવી નિકટ, દૂર ઠેલી નિજ માર્ગથી મેં ... તે શું હતી એ મૂર્ખતા? નહીં! સફળતાને વિફલતાની પરિભાષા જ મારી ભિન્ન છે! પૂછો ઇતિહાસને કે વર્ષો પૂર્વે, શું પ્રધાન મંત્રી બની ન શકત? કિનું ક્રાંતિશોધકને માટે, અનોખા જ પંથે માન્ય હતા, ઉદ્ધિ હતા. પથ, ત્યાગના, સેવાના, નિર્માણના પથ, સંઘર્ષના, સંપૂર્ણ ક્રાંતિ તણા. જગ ઓળખે જેને “વિફલતા' નામ દઈને તે તે હતા, મુજ શોધમાં વચલા વિસામા. ધ્યેયનાં નિશાન મારાં અગણિત, યાત્રા ય આ અતિ દૂરની કયાંય મારે ભવું ના, વિકટ ભલે, મુજ પથ રહ્યો. નિજ કામના કંઈ યે નહિ સઘળું સમર્પિત ઈશને. વિફલતા જે કંઈ મળે જયપ્રકાશ-સફળ કે નિષ્ફળ? જયપ્રકાશ વિષે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાનાં તા. ૯-૧૭૯ ના અંકમાં લખતા તેના તંત્રી ગિરિલાલ જૈન લખે છે: It is no criticism of a revolutionary to say either that he was a romantic at heart or that he failed to achieve his objectives. Revolutionaries are romantics and they invariably fail in their missions. Fate was never kind to J.P. કોઈપણ ક્રાન્તિકારી વિષે એમ કહેવું કે એ સ્વપ્નામાં રાચે છે અથવા પોતાના ધ્યેયની સિદ્ધિમાં નિષ્ફળ ગયા છે, તે, તેની નિંદા નથી. ક્રાન્તિકારીઓ સ્વપ્નામાં જ રાચે છે. અને પોતાના મિશનમાં સદા નિષ્ફળ જાય છે. જયપ્રકાશને નસીબે કોઈ દિવસ યારી ન આપી. ગિરિલાલનું કહેવું છે કે જયપ્રકાશ Romantic Revolutionary હતા. અને બધી બાબતમાં નિષ્ફળ ગયા. તેમણે જયપ્રકાશના જીવનના કેટલાક પ્રસંગે લઈ, આ હકીકત સાબિત કરવા પ્રયત્ન કર્યો છે. છેવટ લખે છે, મૃત્યુ પણ આટલું મોડું આવ્યું તેથી માર્ચ ૧૯૭૭માં જનતા પક્ષનો વિજય થયો અને કટોકટીને અંત આવ્યો તેને યશ તેમને મળત, તે પણ ન મળ્યો અને જનતા પક્ષને છિન્નભિન્ન ad a usa. Now he will be remembered as a man who failed in his last mission — to beuild an effective alternative to congress which in present context, can mean only the Congress (1) led by Mrs. Gandhi. ગિરિલાલ જૈન, ઈન્દિરા ગાંધીને ઉદય જુએ છે અને તેમાં તેમને જયપ્રકાશની નિષ્ફળતા દેખાય છે. આ દષ્ટિબિન્દુ કેટલું એકાંગી છે તે ભાગ્યે જ કહેવાની જરૂર છે. એમ જોઈએ તો ગાંધી પણ પૂરા નિષ્ફળ ગયા. દેશના ભાગલા પડયા, હિંસાને દાવાનળ ફાટી નીકળ્યો, સાથીઓ સાથે તીવ્ર મતભેદો થયા. આ સફળતા-નિષ્ફળતા માપવાના આપણાં અને મહાપુર ના તેલમાપ જુદા હોય છે. ગિરિલાલને જવાબ આપતા હોય તેમ, જયપ્રકાશે જેલમાં હતા ત્યારે ૯મી સપ્ટેમ્બર ૧૯૭૫ ને દિને તેમની જેલ–ડાયરીમાં કાવ્ય લખ્યું છે તે આપણને સૌને પ્રેરણા આપે તેવું છે. જયપ્રકાશ લખે છે કે સફળતા, વિફળતાની મારી પરિભાષા જ (બીજાઓથી) ભિન્ન છે. જગત જેને વિફળતા કહે છે, તે મારા માર્ગમાં માત્ર વચલો વિસામે છે. મારી મંજિલ અતિ દૂરની છે, કયાંય રોકાવાનું નથી. મારે કોઈ કામના નથી, બધું ઈશ્વરને સમર્પણ છે. મારી વિફળતામાં હું તુષ્ટ છું. મારું આ ‘વિફલ’ જીવન શતશત “ધન્ય થશે. તે કાવ્ય હિન્દીમાં છે. તેને ગુજરાતી અનુવાદ સાથે આપ્યો છે. ૯- ૧ ૭૯ -ચીમનલાલ ચકુભાઈ ને, વિફલ જીવન આ શતધા મુબારક હે! મુને, જે, સમાનધર્મા, પ્રિય તરૂણે કે કંટક છાયો પંથ આ કંઈ કે ય સુગમ બનાવી હું શકું.” ચંદીગઢ (હૉસ્પિટલ) – જયપ્રકાશ નારાયણ - તે સંપૂર્ણ વિચાર પછી નિર્ણય કરો તમને એવી વિવેકબુદ્ધિ મળેલી છે કે, જેની મદદથી તમે પૂરો વિચાર કરીને કોઈ નિર્ણય ઉપર આવો છો. એ વિવેક-બુદ્ધિને બહુ સાવધાનીથી ઉપયોગ કરે. માણસ માટે વિવેક ઘણું મોટું અવશંબન છે, માણસનું મને જયારે સ્વાભાવિક ધર્મથી વિરુદ્ધ વર્તવા લાગે છે ત્યારે વિવેક જ એને માર્ગદર્શન કરાવે છે. જે કાંઈ વિચાર કરો એમાં વિવેકને પૂરો ઉપયોગ કરે. ઉતાવળા થવાની જરૂર નથી. સત્સમાગમ ચાશુ રાખો. ભગવાનમાં તમારી શ્રદ્ધા હમેશાં ટકી રહે. દરેક બનાવની પૂરેપૂરી રીતે તપાસ કરો. એનાં મૂળ કારણને, એની મર્યાદાનો અને એને લગતી આવી બીજી બાબતોને પૂરો | વિચાર કરો કે એ બનાવથી તમારામાં સહિષ્ણુતા, દૌર્ય સત્ય, શ્રદ્ધા, અપરાધીનતા વગેરે સદગુણ ઉત્પન્ન થાય છે કે નહીં. - કોઈ પણ કારણે વિહવળ ન થાઓ. તમને ખબર હોવી જોઈએ કે એવી બાબતો વસ્ત્રમાં સૂતરના તારની જેમ જીવનમાં તો હોય છે. બધું ઈશ્વરના હાથમાં છે. આથી કોઈ પણ બનાવ બને તો પણ દુ:ખી ન થાઓ. કોઈ તમારું બૂરું કરે તે આ જ વિચાર કરે કે, બૂરું કરનાર વ્યકિત પણ મારો બંધુ છે-મિન્દ્ર છે. અજાણતાં જ પોતાના સ્વભાવથી પ્રેરાઈને એણો એવું કર્યું છે. મારાંમ તો સમજણ છે. સામાજિક એકયને અ ભૂલી ઉં, પણ કેમ ભૂશું હું ઉદારતા અને ન્યાયને ભૂલી ન જ શકું. માર્કસ ઓરેલિયસ

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158